________________
બૃહદ્
આલોચનાદ પ સંય
છે કે, તે જેની પાસે હોય તેને પોતાની ઈચ્છિત સર્વ ભૌતિક પદાર્થોની આપોઆપ પ્રાપ્તિ થાય છે. આ રત્નને ચિંતામણી રત્ન કહે છે. આ બંનેનો સંયોગ તો જીવને તદ્ભવ પૂરતો જ સુખકારી નીવડે છે. કારણ કે તે પુણ્યકર્મના ઉદયને કારણે જ હોય છે. શાસ્ત્રો પ્રમાણે ભોગભૂમિમાં અવતાર પામેલા યુગલિયા મનુષ્યોને આવા કહેવાતા ભૌતિક સુખની પ્રાપ્તિ હોય છે. અને તે સુખ પણ તે ભવ પૂરતું જ મર્યાદિત હોય છે. પૂર્વ પુણ્ય પૂરું થતાં પાપકર્મનો ઉદય થાય છે. અને ફરી દુઃખકારી અવસ્થા પ્રાપ્ત થાય છે. “પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં”. આમ જે સુખની પાછળ દુઃખ આવતું હોય તે સુખ કહેવાય નહીં. કારણ કે આ સુખ, સહજ સુખ નથી પણ નિમિત્તાધીનઈન્દ્રિયજન્ય સુખ જ હોય છે. જ્યારે નિમિત્તોનો અભાવ થાય છે ત્યારે સુખ પણ ચાલ્યું જાય છે. માટે જ આવા સુખને સુખાભાસ કહે છે. પરંતુ જ્યારે જીવ કષાયોને ઉપશાંત કરી તત્ત્વથી અંતર્મુખ થાય છે એટલેકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, પછી વૈરાગ્ય, ઉપશમ અને સંયમના બળથી જ્ઞાનની વૃદ્ધિ કરી ક્રમે કરીને કેવળજ્ઞાની થાય છે, ત્યારે તેને અતીન્દ્રિય અનંત સુખની પ્રાપ્તિ થાય છે, જે પૂર્વે ઉપાર્જિત કરેલાં પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલાં ઈન્દ્રિયસુખથી અનંતગણું વધારે અને જુદા જ પ્રકારનું સ્વાભાવિક અપૂર્વ સુખ અનુભવમાં આવે છે. આ અનુપમ પ્રકારનું સુખ કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે, તે ભવોભવનાં દુઃખોને ભાંગનારું છે કે જે આગળ વધીને આગામી અનંતકાળ સુધી અનંત અવ્યાબાધ આનંદનો અનુભવ કરાવનારું નીવડે છે. સાધકને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આવો જ અવ્યાબાધ સહજાનંદ મેળવવાનો લક્ષ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૦૩
www.jainelibrary.org