________________
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
૭૧
ભાવકર્મના ચક્રમાં ફસાયેલો સાધક, અહીં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરે છે કે, હે કરુણાના ભંડાર સર્વજ્ઞ દેવ! કૃપા કરીને મને આ કર્મબંધનના કઠણ ચક્રમાંથી છોડાવો. મને એવી પ્રજ્ઞા છીણી આપો કે જેથી મારામાં અનાદિ કાળથી રહેલી આ મિથ્યાત્વ મોહનીય કર્મની નિબિડ ગ્રંથિ હું ભેદજ્ઞાન દ્વારા તોડી, મારા સ્વરૂપ વિશેની ભ્રાંતિ દૂર કરી, યથાયોગ્ય ચારિત્ર ગ્રહણ કરી, મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પામું. સાધકને હવે વીતરાગ દેવ પ્રત્યે નિશ્ચલ પ્રીતિ અને પ્રતીતિ ઉત્પન્ન થઈ છે, જે સંવેગનો એક અંશ છે. આમ તે પોતામાં રહેલી મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્કરૂપી ચારિત્ર મોહનીયની ગ્રંથીઓનો અત્યંત નાશ કરવાની ભાવના ભાવે છે. “આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.” (વ.પૃ. ૫૭૦) આ વ્યવહાર સમકિત અંતે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ શુદ્ધ સમક્તિનું કારણ બને છે. ૧૬. સાધકની પ્રાર્થના અને ક્ષમાયાચના:--
પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર, ૧૬.
હે પતિતોના ઉદ્ધારક કૃપાનાથ ભગવાન! આપ તો એવી ખ્યાતિ ધરાવો છે કે આપના સાચા ભક્તને ભ્રષ્ટ થયેલાં માર્ગમાંથી પાછો વાળી સન્માર્ગે ચઢાવી, તેનો પારમાર્થિક ઉદ્ધાર કરો છો. અત્યારે હું આપને શરણે આવ્યો છું અને પ્રાર્થના કરું છું કે આપના તે યશ-ગૌરવ-પદનો ખ્યાલ કરી મને તે સત્ય માર્ગે ચઢાવો. મેં અજ્ઞાનવશ પૂર્વે અનેક પારમાર્થિક ભૂલો કરી છે અને અત્યારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org