________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૯૫
સ્વયંજ્યોતિ અને સુખના ધામ સ્વરૂપે જ છે. પણ વિષય અને કષાયરુપ વિકારી પરિણામોના નિમિત્તથી ઉત્પન્ન થયેલી કર્મમલરુપી મલિનતા તેની અવસ્થામાં છવાઈ ગયેલી રહે છે. જેથી તેની શુદ્ધતા, ચૈતન્યતા, ઉજ્જવલતાદિ ગુણોની અવસ્થાઓ મલિન થઈ જવા પામી છે. પરંતુ તપરુપી અગ્નિથી તપાવતાં અને સંયમરુપી સાબુથી તેને ધોતાં તે કર્મોની નિર્જરા કરી શુદ્ધતા પ્રાપ્ત કરી શકાય છે, અને ક્રમે કરીને વીતરાગતા, જ્ઞાનજ્યોતિ એટલે સર્વજ્ઞતા આદિ ગુણો પ્રગટાવી શકાય છે. સાધક યોગ્ય તપ અને સંયમનાં બળથી પોતાની જ્ઞાનજ્યોતિની શુદ્ધિની વૃદ્ધિ કરવાનો અને ક્રમે કરીને પૂર્ણ વિતરાગી થઈ સર્વજ્ઞ દશાને પામવાનો સંકલ્પ કરે છે. ૧૨. મોક્ષમાર્ગ માટેના ચાર કારણ:--
જ્ઞાન થકી જાને સક્લ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણે આત્માના ગુણો છે અને તપ તે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. આ ચારેય શબ્દોને પ્રથમ સંક્ષેપમાં સમજીએ - (૧) જ્ઞાનઃ જે સર્વ શેયોને જાણે તે જ્ઞાન છે. એટલે કે જે ગુણ વડે પદાર્થો જણાય તેને જ્ઞાન કહે છે. જ્ઞાન પાંચ પ્રકારનાં છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આ ત્રણ મિથ્યાજ્ઞાન મળીને આઠ પ્રકારનાં પણ કહેવાય છે. પરંતુ સમ્યગદર્શન સહિતના જ્ઞાનને સમ્યજ્ઞાન કહે છે. નિશ્ચયથી જ્ઞાન પોતે તો સમ્યફ જ છે પણ મિથ્યાત્વને આધીન રહેલા જીવનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org