________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
અને પરિગ્રહ તેમાંની આ પરિગ્રહ સંજ્ઞા ક્રમથી સૌથી છેલ્લી સંજ્ઞા છે. તે જ સર્વ પાપનું મૂળ છે, અને પાપનો બાપ છે. મૂછ પરિપ્રદ્દ (તત્વાર્થ સૂત્ર ૭/૧૭) આને લોભ કષાય પણ કહેવાય છે. જે છેક દસમાં ગુણસ્થાનને અંતે ક્ષય પામે છે. આ કષાયનો અંત થતાં જ જીવ પૂર્ણ વીતરાગી બને છે. (૨) પંચ મહાવ્રતઃ મુનિ દશામાં પળાતાં પાંચ મહાવ્રતો એટલે કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આમાં અહિંસા મુખ્ય મહાવ્રત છે, બાકીના ચાર મહાવ્રતો તેના પોષક છે. એટલે જ વીતરાગ દર્શનમાં “મદિ પરમો ધર્મઃ” એટલે કે અહિંસા તે મુખ્ય ધર્મ છે એમ મનાય છે. વીતરાગ દર્શન ત્રણ પાયા ઉપર મુખ્યત્વે આધારિત છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. (૩) સંથારો : આ વ્રતને શ્રાવકનું તેરમું વ્રત પણ કહે છે. આને સલ્લેખના વ્રત પણ કહેવાય છે. શ્રાવક કે મુનિને પોતાના જીવનમાં પ્રતિકારરહિત એવા ઉપસર્ગ આવી પડતાં, અસહ્ય દુષ્કાળ પડતાં, વૃધ્ધત્ત્વ આવતાં અથવા અસાધ્ય રોગ આવી પડતા ઈત્યાદિ, જેવાં કોઈ ખાસ કારણોને લીધે એમ લાગે કે જિંદગી હવે લાંબી ટકી શકે એમ નથી અને મૃત્યુ એકદમ નજીક હોય એવું લાગે છે ત્યારે, સમાધિપૂર્વક એટલે કે શાંતભાવથી પ્રાણ છૂટે તેવો તે સંકલ્પ કરે છે, અને સંથારા વ્રતને વિધિપૂર્વક અંગીકાર કરે છે. આ વ્રત દરમ્યાન તે જીવની યોગ્ય દ્રઢતા અને સ્થિરતા જળવાય તે માટે વિદ્યમાન પ્રત્યક્ષ સત્પરુષ કે જ્ઞાની સાધુની નિશ્રા અનિવાર્ય રહે છે. સાધક, જીવનના અંત સુધી દ્રષ્ટિમાં ભાવોની શુદ્ધિ રાખી, દેહ અને પરિવારાદિ ઉપરથી મમતાનો ત્યાગ કરી, અનુક્રમે ઔષધ, આહાર તથા જળાદિનો ત્યાગ કરી આલોચના કરતાં કરતાં શાંતિથી દેહનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org