________________
૧૦ર
૧૦૨
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
અહીં દષ્ટાંતથી સમજાવે છે કે જેમ એક દીપકની જ્યોત બીજા દીપકને સ્પર્શવાથી તેમાં જ્યોતિ પ્રજ્વલિત થાય છે તેમ પુણ્યકર્મના ઉદય વખતે આત્મલક્ષે અને ગુરૂગમે વ્રત, સંયમ, તપ, ભક્તિ આદિ સાધના કરવાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્યકર્મ ઉપાર્જિત થાય છે. એટલે કે જેમ દીપકથી દીપક પ્રગટે છે તેમ પુણ્યકર્મના ઉદયનાં નિમિત્તે ઉપયોગપૂર્વકના આત્મલક્ષી શુભ ભાવમાં વર્તવાથી નવીન વિશિષ્ટ પુણ્યકર્મ બંધાય છે. પરિણામે ભાવોની વિશેષ વિશુદ્ધિ થતાં તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા થાય છે અને શુદ્ધ સમકિત પ્રગટે છે. આમ ઘણાં પુણ્યથી મળેલો આ મનુષ્યભવ અને પ્રાપ્ત થયેલાં સર્વ પ્રકારનાં પારમાર્થિક અનુકૂળ સંયોગોનો તત્ત્વ પામવા માટે ઉપયોગ કરી લેવો તે ઉત્તમ સાધકનું કર્તવ્ય છે, નહીં તો આ સુઅવસર અંજલિ-નીરની જેમ વહી રહ્યો છે, તે ખતમ થઈ જશે અને આ માનવભવ નિષ્ફળ જશે. સાધક વિચારે છે કે હજુ પણ કંઈક બાજી આપણાં હાથમાં છે એટલે કે યોગ્ય પુરુષાર્થ કરવાથી ધારેલી પારમાર્થિક સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ છે. ૧૮. મુખ્ય પુરુષાર્થ - જ્ઞાનવૃદ્ધિ --
કલ્પવૃક્ષ, ચિંતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે એક જાતનું વૃક્ષ એવું છે કે તેની નીચે બેસી કોઈપણ ભૌતિક વસ્તુ મેળવવાની ઈચ્છા કરનારને પોતાની ઈચ્છિત વસ્તુઓ વિના પ્રયત્ન પ્રાપ્ત થાય છે. આ વૃક્ષને કલ્પવૃક્ષ, કલ્પતરુ અથવા કલ્પદ્રુમ કહે છે અને એક એવું રત્ન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org