________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૩. જીવ અને કર્મ ભિન્ન કરવાનો ઉપાય --
જીવ ક્રમ ભિન્ન ભિન્ન ક્રો, મનુષ જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસે, ધીરજ દયાન જણાય. ૩.
ઉત્તરાધ્યયન સૂત્રમાં મનુષ્યપણુ ચાર પ્રકારે દુર્લભ કહ્યું છે(૧) મનુષ્યપણું પ્રાપ્ત થવું, (૨) સતપુરુષના વચનનું શ્રવણ મળવું, (૩) તેની શ્રદ્ધા થવી અને (૪) સંયમમાં વીર્યનું હુરવું. “અમૂલ્ય તત્ત્વ વિચાર'ની પહેલી જ કડીમાં પરમ કૃપાળુદેવ જણાવે છે કે “બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ભવચક્રનો, આંટો નહીં એક્કે ટળ્યો” (વ. પૃ. ૧૦૭) આમ પૂર્વે ઘણું પુણ્ય ભેગું કર્યુ હોય ત્યારે જ જીવને માનવનો શુભ ભવ પ્રાપ્ત થાય છે. આ મનુષ્યભવ જ એક એવો ભવ છે જ્યાંથી પાંચેય ગતિ (દેવ, નરક, મનુષ્ય, તિર્યંચ અને મોક્ષ)ના દરવાજા ખુલ્લા મળે છે. હવે ક્યા દરવાજામાં દાખલ થવું છે તે આપણે જ નક્કી કરવાનું રહે છે.
અહીં સાધક ભાવશુદ્ધિ કરવા બેઠો છે. મોક્ષલક્ષ્મીને સુપ્રાપ્ત કરવાની ભાવના ભાવી રહ્યો છે; તેથી તે દેહ, ગૃહ, કુટુંબાદિમાં અનાસક્ત થઈ વૈરાગ્ય, ઉપશમ અને જ્ઞાનબળ વધારવાનો પુરુષાર્થ કરે છે. જેથી યોગ્ય ભેદ વિજ્ઞાનનો ઉપયોગ કરી, સમકિત પામી, ઉદયમાં આવતા કર્મોને સમતાભાવથી વેદી સર્વ કર્મોની સંવર અને નિર્જરા કરવાની ભાવના ભાવે છે. આમ જીવ દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ક્રમશઃ નિર્મળ બનતો જાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળથી સંયમ ધારણ કરી ધીરજ અને ધ્યાનબળને વિશેષરૂપે જાગૃત કરી, ગુણસ્થાન આરોહણ કરે છે અને છેવટે અરિહંત થઈ સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org