________________
૧૨૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંશs જોગવાઈ એટલે કે સાથે સાથે યોગ્ય પુણ્યકર્મ ઉપાર્જન નહીં કર્યું હોય તો તેને તે પાપકર્મના ઉદયને ભોગવતાં ઘણું દુઃખ થશે. આમ ગ્રંથકાર બોધ આપે છે કે કર્મરૂપી કરજ ન કરો. તે અચૂક ચૂકવવું જ પડશે, માટે ખૂબ સાવધાનીપૂર્વક જીવન જીવો. ૨. કર્મનો અફર નિયમ:--
બિનું દિયા છૂટે નહીં, યહ નિશ્ચય જ માન; હસ હસકે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨.
ગ્રંથકાર અહીં કહે છે કે, વ્યાજે લાવેલા પારકા ધનને હે જીવ! તું હરખઘેલો થઈને સુખોપભોગમાં ખર્ચી ન નાંખ. કારણ કે તે દેવું ચૂકવ્યા સિવાય તારો કોઈ છૂટકારો નથી, તેમ તું નિશ્ચયથી માન. માટે તે ધનનો તુ એવી રીતે વિચારપૂર્વક સદુપયોગ કર, કે જેથી મુદત પાતા, તે દેવું ભરપાઈ કરતી વખતે તને મુશ્કેલી ન પડે. આમ આ દોહરો બોધ આપે છે કે, પૂર્વે ઉપાર્જિત કરેલાં પુણ્ય કર્મને તે જીવ તું ફોગટ હસી હસીને એટલે કે મોજ શોખ અને બિરાના દામ એટલે કે વિષય ભોગ આદિમાં વાપરી ન નાંખ, પણ સમજીને, વિચારપૂર્વક, ભક્તિ, દયા, દાનાદિ પરમાર્થ કામ માટે તેનો સદુપયોગ કર; નહીં તો યાદ રાખજે કે કર્મનો કાયદો અટલ અને નિશ્ચિત છે કે, ઋણ અદા કર્યા વિના તેના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. મુદત પાકતાં, ઉપાર્જિત કરેલાં તેવા કર્મો ઉદયમાં આવશે ત્યારે તેને ભોગવતી વખતે ખૂબ મુશ્કેલી પડશે, તેમ તું નિશ્ચયથી જાણ, માન, અને માનીને યોગ્ય સમ્યક્રપ્રવૃતિ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org