________________
૧૨૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
પકવાન ખાતી વખતે તે સ્વાદિષ્ટ તો લાગે છે, પણ પાછળથી ઝેરની અસરથી તે મહાદુઃખ પમાડે છે. આમ હિંસાના ભાવો પરિણામે દુઃખ પમાડે છે. તેથી જ્ઞાની તેનો વિવેકપૂર્વક સહજ ભાવથી જ ત્યાગ કરે છે. જ્યારે અજ્ઞાની તેમાં મિઠાશ વેદતો હોવાથી અનંત પાપ કર્મોનો બંધ પામી અનંત સંસાર વધારે છે, અને ખૂબ દુઃખી થાય છે. આમ અજ્ઞાનનું ફળ વિષય-ભોગ અને તેથી દુઃખ છે, જ્યારે જ્ઞાનનું ફળ ત્યાગ – વૈરાગ્ય અને તેથી સુખ છે. ૪. “પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.”:--
કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુખકી ખાન. ૪.
અજ્ઞાની જીવ જ્યારે કામ વાસનાઓનાં ભોગવટામાં જે સુખનો અનુભવ કરે છે તે ખરેખર સુખ નથી પણ માત્ર સુખાભાસ જ છે. વાસ્તવમાં તો તે પરપદાર્થોમાં આસક્ત થઈ તેમાં તે રાગબુદ્ધિ જ કરે છે અને પોતાનો રાગ જ ભોગવે છે. ભ્રાંતિથી ઉત્પન્ન થયેલો આ રાગનો ભાવ તે વિકારીભાવ માત્ર છે, જેથી પાપકર્મનો બંધ પડે છે, જેનાં ફળરૂપે આગામી કાળમાં ઘણી અશાતા એટલે કે દુઃખ તેને ભોગવવું પડે છે. ખરેખર તો આ કામવાસના ઝેરી વૃક્ષનાં ફળ જેવું જ કામ કરે છે. આ ફળને કિંપાકફળ કહે છે. તે પાંચેય ઈન્દ્રિયોને અનુકૂળ હોય છે. પણ તેનું પરિણામ અતિ ભયંકર હોય છે. એટલે કે તે ખાતી વખતે ઘણું રમણીય અને સ્વાદિષ્ટ લાગે છે, જેથી જીવ તલ્લીન થઈને તેનું સેવન કરે છે. પછી જ્યારે તેનું ઝેર ચઢે છે ત્યારે તેને ઘણી વેદના અનુભવવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org