________________
થાય છે ત્યારે ભાગવતી ભક્તિનું મંગલ સ્વરૂપ દ્રશ્યમાન થાય છે. જેના હૃદયમાં ભક્તિનો જુવાળ પ્રગટ થયો છે, તેનામાં તો શ્રદ્ધા જાણે શતમુખી થઈને બોલતી હોય એમ લાગે છે. ભક્તિવાળાની શ્રદ્ધા માત્ર શાંત દેવી બનીને બિરાજમાન નથી રહેતી. ભક્તિરૂપે વ્યક્ત થતી શ્રદ્ધા દેવી સહસ્રભુજાવાળી મહાદેવી બને છે. માટે જ શાસ્ત્રકાર કહે છે કે તારી સ્તવના માટે તારી આરાધના માટે મારે ભક્તિને છોડીને બીજી કોઈ શક્તિની અપેક્ષા નથી-“વિગત શક્તિ રપિ પ્રવૃત્તઃ ” એ જયઘોષ, “હું શું કરું...” “મારું કોઈ નથી...'' એવું રોદણું નથી “મારામાં કશું નથી.'' “હમણાં મને નહીં ફાવે?” “એ બધાની વાત જુદી છે, મારું કામ નહીં.' “ “પહેલાંના કાળના લોકોમાં શક્તિ હતી, આજે તો કાળ જ ખરાબ આવ્યો છે, કેવી રીતે આરાધના થાય ?'' આવી ન્હાનાબાજી ભક્તામરનો આ શ્લોક વાંચનાર અને સમજનાર તો ન જ કરી શકે આસ્થાની ઝળહળતી જ્યોતિનું દર્શન એમણે આપેલા દ્રષ્ટાંતમાં થાય છે. પેલી મૃગલી ! નિર્દોષ-નિર્લેપ-નિરાધાર મૃગલી ! પણ કેવો ચમત્કાર સર્જે છે !!! એ મારે છે, છલાંગ; સિંહની સામે. જંગલમાં જઈને આવું દ્રશ્ય જોવાનો મોકો મળે એ તો ધન્ય થઈ જાય. પણ માનતુંગસૂરિ મહારાજની આ આહલેક પણ ઓછી ઉતરે તેમ નથી. તમે આ શ્લોકના મર્મનો વિચાર કરશો તો હૈયું હિલોળે ચડશે. ઓ આરાધના કરનાર તું કોનાથી ડરે છે ? મોત થી...? અરે, મૂર્ખ ! મોત થી તો... જંગલની એક મૃગલી પણ નથી ડરતી ! ઓ આરાધક ! સમજ, જરાક સમજ... આત્મવિશ્વાસ વિનાનું અસ્તિત્વ એ જડતાનો- અચૈતન્યનો આવિષ્કાર છે. જે આરાધક આસ્થાળુ હોય તો મોતથી ડરે જ નહિ, અને મોતથી જેને ડર નથી તેને કોનાથી ડરવાનું છે ? જીવનનો લાલચુ કે આરાધનાઓ છોડીને પણ જીવવા માટે જ વલખાં મારતો માનવી તો આ ભૂમિ માટે ભાર રૂપ છે. બાકી મરણના ડરને જીતી ગયેલો એક મરદ-એક મરણિયો હજાર ને ભારે પડે છે. ગમે તેવા દુષ્કર કાર્ય મરણના ભયને જીતનારો કરી શકે છે. માનતુંગસૂરિજી મહારાજે ભક્તામર સ્તોત્રના બીજા જ શબ્દ રૂપે “અમર' શબ્દનો પ્રયોગ કર્યો છે. પણ અમરતાનું રહસ્ય આ શ્લોક પાંચમામાં બતાવ્યું છે. મરણના ડરને મારી નાંખે તે જ અમર. મરણના ડરથી પર થયેલાને બાકીના છ ભયો કશું જ કરી શકતા નથી. આથી જ સમજવું કે આરાધક આસ્થાળુ હોય છે. અર્થાતું અભય હોય છે, નિર્ભય હોય છે. જીવનમાં આસ્થા-ભક્તિ રૂપે અને ભક્તિ અભય રૂપે પ્રગટે છે ત્યારે આરાધના અમૃતમયી બની જાય છે. ગ્રીસનો સોક્રેટીસ હોય કે રાજસ્થાનની ભક્ત રમણી મીરા હોય-ઝેરના પ્યાલાને ગટગટાવી જવાની અનંત અભયમયતાએ એમની આરાધનાને અમૃતમયી બનાવી છે. અજયપાલના પડકારનો આચાર્ય રામચંદ્રને કયો ભય લાગ્યો હતો ? અને ભોજરાજાના ફરમાન કયાં માનતુંગસૂરિ મ.ને ફફડાવી શક્યા હતા ? આરાધકમાં રહેલી આસ્થા અભય રૂપે પ્રગટવી જોઈએ.
