________________
૧૨૦
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
અહંભાવ કે મોટાઈ સ્થાપવામાં રસ ધરાવતા નથી. તેમની વાણી કટુતા રહિત, હિત, મિત અને પ્રિય સ્વભાવવાળી હોય છે, જેથી કોઈનું મન દુ:ભાય નહીં. પોતાના નેણ એટલે કે ચક્ષુઓને પણ ઉત્તમ નમ્રતા ગુણના પ્રભાવને લીધે નીચે ઢાળેલા રાખી સર્વ ક્રિયા કરે છે, કારણ કે તેમને બહારમાં કોઈ પ૨પદાર્થ ઉપર હવે રુચિ રહી નથી. આવા ઉત્તમ શીલવાન એટલે ચારિત્રધારી જ્ઞાની ભગવંતો પોતાનાં ચારિત્રની કસોટી નિરંતર કર્યા કરે છે, જેથી તેમાં કદી ઉણપ ન આવે અને નિરંતર પ્રગતિ થયા કરે. આમ ઉદાસીન રહેવાથી આખાયે વિશ્વમાં તેઓ પૂછ્યતાને પાત્ર બને છે, અને યથાયોગ્ય સંયમ સાધી, શ્રેણી માંડી, પૂર્ણજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી, અંતે લોકાગ્રે આગામી અનંત કાળ માટે અવ્યાબાધ સુખમાં બિરાજમાન થાય છે.
૩૫. સત્પુરુષ જ દર્શનીય છેઃ-
તનર મન વચન, દેત ન કાહુ દુઃખ; ક્ર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫.
આ દોહરામાં “વાકા મુખ” શબ્દો વાપરીને નિગ્રંથસદ્ગુરુદેવની વાત કરી છે. એટલે કે આવા જ્ઞાની મહાત્મા પોતાના મન, વચન કે કાયાના નિમિત્તથી કોઈપણ જીવને કોઈપણ પ્રકારનું દુઃખ ઉત્પન્ન થાય તેવો વ્યવહાર કે વર્તન કદી કરતા નથી, કે જેથી તે કર્મબંધનનું કોઈને કારણ બને. તેઓ સ્વ-પરની અહિંસા ધર્મના મહાન ઉપાસક, શીલવાન, મહાવ્રતી, ભાવલિંગી મુનિ હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા જેવા ઉત્તમ ગુણોની નિરંતર ભાવના ભાવતા હોવાથી, અને રત્નત્રયના ધા૨ક હોવાથી તેમનો આત્મા તેમની ભૂમિકા પ્રમાણે શુદ્ધતાને પામ્યો હોય છે. આવા પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org