________________
૧૦૦
વૃદ્ – આલોચનાદિ uધ સંગ્રહ સાધક, આ ચાર સંસાધનનો ઉપયોગ કરી શિવરૂપ થવાનો સંકલ્પ કરે છે. આ દોહરાનો કોઈક “રામચરણ' નામના આધ્યાત્મિક સંત કવિની રચનામાંથી ઉતારો કર્યો હોય એમ લાગે છે.
આ દોહરાનો પાઠાંતરે બીજો પણ અર્થ નીકળી શકે છે. રામચરણ” એટલે કે સગુરુનું શરણ પામીને, યોગ્ય પુરુષાર્થ દ્વારા જીવ પોતે જીવમાંથી શિવ બની જાય છે. ૧૫. ચેતનને ચંદ્રની ઉપમા --
કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાન રૂપ ગુણ ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫.
જેમ સ્વચ્છ ચાંદની તે ચંદ્રની નિર્મળતાનું લક્ષણ છે, પણ તેની આગળ વાદળોનું આવરણ આવી જવાથી તેની નિર્મળતામાં ઝાંખપ વર્તાય છે. ખરેખર ચંદ્ર પોતે ઝાંખો થયો જ નથી કારણકે ચંદ્રની પોતાની નિર્મળતા તો તે વખતે પણ જેવી હતી તેવી જ છે, પરંતુ તે વાદળોનું આવરણ જ્યારે ખસી જવા પામે છે ત્યારે ચંદ્ર અને ચાંદની નિર્મળ દેખાય છે. તેમ આત્મા સ્વભાવે કરીને તો પોતે સિદ્ધ સમાન શુદ્ધ અને અનંતજ્ઞાન અને અનંતદર્શનનો સ્વામી છે. પણ તેની અવસ્થામાં જ અશુદ્ધતા વર્તાય છે, જે અજ્ઞાન અવસ્થામાં ઉપાર્જિત કરેલાં કર્મરૂપી આવરણના નિમિત્તથી ઉત્પન્ન થઈ છે. હવે
જ્યારે જીવ ઉપરનું આ કર્મરૂપી આવરણ યથાયોગ્ય પુરુષાર્થથી સર્વથા હઠી જાય છે, ત્યારે તેનું અત્યંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થાય છે. આમ ચેતન એટલે કે આત્મદ્રવ્ય, તેને ચંદ્રની ઉપમા આપી છે. ચૈતન્ય એટલે દર્શન અને જ્ઞાન – જ્ઞાનજ્યોતિ. તે ચાંદની સમાન છે. જેમ વાદળ હટી જવાથી ચાંદની વિશ્વમાં ફેલાઈ જાય છે તેમ કર્મરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org