________________
૧૧૪
બૃહદ્ –– આલોચનાદિ પદ્ય સંગ્રહ
કરે છે, કે જીવ પોતે જો શુભભાવપૂર્વક અન્યને સહાયક થઈ સુખી કરવા નિમિત્ત બને તો તેને પુણ્યકર્મનો બંધ પડે છે અને તેનો ઉદય થતાં તેવા જ સુખી થવાનાં સંયોગો તેને સંપ્રાપ્ત થાય છે, અને કોઈને દુ:ખી કરવાના અશુભ ભાવ કરવાથી તેને પાપકર્મનો બંધ પડે છે અને, તેના ઉદય વખતે દુઃખ ઉત્પન્ન થાય તેવા સંયોગો પ્રાપ્ત થાય છે. એટલે કે જીવના પોતાના જ શુભ કે અશુભ ભાવો તેને સુખ કે દુઃખરૂપ સંયોગો મેળવવા નિમિત્ત બને છે. આમ જીવ જો અન્યને હણવાનું કાર્ય ન કરે, એટલે કે અન્યને કોઈ પણ પ્રકારે દુઃખી ન કરે તો તેને કોઈ હણી શકે નહીં એટલે કે તેને જગતમાં કોઈ દુઃખ આપી શકે નહીં. “કરે તેવું પામે અને વાવે તેવું લણે” એમ લૌકિક વ્યવહારમાં પણ કહેવાય છે. ૨૯. આટલી વાત કદી છોડશો નહીં --
જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈનકું ભી ન છાંડિચે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯.
ગ્રંથકાર અહીં સાધકને સાવધાન કરતાં કહે છે કે તે સાધક! કોઈપણ પરિસ્થિતિમાં, સાધનાથી પ્રાપ્ત સદ્ગણોને કદી છોડીશ નહીં. જેવા કે (૧) જ્ઞાન અર્થાત્ વિવવેકથી યુક્ત સમજ, (૨) ગરીબી અર્થાત્ અહંકારથી રહિત મનોવૃત્તિ, (૩) ગુરુવચન અર્થાત ગુરુદેવના વચનનું ઉલ્લંઘન ન કરવું એટલે કે આજ્ઞાનું પાલન કરવું, (૪) નરમ વચન નિર્દોષ અર્થાત્ દોષ રહિત નમ્ર વચન એટલે કે વિનયયુક્ત નિર્દોષ વચન બોલવા, (પ) શ્રદ્ધા અર્થાત સદૈવ-ગુરુ-ધર્મ ઉપર વિશ્વાસ, નવ તત્ત્વની શ્રદ્ધા, સ્વ-પરના ભેદરૂપ અભિપ્રાય આદિ, (૬) શીલ અર્થાત્ સદાચાર અને (૭) સંતોષ અર્થાત્ જીવનમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org