________________
૯૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
સાધક રત્નત્રયની અને તપસ્યાની યોગ્ય આરાધના કરી ક્રમે કરી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાની અહીં ભાવના ભાવે છે. ૧૩. શુદ્ધતાનું સ્વરૂપ:--
કર્મ રૂપ મલકે શુધે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવલજ્ઞાન અનૂપ. ૧૩.
જેમ કોઈ સફેદ વસ્ત્ર ધૂળરૂપી મેલના રજકણોથી મલિનતાને પામે છે. ખરેખર જોઈએ તો મેલ તે વસ્ત્ર નથી અને વસ્ત્ર તે મેલ નથી. બન્ને પદાર્થોનો માત્ર સંયોગસંબંધ જ છે. વસ્ત્ર વર્તમાનમાં પણ સ્વભાવે કરીને તો દ્રવ્યથી સ્વચ્છ જ છે. તે વસ્ત્રની વર્તમાન અવસ્થા જ મેલનાં નિમિત્તથી મલિન થવા પામી છે. જ્યારે તેને સ્વચ્છ કરવાનો યથાર્થ ઉપાય કરવામાં આવે છે ત્યારે મેલનો નાશ થવાથી તેની અવસ્થા શુદ્ધ થવા પામે છે. તે જ પ્રમાણે દ્રવ્યથી શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ એવો ભગવાન આત્મા પણ કમરજનાં નિમિત્તથી તેની અવસ્થામાં મલિન થવા પામે છે. સાચા ઉપશમ અને વૈરાગ્યની સાથે ધ્યાન અને જ્ઞાનબળથી કર્મરજનો નાશ થાય છે અને જીવ ચાંદી જેવો તેની અવસ્થામાં પણ ચોખ્ખો થાય છે, એટલે કે શુદ્ધતાને પામે છે. પરિણામે અત્યંત નિર્મળ જ્યોતિ સ્વરૂપ અનુપમ એવું કેવળજ્ઞાન પ્રગટ થવા પામે છે. અહીં નિર્મળ જ્યોતિ સ્વરૂપ એવા કેવળજ્ઞાનની ચાંદીની ચોખ્ખાઈ સાથે સરખામણી કરી છે. ખરેખર તો કેવળજ્ઞાન માટે આ લોકમાં કોઈ ઉપમા જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org