________________
(GGGGGGGGGGGGGGGGөө
નામો લઈને પ્રકાશકોએ ધન્યવાદ આપ્યો છે હું પણ તેઓ દરેકને અને તે સિવાય પણ જેઓના નામ ધ્યાનમાં રહી શક્યા નથી તેઓ સહુને તથા જેઓએ કાંઈ ખારા-મીઠાં અનુભવ કરાવ્યા છે તેઓને પણ હૃદયપૂર્વકના આશિષ આપું છું. અને "આત્માથી પરમાત્મા” થવાના શુભ લક્ષ્યથી મારી આ સંપાદન યાત્રા સાથે તેઓની પણ સહકાર; સદ્ભાવ અને શુભઆશિષની વિશુદ્ધ આચરણાઓએ તેઓને પણ આત્માથી પરમાત્મા બનાવે.
ગ્રંથ સંપાદન યાત્રા પૂર્ણ કરતાં પહેલા માનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. ગુણાકરસૂરિજી મહોપાધ્યાય, મેઘવિજયજી ગણિવર, પૂ. કનકકુશલ ગણિ તથા વિદ્વાન ઉપાધ્યાય સિદ્ધિચંદ્રવિજયજી જેવા મહાન ભક્તામર સ્તોત્રના ટીકાકારના ચરણોમાં વિનમ્રતાપૂર્વક વંદન કરું છું. આ ગ્રંથોમાં જે પણ શ્રેષ્ઠ છે ! દિવ્ય-ભવ્ય છે તે તેઓની જ કૃતિઓનું પરિણામ છે !... જૈન ધર્મના જયનાદ જગવતા આ ભક્તામર સ્તોત્ર અંગે અનેક ધર્મપ્રેમીઓએ દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપંથી. દરેક વિદ્વાનો ભાવુકોએ અથાક પરિશ્રમથી અનેક કૃતિઓની રચના કરી છે. આ તમામના વીતરાગ માર્ગાભિમુખ પ્રયત્નોની પુનઃ પુનઃ અનુમોદના કરું છું.
મુનિરાજ નંદિયશવિજયજીએ તથા સા.વર્યા વાચંયમાશ્રીજી (બેન મ.સા.) એ બહુમૂલ્ય ગ્રંથ માટે દાન ધારાના પ્રવાહને ઉત્તેજિત કરીને આ કાર્યને શક્ય બનાવ્યું છે તે માટે મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે.
શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘનું ઉદારદાન અને ગ્રંથ પ્રકાશન માટે સતત ઝંખતા ત્યાંના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ, શ્રી બિપિનભાઈ અને શ્રી હિંમતભાઈ અને તેમજ દાનવીર શ્રી મહેન્દ્રભાઈ ભિમાણી પરિવાર અને શ્રી હર્ષદભાઈ પરિવાર, શ્રી રસિકલાલ ચુનીલાલ કાપડીઆ પરિવાર, શ્રી નાનકચંદ મોતીચંદ શાહ પરિવારે તો ખૂબજ સુંદર કર્મ નિર્જરા સાધી શ્રુતભક્તિ કરી છે.
છેવટે... આ ગ્રંથનું કાર્ય આજે મૈસુરમાં પૂર્ણ થવા આવ્યું છે. બેંગલોર ચીકપેઠમાં શ્રી ઋષભદેવ ભગવાનના જન્મદિને આ ગ્રંથને શ્રી આદિનાથ પ્રભુના ચરણમાં સમર્પિત કરી દેવસમર્પણ કરવામાં આવ્યું હતું. બસવનગુડી શ્રી વિમલનાથ જૈન મંદિર તથા જિનકુશલસૂરિ દાદાવાડીના ભવ્ય ભૂમિપૂજન અને ખાતમુહૂર્તના મંગલ દિવસ જેઠ સુદ-૩, તા.૮-૬-૯૭ તથા પૂ. ગુરુભગવંતના દીક્ષા દિને આ ગ્રંથનું અનુપમ ઉત્સાહ સહિત "ગુરુ સમર્પણ” કરવામાં આવશે. અને જે ધન્ય નગરી મદ્રાસમાં ગુરુભગવંતે આ ભક્તામરની સમુહ આરાધનાનો આરંભ કર્યો હતો એ જ નગરી મદ્રાસમાં આ ગ્રંથનું ઉદ્ઘાટન થઈને ગ્રંથની "લોકાર્પણ” વિધિ થશે.
આમ એક કાર્યની પૂર્ણાહુતિ થશે. પણ આ પૂર્ણાહુતિ અનેક અભિનવ કાર્યનું બીજ બનીને જ રહેશે...
વિશેષ વિગતોનું આલેખન "શ્રી ભક્તામર સર્વસ્વ" ગ્રંથમાં થશે.
સમસ્ત ગ્રંથમાં જાણે કે અજાણે વીતરાગ માર્ગથી વિરૂદ્ધ લખાયું હોય તો "મિચ્છામ્િ દુક્કડમ્”
વીશ વિહારમાન
જિન જન્મકલ્યાણકદિન
તથા સ્વજન્મદિન
ચૈત્ર વદ-૧૦,
વિ.સં. ૨૦૫૩ મહાવીર ભુવન, મૈસુર (કર્ણાટક)
લબ્ધિ-વિક્રમ ગુરુ ચરણ રેણુ दिनक राभ्यशर३रि
GET TH
For Private & Personal Use Only
Jain Education International 2010_04 Ed
Goooo
GOOGOGO
www.jainelibrary.org