________________
૬૬
બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ
૧૦. મિથ્યા શ્રદ્ધાની આલોચના --
દેવ ગુરુ ધર્મ સૂત્રમે, નવ તત્ત્વાદિક જોય; અધિક ઓછા જે સ્થા, મિથ્યા દુક્ત મોય. ૧૦.
સાધક અહીં સદૈવ, ગુરુ, સધર્મ કે સત્ શાસ્ત્રથી પ્રતિપાદિત નવ તત્ત્વાદિ સૂત્રોમાં કોઈપણ પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા જાણતા કે અજાણતા પોતાથી થઈ ગઈ હોય તો તેની ભગવાન સમક્ષ અંતરના ઉગારથી આલોચના કરે છે. કારણ કે આ અનંતાનુબંધી કષાય છે, જે અનંત સંસારનું કારણ બને છે.
સત્યેવ, સદ્ગુરુ અને સતધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસદ્દગુરુ, તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે,” (વ. પૃ. ૪૭૨). ઘણીવાર જીવ મતિની ન્યૂનતાથી અને મોહનીય કર્મના ઉદયથી એકાંત મતાગ્રહમાં તણાઈ જાય છે. તેથી સદૈવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રથી પ્રતિપાદિત સૂત્રો કે જેમાં ઘણો સૂક્ષ્મ સાર ગર્ભિત હોય; અક્ષર થોડા હોય અને અર્થ સર્વવ્યાપક હોય જેવાકે, નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ પદ આદિ વિષયોના સૂત્રોનું, પોતાની મતિ કલ્પનાથી અર્થઘટન કરે છે અને અન્ય સાથે ખોટા વાદવિવાદ અને ખંડન-મંડનમાં પડી જાય છે. પરિણામે સંઘર્ષ થતાં કષાય જન્મે છે, અને પોતાના જ આત્માને અનર્થદંડ કરે છે. ખરેખર તો સૂત્રાદિના અર્થો ગુરુગમથી જ સમજવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org