________________
૧૧૨
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
થાય છે. કર્મના ઉદયને સમતાભાવથી વેદવા કે મમતાભાવથી વેદવા તેનો નિર્ણય કરવાને જીવ સ્વતંત્ર છે અને તે પોતાની પારમાર્થિક સમજણ, પુરુષાર્થ અને આચરણ ઉપર આધારિત છે. આમ જો તે તાત્ત્વિક સમતા ભાવથી કર્મોને વેદે તો તે ક્રમશઃ સમાધિપૂર્વકનું જીવન જીવી શિવપદને પામી, અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. સાધક આવા સહજાનંદનો અભિલાષી હોવાથી સર્વે કર્મોદયને સમતા ભાવથી વેદવાની ભાવના ભાવે છે.
૨૬. કરણી તેવી
WALAN
ભરણી:--
બાંધ્યાં બિન ભુગતે નહીં, બિનભગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. ૨૬.
જીવે જો પૂર્વે કર્મ બાંધ્યા જ ન હોય તો તે ભોગવવાનો પ્રશ્ન જ રહેતો નથી, પણ અજ્ઞાન દશામાં અનાદિ કાળના આ સંસાર પરિભ્રમણમાં અનંત કર્મો બંધાઈ ચૂક્યા હોય છે, તે ઉદયમાં આવતાં તેને ભોગવ્યા વિના તેમાંથી ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ છૂટી શકતા નથી. એવો જ એક કર્મ સિદ્ધાંતનો અફર નિયમ છે. જેવી કરણી તેવી ભરણી'. જીવ પોતે જ પોતાના દોષે વિભાવ ભાવ કરે છે, જેથી કર્મ બંધન થાય છે અને તેનો ભોક્તા પણ પોતે જ બને છે અને પોતે જ તે કર્મોને સમતાભાવથી ભોગવીને દૂર કરી શકે છે. આવી જ કર્મ વિષેની એક વિશ્વ વ્યવસ્થા છે. માટે ઉદયમાં આવતાં કર્મોને સાવધાનીપૂર્વક સમતા ભાવથી ભોગવીને તેની નિર્જરા કરવાનો ઉદ્યમ કરવો એ જ સાધકનું કર્તવ્ય બને છે, જેથી નવીન કર્મોનું ઉપાર્જન ન થાય. યોગ્ય તપ કરવાથી પણ સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org