________________
૧૧૬
બૃહદ્
૩૧. સંતોષ એ ખરું ધન છેઃ-
ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન. ૩૧.
આલોચનાદિ ધે સંગ્રહ
સંતોષ એ આત્માના મુખ્ય દસ ધર્મોમાંનો એક ધર્મ છે. જીવનો તે સહજ સ્વભાવ છે. આ ગુણ જેનામાં સમ્યક્ પ્રકારે પ્રગટ થયો હોય તેને વર્તમાનમાં જ શાંતિ અને નિશ્ચિતતાનો અનુભવ થાય છે. કારણ કે તેને પરપદાર્થો પ્રાપ્ત કરવાની અને પછી તેને ભોગવવાની અંતરથી તાલાવેલી થતી નથી. કોઈપણ પ્રકારની વાસનાઓ કે ઈચ્છાઓમાં તેને હવે રુચિ રહેતી નથી. જેની ચાહ ગઈ તેની ચિંતા ગઈ” એટલે જ કહેવાય છે કે “સંતોષી નર સદાય સુખી’. સંતોષ ગુણનો પ્રતિપક્ષી દોષ લોભ કષાય છે. આ લોભ કષાયને જીતવો ખૂબ જ અઘરો છે. શાસ્ત્રો પ્રમાણે સૂક્ષ્મ લોભ તો છેક દસમા ગુણસ્થાનને અંતે જાય છે. એટલે જ તેને ‘પાપનો બાપ' પણ કહ્યો છે. તૃષ્ણારૂપી ખાડો અસીમ, અપાર અને અનંત છે જે કદી ભરાતો નથી.
આ દોહરામાં કવિએ પ્રાચીન યુગને અનુલક્ષીને વાત લખી છે. જેમ કે ગાયરૂપી ધન, હાથીઓની સેના, રત્નોનો ભંડાર, સોનાની ખાણ તથા અન્ય તેવા ઉચ્ચકોટિના ધાતુઓના મોટા ભંડાર તો દુનિયામાં ધન તરીકે પ્રસિદ્ધ છે. આ બધું ધન તો પરપદાર્થરૂપે છે. તેની પ્રાપ્તિ થયા પછી પણ તેને શાંતિ પ્રાપ્ત થતી નથી કારણ કે વધુ અને વધુ પ્રાપ્ત કરવાની તેને ઈચ્છા રહ્યા કરે છે. આમ તેમાં આસક્ત થયેલો જીવ સાચું સુખ પામી શકતો નથી. ૫૨૫દાર્થો મળે કે ન મળે તે તો પૂર્વ કર્મને જ આધીન છે. પણ જીવ તત્ત્વાર્થ સમજતો ન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org