________________
૧૨૨
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
કેમ જાણે વૃક્ષને શોકાતુર થઈને પૂછતું હોય છે કે તે આ વનના વૃક્ષોમાં શ્રેષ્ઠ એવા વૃક્ષરાજ! મને તમે સાંભળો અને જવાબ આપો કે તમારી ઉપર જન્મેલું અને તમારાથી જ પોષણ પામેલું આ તમારું સંતાન અત્યારે છૂટું પડી રહેલું છે, તો આપણે હવે ક્યારે ફરી મળીશું? ત્યારે તરુવર જવાબ આપે છે કે હે વત્સ! પત્ર! મારી આ અગત્યની વાત કે જે તને કડવી લાગશે, પણ સત્ય છે, માટે તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ. આ વિશ્વમાં એવી જ એક વ્યવસ્થા છે કે કાળલબ્ધિ પાકતાં દરેકને એકબીજાથી છૂટા પડવાનું અવશ્ય થાય છે. એટલે કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ નિશ્ચિત છે. આ નિયમ અનુસાર તારે પણ અત્યારે આમ અમારાથી દૂર જવું પડે છે. એકનું ગમન થાય છે તો બીજાનું આગમન થાય છે. આમ જગતનો સર્વ વ્યવહાર આવા ક્રમથી, અનાદિકાળથી ચાલ્યા કરે છે. આવી જ રીતે આ સંસારમાં કુટુંબરૂપી મેળામાં રહેલા અનેક દેહધારી સભ્યોને પોતપોતાનાં આયુષ્ય કર્મ પૂર્ણ થતાં પોતાના દેહ છોડીને પોતે બાંધેલા કર્મો અનુસાર અન્ય ઠેકાણે આ ચોર્યાશી લાખ જીવયોનીમાંથી કોઈપણ એક યોનીમાં દેહ ધારણ કરવો પડે છે, અને કુટુંબથી દૂર જવું પડે છે. વળી તે કુટુંબમાં કોઈક બીજો જીવ, દેહ ધારણ કરીને ઉત્પન્ન પણ થાય છે અને આમ સંસાર સંતતિ સતત ચાલુ રહ્યા કરે છે. અનાદિ કાળથી આમ જ ચાલ્યું આવ્યું છે અને આગામી અનંત કાળ સુધી તેમજ ચાલશે. અજ્ઞાની જીવને તત્ત્વ ઉપર સમ્યફ શ્રદ્ધા નહીં હોવાથી તે એમજ માને છે કે જે કુટુંબમાં તે જન્મ્યો છે અને પાલનપોષણ પામ્યો છે, ત્યાં તે કાયમ માટે રહેવાનો છે. પણ કાળ પાકતાં અચાનક જ્યારે વિયોગનો પ્રસંગ આવે છે ત્યારે જીવ પોતે અને અન્ય કુટુંબીજનો વગેરે મોહને વશ થઈ જવાને કારણે શોકગ્રસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org