________________
૮૬
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
છે. આ એક વ્યવહારનયનું કથન થયું પણ નિશ્ચયનયથી ખરેખર તો તે કાર્મણ વર્ગણાઓની તે કાળે યોગ્યતા જ એવી હોય છે કે તે તેવા કર્મરૂપે પરિણમે છે. આમ કર્મો અતિ સૂક્ષ્મ એવા પુદ્ગલ પરમાણુઓના બનેલા હોવાથી તે જડસ્વરૂપે છે.
તેના વિશેષ ગુણો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે, જ્યારે જીવ જ્ઞાન સ્વરૂપે હોવાથી તે ચેતનરૂપ છે. જ્ઞાન જીવનો અસાધારણ ગુણ હોવાથી અને વળી તે એક જ ગુણ વડે જીવ દ્રવ્ય મુખ્યતાએ ઓળખાતું હોવાથી તેને “જ્ઞાન માત્ર’” પણ કોઈ અપેક્ષાએ કહેવામાં આવે છે. આમ, જડ અને ચેતન દ્રવ્યોના વિશેષ ગુણો અત્યંત જુદા છે. છતાં પણ સંસારી જીવ અને કર્મ (જડ) બન્ને તત્ત્વો ક્ષીર અને નીરની માફક અનાદિ કાળથી સંયોગ સંબંધે જોડાયેલા છે. નિશ્ચયનયની અપેક્ષાએ, જીવદ્રવ્યનું સ્વરુપ શુદ્ધ ચૈતન્યસ્વરુપ છે. એટલે કે જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે પણ મોહનીય કર્મના ઉદયનું નિમિત્ત પામી, અને યોગ્ય સમતાના અભાવમાં, જીવ અજ્ઞાનવશ વિકા૨ીભાવ કરવાથી તેના નિમિત્તે કર્મબંધન તેને થાય છે. પરિણામે ચાર ગતિ અને ૮૪ લાખ જીવ યોનિમાં તે દેહ ધારણ કરી પરિભ્રમણ કરે છે. આમ કર્મનો સંયોગ પામી જીવ બહુરૂપી સંસારમાં અનેક રૂપો ધારણ કરે છે અને ભવસાગરમાં અનાદિ કાળથી ભટક્યા કરે છે. આ બન્ને એટલે કે જીવ અને કર્મને છૂટા પાડવાનો એક માત્ર તાત્ત્વિક ઉપાય એ ભેદવિજ્ઞાન છે. જેને પ્રજ્ઞાછીણી પણ કહેવાય છે.
arde
આ પ્રજ્ઞાછીણીથી જડ અને ચેતન બંન્ને જુદા પાડી શકાય છે અને પ્રજ્ઞા વડે જીવને-ચેતનને પોતાની માન્યતામાં ગ્રહણ કરી, અજ્ઞાનનો નાશ કરી, જીવ શુદ્ધ સમકિત પામે છે. પછી સંયમાદિકમાં યોગ્ય રીતે પ્રવર્તન કરી, સર્વ કર્મમલથી છુટા થઈ, નિર્વાણ પદ પ્રાપ્ત કરે છે, એટલે કે તે હવે દેહરહિત પરમાત્મપદ-સિદ્ધપદ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org