________________
|
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
સં. ૨૦૧૪માં રાજનગર મુકામે શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીના શુભપ્રયાસથી તિથિનિર્ણય અંગે ૪૦૦૦ સાધુએનુ શ્રમણસંમેલન થયેલ. તેમાં નવા મતી આચાર્ય, તેમના મતમાં સદંતર જુઠા હોવાનું તેમજ તે મતને કેઈપણ શાસ્ત્રને કે આચરણને ટેકો નહિ હોવાનું દેડી પીટીને જાહેર કરેલ આ શ્રમણ સંમેલનમાં જે શાસનપક્ષ, વિજયી બન્યો અને સંમેલન સફલ થયું તે પૂ૦ ચરિત્રનાયકશ્રીની કુશાગ્રબુદ્ધિને જ આભારી હતું. સં. ૨૦૧૫ની સાલમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજે ચાણસમા મુકામે મહાવદિ ૧૩ ગુરુવારે ગણિપદા આપેલ. શ્રી અષ્ટાદિકામહોત્સવ કરેલ. સં. ૨૦૨૨માં પાલીતાણામાં પૂ. ગચ્છનાયક આ.મ. શ્રી માણિકપસાગરસૂરીશ્વરજીમહારાજે મહાવાદિ શનિવારના શુભદિને પૂ. ચરિત્રનાયકશ્રી આદિ ત્રણ પૂજને ઉપાધ્યાયપદથી વિભૂષિત કરેલ.
પૂ. ઉપાધ્યાય પ્રવરશ્રી હંસસાગરજી મ. શ્રીને છેલ્લા ત્રણ વર્ષથી હાટડીસીઝનું દર્દ હોવા છતાંય પૂ. મહોપાધ્યાયશ્રીએ શાસનસંરક્ષણની તમન્ના અને તન્મયતાને લઈને દેહની સુશ્રષાને મહત્વ બહુ નહિ આપતાં રાહત પૂરતું ઔષોનું સેવન રાખેલ. આ ત્રણ વર્ષમાં રાજકોટના સિદ્ધહસ્ત લેખક વિદ્યરાજ મોહનલાલ ચુનીલાલ ધામીએ તેમજ તેમના સુપુત્ર વૈદ્યરત્ન સૌરીન્દ્રકુમારભાઈ એ કિંમતી અને ઉંચી માત્રાઓ પદરની વાપરીને ખડેપગે પૂજ્યશ્રીની સેવા કરેલ પરંતુ સતત પરિ. શ્રમના કારણે સં. ૨૦૨૯ના તલાજાતીર્થના અંતિમ ચાતુર્માસમાં જોરદાર હલ્લો આવેલ!
શ્રી ચતુર્વિધ સંઘના પ્રબલ પુણ્યોદયે આયુષ્યબલી પૂ. ઉપાધ્યાયશ્રી ડો. સાપરી આ, ડો. પટવારી, ડો. મહેશભાઈ, ડે. વિનોદરાય આદિ બાહોશ ડોકટરોની સતત કાળજીભરી ટ્રીટમેન્ટથી તેમાંથી બચી ગયા! અને યોગ્ય ઔષધોપચારોથી તબિઅત ધીરેધીરે સુધારા ઉપર આવવા લાગી. તલાજા તથા મહુવા શ્રી સંઘના આગેવાને ચાતુર્માસભર પૂ. ઉપાધ્યાયશ્રીની સેવામાં ખડે પગે રહેલા. પૂજ્યશ્રીની તબિઅત સુધારાની આનંદમય પરિસ્થિતિમાં વધુ વૃદ્ધિ થાય તે ચાતુર્માસ બાદ તલાજાના આંગણે અનુપમ પ્રસંગ બન્યો ! અને તે-પૂજ્યશ્રીની આચાર્ય પદવીનો !
