________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
૧૪. કર્મ-મલ કાઢવાનો ઉપાયઃ-
૧૪.
મૂસી પાવક સોહગી, ફૂકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ ક્લક્કો જાય. જેમ સોનાની અંદર રહેલી મલિનતાને દૂર કરવા સુવર્ણકા૨, સોનું ગાળવાની મુસમાં-પાત્રમાં મલિન સોનાને રાખી તેમાં અમુક સોહગી એટલે કે ક્ષાર વિગેરે રસાયણો નાખી અગ્નિ ઉપર રાખે છે. પછી અગ્નિને વારંવાર ભૂંગળીથી ફૂંક મારી પ્રજ્જવલિત કરે છે, જેથી સોનું પીગળે છે અને તેમાં રહેલી મલિનતા ઉપર તરી આવે છે અને દૂર કરાય છે. આમ સોનું શુદ્ધ કરવાનો આ એક સરળ ઉપાય છે, જેમાં સુવર્ણકા૨ ચાર સાધન વાપરે છે - ૧. પાત્ર, ૨. અગ્નિ, ૩. રસાયણ અને ૪. ફૂંક મારવા માટેની ભૂંગળી. તેમ, આત્મા ઉપર લાગેલી કર્મમલરૂપી મલિનતાને દૂર કરવાનો સરળ ઉપાય તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને બાહ્યાતંર તપ એવા ચાર સાધન છે. આમ આ દોહરામાં સોનાની મલિનતા સાથે જીવની કર્મમેલરૂપી મલિનતાની સરખામણી કરી છે. અને બન્નેને શુદ્ધ કરવાના ઉપાય બતાવ્યા છે. અહીં પાત્ર એટલે ચારિત્ર. સમ્યક્ચારિત્ર જ એવું પાત્ર છે કે જેમાં આત્માને સ્થિત કરીને કર્મમલને દૂર કરવાની પ્રક્રિયા કરાય છે. અગ્નિ એટલે તપ. તપરૂપી અગ્નિમાં તપાવ્યા વિના કર્મમલ દૂર કરી શકાતો નથી. રસાયણ એટલે દર્શન. સમ્યગ્દર્શન વગર કર્મ અને જીવની ભિન્નતાની પ્રતીતિ થઈ શકતી નથી તેથી સમ્યગ્દર્શન જ કર્મ અને જીવને ભિન્ન કરવાનું મુખ્ય કારણ બને છે. ફૂકાંતનો ઉપાય ભૂંગળી એટલે કે સમ્યજ્ઞાન. જેમ ભૂંગળીથી ફૂંક મારી અગ્નિને અને તેથી પાત્રને તપાવી શકાય છે. તેમ સમ્યજ્ઞાન, તપરૂપી અગ્નિને અને ચારિત્રરૂપી પાત્રને પ્રજ્વલિત ક૨વાનો હેતુ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
AMON
૯૯