________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
પ્રકરણ ૨ જી.
૧૯
અગાળાની હકીકત. ૧. મુલકી વેપાર, ૧૯૫૭-૬૫
અઢારમા સૈકામાં જેમ દુનિયાના ખીજા ભાગામાં હતું તેમ આપણે ત્યાં પણ એક ઠેકાણેથી બીજે ઠેકાણે માલ લાવવા લઇ જવામાં ચીલાવે આપવા પડતા. પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ પોતાના માલ ચીલાવેરામાંથી મુકત કરવાનું પૂરમાન મેળવ્યું હતું. યુરેાપમાંથી જે માલ તે આયાત કરતી અને અહીંથી નિકાસ કરવા જે માલ તે લેતી તેના ઉપર ચીલાવેરા લેવામાં આવતા નહિ. જકાતની ચેાકીએ ઇંગ્રેજ પ્રેસિડન્ટ અથવા કારખાનાના વડાના હાથદસ્કત બતાવ્યા એટલે કમ્પનીનેા માલ સર્વે તરેહના વેરામાંથી મુક્ત થતા.
૧૭૫૭ માં પ્લાશીના યુદ્ધમાં વિજય પામ્યાથી બંગાળામાં ઈંગ્રેજી પ્રજાની આબરૂ વધી; અને કમ્પનીના નાકરો હવે પેાતાને ખાનગી જોખમે કેટલોક વેપાર કરવા લાગ્યા. જે લાભ કમ્પનીના માલને મળતા તેજ લાભ કમ્પનીના નાકરા પેાતાના ખાનગી વેપારને માટે પણ લેવાનું મન કરવા લાગ્યા. બંગા ળાના નવાબેાએ કમ્પનીના આમદાની રવાનગી વેપારવેરા લીધા વિના ચલાવવા દેવાનું કબુલ કર્યું હતું; પણુ કમ્પનીના તકરાએ તે હુક પેાતાના ખાનગી વેપારને પણ લાગુ પાડયા, અને બંગાળાના એક ભાગમાંથી બીજા ભાગમાં જે માલ તેઓ લઇ જાય તે પણ વેરા વગર લઇ જવાના દાવા કર્યાં.
૧૭૫૭ માં કલાઇવે મીરાને બગાળાને નવાબ બનાવ્યો. મીર જાપુર નાલાયક રાજા નીવડયા. અને બ્રિટિશની સાથેના કાલકરાર પાળી શક્યા નહિ; એટલે ૧૭૬૦ માં તેને પદભ્રષ્ટ કર્યો અને મીર કાસમને નવાબ બનાવ્યો.