તે એવી રીતે કે-સુરતથી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞા લઈને આગેવાન આવેલા શ્રાવકોએ તલાજા સંઘના આગેવાનોને પૂજ્યશ્રીની હામેજ એકત્રિત કરી જણાવ્યું કે-“તન મનના ભેગે જેઓએ આજીવન શાસનની સેવા કરી અને શાસનની સામાચારીનું સુવિશુદ્ધ રક્ષણ કરેલ છે તે પૂજય ઉપાધ્યાયશ્રીને માગશર સુદ ૨ ના સુપ્રભાતે આચાર્ય પદે સ્થાપવાની પૂ. ગચ્છાધિપતિની જોરદાર આજ્ઞા છે.” આગેવાનની આ વાત સાંભળતાં જ જેમનો આનંદસાગર હીલોળે ચહેલ છે તે તલાજા શ્રી જૈનસંઘે, પદવી અંગેની નિરીહતાવાળા પૂજ્યશ્રીની આનાકાની ઉપર કે અનિરછા ઉપર જરાય ધ્યાન દીધા સિવાય જય બોલાવી તે આજ્ઞાને મસ્તકે ચડાવેલ! અને ઋષિમંડલ મહાપૂજન પૂર્વકના અબ્રાહ્નિકામમહોત્સવ સાથે ધામધૂમથી બેન્ડના સરદાપૂર્વક હજારોની મેદની વચ્ચે પૂ. ગચ્છાધિપતિના સૂરિમંત્રમંત્રિત વાસક્ષેપથી પદવીરોના હાથે પૂજ્યશ્રીને આચાર્ય પદથી અલંકૃત કરેલ.
તબિઅત દિનપ્રતિદિન સુધરતી જોઈને ડોકએ ડોળીમાં વિહાર કરવાની છૂટ આપતાં પૂ. આચાર્ય દેવશ્રી ફાગગુમાસમાં ઠલી આ શ્રી જિનમંદિરની ભમતીના તથા ગતવર્ષે જ પોતાની દેખરેખતળે રૂા. એક લાખના ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય શાસનકંટકો દ્વારા જ્ઞાનમંદિર તથા તથા જ્ઞાનવિલાસના અવશિષ્ટ રહેલા કાર્યોની પૂર્ણાહુતિ અર્થે પિતાની જન્મભૂમિમાં પધાર્યા. આચાર્ય પદારૂઢ થયા બાદ પ્રથમ જ પૂનિત પગલાં જન્મભૂમિમાં થતાં હોઈ ઠવી આ શ્રી જનસંધનો ઉલ્લાસ અવર્ણનીય હતો અને સામયું અભૂતપૂર્વ હતું. અહિં પધાર્યા બાદ તે અવશિષ્ટ કાર્યોની શરૂઆત કરાવેલ. અને આચાર્યદેવશ્રી પોતે જ્ઞાનમંદિરમાં પધારી સલાહસૂચન પણ આપતા !
અહીંની એક માસની સ્થિરતા દરમીયાન પૂ.આ. દેવશ્રીની તબિયત નજરે નીહાળનારને નખમાંય રોગ હોવાની સંભાવના થાય નહિ એવી પૂર્ણ સ્વસ્થતામય સ્થિતિમાં આચાર્યદેવશ્રી હતા ! તેવામાં છેલ્લાં ૫-૬ દિવસથી હાર્ટના શ્વાસની ઉપાધિ શરૂ થઈ! સુજાણ ડોકટર પણ ભાવિના ભૂલાવ્યા ભૂલમાં પડયા! સતત ઉપાયે ચાલુ કરવા છતાં શ્વાસનો વ્યાધિ વધતો ચાલ્યો તેમ તેમ પૂ. આચાર્યદેવશ્રી પણ આત્મધ્યાનમાં વધુ દત્તચિત્ત બન્યા. ચત્ર શુદિ ૧૩ની તે આ ગંભીર વ્યાધિમાં પણ સહુની સાથે સ્વસ્થતા વાતો કરતો અને પૂર્ણ સપ્રાથિમાં ઝીલતો પૂ.આચાર્યદેવેશ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org