________________
८८
બૃહદ્ – આલોચનાદિ ઘધ સંગ્રહ
આ દોહરામાં જીવ અને કર્મને ભિન્ન ભિન્ન કરવાનો એટલે કે દ્રવ્યથી અને ભાવથી ભિન્ન કરવાનો ઉપાય બતાવ્યો છે. સંસારમાં અરુચિ અને મોક્ષમાં રુચિ તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહે છે. બાકી મોહગતિ કે દુઃખગર્ભિત વૈરાગ્યની તો અહીં વાત જ નથી. આત્મજ્ઞાન એટલે સમ્યક્ત્વ, અને ધ્યાન એટલે કર્મક્ષય કરવા માટેની થતી એકાગ્ર સુવિચારધારા. આવી વિચારધારા પ્રગટ કરવામાં અને તેમાં સ્થિરતા અને દ્રઢતા લાવવા માટે અત્યંત ધીરજની જરૂર રહે છે. અહીં ધ્યાનને મુખ્ય સાધન માન્યું છે. ૪. જીવનો પરિચય:--
દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪.
દરેક વસ્તુ પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસ્તિત્વ ધરાવે છે, એટલે કે તે સ્વચતુષ્ટય લક્ષણવાળી હોય છે અને પરથી તે રૂપ નથી. તે અપેક્ષાએ પ્રત્યેક જીવદ્રવ્ય પણ સ્વચતુષ્ટય અસ્તિત્વ ધરાવે છે. માટે તે દ્રવ્યથી એક છે. એટલે જ “સમયસારાદિ પરમાગમોમાં જીવદ્રવ્ય માટે “એક” શબ્દને અનેક વાર વાપર્યો છે. ક્ષેત્રથી તે અસંખ્ય પ્રદેશ છે. આ પ્રદેશો સંકોચ અને વિસ્તાર પામવાના ગુણોવાળા હોય છે. એટલે કે નિગોદના જીવોમાં આત્મપ્રદેશો અતિ સંકોચ પામે છે, જ્યારે હાથી કે મોટા મગરમચ્છ જેવા જીવોમાં તે પ્રદેશો ઘણો વિસ્તાર પામે છે. વળી કેવળી સમુદ્યાત વખતે જીવના પ્રદેશો ૧૪ રાજુલોકમાં લોકાકાશ પ્રમાણ પણ વિસ્તાર પામે છે. આમ છતાં પ્રદેશોની સંખ્યામાં કદી ઘટાડો કે વધારો થતો નથી. કાળ અપેક્ષાથી જીવ અવિનાશી હોવાથી તે અનાદિ કાળથી પૂર્વે હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org