જેને કોઈ ડર નથી હોતો તેને કોઈની પરવાહ પણ નથી હોતી. જેને કોઈની પરવાહ નથી હોતી તેને કોઈનું મમત્વ પણ નથી હોતું. આમ આસ્થાનો વિકાસ-ભક્તિ-અભય-અપરવાહ અને અ-મમત્વ રૂપે પ્રગટે છે. આખરે આ જ અ-ભય, અમમત્વ, અનુ+અહં સુધી પહોંચાડે છે. અનુ+અહં જ અનંતમયી સદા ઊર્ધ્વ સ્થિત “ર” ની ઊર્ધ્વ માત્રાનું અહં પર અવતરણ કરાવે છે. અને અહં માં અનાદિ કાળથી અટવાતો આત્મા અનંતકાળ સુધી અહં બની જાય છે. આરાધક હવે જરૂર સમજશે કે આરાધ્યમાં આસ્થા એ ક્રમે ક્રમે અનેરી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.
૦ શ્રી ભક્તામર-એક માન્ય ક્રમ
ભક્તામરના આરાધકે અનંત સિદ્ધિના બીજભૂત આસ્થાની અખંડતાને જાળવી રાખવાની છે. આવી આસ્થાથી ભક્તામરની આરાધના થવી જરૂરી છે. વિચારક પુરૂષોએ ભક્તામર સ્તોત્રની ગણત્રી આપણે ત્યાં નવસ્મરણમાં કરી છે. સામાન્ય રીતે પંચપ્રતિક્રમણના અભ્યાસ પછી નવસ્મરણનો અભ્યાસ થાય છે. એટલે ભક્તામરના આરાધકે ! સૂત્રોનો પરિચય તથા અર્થ-ભાવાર્થને આત્મસાત્ કરવા જ જોઈએ. નવસ્મરણના ક્રમને પણ ધ્યાનમાં રાખીએ તો ભક્તામરનો ક્રમ સાતમો આવે છે. નવકાર-ઉવસગ્ગહર-સંતિક-તિજયપહત્ત-નમિઊણ-અજિતશાંતિ-ભક્તામર-કલ્યાણમંદિર અને બૃહદ્ શાંતિ. આમ નવસ્મરણો ગણાય છે. ભાષાની દૃષ્ટિએ પૃથક્કરણ કરીએ તો સમજાય છે કે સંસ્કૃત ભાષાના સ્મરણોમાં ભક્તામર સ્તોત્રનું સ્થાન પ્રથમ છે. તેની પૂર્વેના છ યે સ્મરણો અર્ધમાગધી કે પ્રાકૃત ભાષામાં છે. આમ ભક્તામરનો ક્રમપ્રાપ્ત અભ્યાસ કરીને આરાધના કરનારે આગળનો અભ્યાસ કરવો જરૂરી છે. કદાચિત્ આગળના બધા જ સૂત્રો કંઠસ્થ ન થયા હોય કે ન કરી શકાયા હોય કે કંઠસ્થ કરવા માટેનો સમય ન કાઢી શકાય તેમ હોય તો પણ એ સમસ્ત તરફ આદર રાખી સામાન્યથી તેના ભાવાર્થને અંતરમાં ઉતારવા જોઈએ. આમ એક સંકેત તારવી શકાય છે કે
( ૨૯૨
આરાધના-દર્શનYYYY
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org