________________
૮૯
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
વર્તમાનમાં વિદ્યમાન છે અને ભાવિ અનંત કાળ સુધી રહેશે. એટલે કે તે નિત્ય છે-શાશ્વત છે-ત્રિકાળી ધ્રુવ છે. ભાવ(ગુણ)થી તે અનંત ગુણોથી યુક્ત છે. તેનો મુખ્ય ગુણ તે ચૈતન્ય ગુણ છે. એટલે કે તે દર્શન અને જ્ઞાન સ્વરૂપી છે. દર્શનગુણમાં પદાર્થનો બોધ થતો નથી કારણ કે તે સામાન્ય અને નિરાકાર જ્ઞાનગુણ છે. જ્યારે જ્ઞાનગુણથી પદાર્થનો બોધ થાય છે, કારણ કે તે વિશેષ અને સાકાર જ્ઞાન ગુણ છે. આ ચૈતન્ય ગુણની પરિણતિને ચેતના અથવા ઉપયોગ પણ કહે છે. ૫. ભવ ચક્રમાં ભ્રમણઃ-
-
ગર્ભિત પુદ્ગલ પિંડમેં, અલખ અમૂરતિ દેવ;
ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫.
આઠ મુખ્ય દ્રવ્યકર્મમાંનું અઘાતિ એવું નામ કર્મ જેના ફળરૂપે જીવને શરીર મળે છે. શરીરના પાચ પ્રકાર છે. (૧) ઔદારિક,(૨) વૈક્રિયિક, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્મણ. દરેક સંસારી જીવને ત્રણ જાતના એટલે કે ઔદારિક અથવા વૈક્રિયિક, તૈજસ અને કાર્મણ શરીરની પ્રાપ્તિ નિયમથી હોય છે. વિગ્રહગતિ એટલે કે જ્યારે જીવના દેહવિલય પછી બીજા શરીરમાં પ્રવેશ પામતાં પહેલાં જે ત્રણથી ચાર સમયનો ગાળો હોય છે ત્યારે તૈજસ અને કાર્યણ એમ બે પ્રકારના શરીર તેની સાથે હોય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાં ઔદારિક, તૈજસ અને કાર્યણ એમ ત્રણ શરીર હોય છે. કોઈક ઋદ્ધિધારી મુનિને કોઈકવાર આહા૨ક શરીરનો પણ યોગ હોય છે. જયારે દેવ અને નરક ગતિમાં વૈક્રિયિક, તૈજસ અને કાર્મણ શરીરો હોય છે. આ બધા શરી૨ પુદ્ગલ વર્ગણા એટલે કે પુદ્ગલના બનેલા હોય છે. અલખ એટલે કોઈપણ ઈન્દ્રિયોના લક્ષમાં આવી ન શકે એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org