________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંaas
પ૭
8. શ્રી બૃહદ્ - આલોચના - વિવેચન
(શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત) લિાત્મા = ૧
મંગળાચરણ ૧. ઈષ્ટદેવ વંદના:
સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; " ઈષ્ટ દેવ વંદું સદા, ભયભંજન ભગવંત. ૧.
આ દોહરામાં સિદ્ધ ભગવાનને પ્રથમ નમસ્કાર કર્યા છે અને પછી અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે. કારણ કે સાધકનું ચરમ ગંતવ્ય સ્થાન તે પંચમ ગતિ-સિદ્ધ ગતિ છે. કેવું છે તે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ?
જેઓ ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પામ્યા છે; જેમનો સર્વ દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મનો સર્વથા નાશ થયો છે, જેથી તેઓ અશરીરી થયા છે; જેઓ લોકાગ્રે સ્થિત છે; ચરમ શરીરથી કિંચિત્ જૂન પુરુષ આકારવત્ જેમના આત્મપ્રદેશનો આકાર છે; ચાર મુખ્ય ઘાતિ કર્મો-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનો અત્યંત નાશ થવાથી જેમનામાં અનુક્રમે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય નામના આત્મિક ગુણો તથા ચાર મુખ્ય અઘાતિ કર્મો- નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીયનો સંબંધ સર્વથા દૂર થવાથી જેમનામાં અનુક્રમે અમૂર્તિકત્ત્વ(સૂક્ષ્મત્વ), અગુરુલઘુત્ત્વ, અવગાહનત્ત્વ અને અવ્યાબાધત્ત્વ નામના આત્મિક ગુણો
પ્રગટ્યાં છે. આમ સિદ્ધ ભગવાનના મૂળ આઠ ગુણો છે. એવા શ્રી Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org