________________
૭
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
પરિત્યાગ કરે છે. આ પ્રમાણેના દેહવિલયને અપેક્ષાએ સમાધિમરણ અથવા સુગતિમરણ પણ કહે છે.
આમ સાધક પરપદાર્થો ઉપરના મમત્વનો અંતરથી ત્યાગ કરી, આત્મજ્ઞાન ઉપાર્જન કરી, ભાવલિંગી મુનિપણું ગ્રહણ કરી, જીવનના અંત સમયે આલોચના કરતા કરતા સલ્લેખનાનું તપ ગ્રહણ કરી, સમાધિપૂર્વક દેહત્યાગ કરવાની ભાવના ભાવે છે. આ કાળે આ ક્ષેત્રે આટલી જ સાધના શક્ય છે કારણ કે સાતમા ગુણસ્થાનથી આગળ જઈ શકાતું નથી. ખરેખર આજ ધર્મનો સાર છે. ૨૧. ગણ મનોરથનું ફળ:--
તીન મનોરથ એ કહ્યાં, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન. ૨૧.
સાધક અનંત અવ્યાબાધ સુખની ઈચ્છા રાખતો હોવાથી ઉપર જણાવેલ ત્રણ પારમાર્થિક મનોરથ સેવવાની નિરંતર ભાવના ભાવે છે. તદનુસાર તે મનની એકાગ્રતા વધારી ધ્યાનયોગની ઉપાસના કરવાનો ઉપયોગપૂર્વક પ્રયત્ન કરે છે. અને પોતાના આશયની પૂર્ણતાને લક્ષ ઉપર જણાવેલ ત્રણ મનોરથને ધ્યાવવાનો નિરંતર ઉદ્યમ કરે છે.
પહેલા મનોરથમાં સાધક એમ ચિતવે છે કે હે જિનેશ્વર! આ બાહ્ય અને અત્યંતર પરિગ્રહ તે વિષય અને કષાયને વધારનારા, જ્ઞાન, દર્શન અને ચારિત્રનો નાશ કરનારા, અઢાર પાપને વધારનારા, દુર્ગતિને દેનારા અને અનંત સંસાર પરિભ્રમણ કરાવનારા છે. તેથી હું પરિગ્રહનો ઉપલક્ષથી તેના આરંભનો પણ ત્યાગવાનો સંકલ્પ કરું છું.
બીજા મનોરથમાં સાધક એમ ચિતવે છે કે, હે જિનેશ્વર દેવ! ગૃહવાસનો, સંસારનો અને અઢારેય પાપસ્થાનકોનો ત્યાગ કરી દ્રવ્ય Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org