________________
७४
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ આમ સાધક સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષનો જ અભિલાષી થયો હોવાથી અપક્ષપાતપણે પોતાના દોષો તરફ દ્રષ્ટિ કરી, તેને ટાળવાનો પ્રામાણિક પુરુષાર્થ કરે છે, અને નીચેના દોહરામાં બતાવેલા મનોરથો સફલ થાય તેવી અંતરથી ભાવના ભાવે છે. ૨૦. સાધકના ત્રણ મનોરથ --
પરિગ્રહ મમતા તજી રી, પંચમહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦.
ઉત્તમ સાધકનું લક્ષ નિરંતર નીચે જણાવેલ મુખ્ય ત્રણ મનોરથની ઉપાસના કરી, તેને પ્રાપ્ત કરવાનું હોય છે, તેમ અહીં બતાવે છે. (૧) પરિગ્રહની મમતાનો ત્યાગ (૨) પંચ મહાવ્રતનું ગ્રહણ અને (૩) મૃત્યુ વખતે આલોચના કરી સંથારો એટલે સલ્લેખનાપૂર્વકનો દેહત્યાગ કરવો. આ ત્રણેય મનોરથને સંક્ષેપમાં સમજીએ. (૧) પરિગ્રહ ત્યાગ : “પરિ” એટલે ચારેય બાજુથી (સમસ્ત પ્રકારથી) અને “ગ્રહ એટલે ગ્રહણ કરવું (પકડવું). આમ પરિગ્રહનો અર્થ ચારેય બાજુથી ગ્રહણ કરવું તે. પાતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિવાય વિશ્વનાં અન્ય પદાર્થોને અને વિભાવ ભાવોને ગ્રહણ કરવાની આસક્તિ થવી, જેથી તેમાં થતો મમત્ત્વભાવ એટલે કે મમતા-મૂછ ભાવ - તે પરિગ્રહ છે. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છેઃ- એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના હોય છે (આમ્નાય ભેદે નવ પ્રકારના પણ ગણાય છે) - ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, કપડાં, અને વાસણ. જીવોમાં રહેલી ચાર સંજ્ઞાઓ જેવી કે આહાર, ભય, મૈથુન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org