________________
૧૪ ઉપરના બંને કલ્પોનું સંદોહન કરતાં ભગવાન આદિનાથ અને માતાજી ચક્રેશ્વરી બંનેયની પ્રતિમા આરાધકે સ્થાપવી તેવું
ફલિત થાય છે. તેવું યોગ્ય લાગે છે. છતાંય એવી અનુકૂલતા ન થાય તો કલ્પ પ્રમાણે માત્ર ચક્રેશ્વરી માતાની પ્રતિમા પધરાવવાનો પણ ખ્યાલ રાખવો. કલ્પકારો અને ભક્તામર સંબંધિત ચમત્કાર કથાઓથી તો ચક્રેશ્વરી દેવી આ સ્તોત્રની મહાનું અધિષ્ઠાયિકા છે એ વાત સિદ્ધ થાય છે
૧૫ અષ્ટગંધ તરીકે આ દ્રવ્યોના નામો પણ પ્રસિદ્ધ છે : ચંદન, અગર, દેવદાર, કોલિંજન, કુસુમ, શૈલજ, જટામાંસી,
ગોરોચન-આ દ્રવ્યોથી પૂજા કરવાનો તથા ચક્રેશ્વરી માતાની અષ્ટપ્રકારી પૂજાનો પણ ખ્યાલ કરવો. ૧૬ ચક્રેશ્વરી દેવીના વિશેષ પૂજન કે સામગ્રીના ઉલ્લેખો ઉપલબ્ધ નથી. તેથી સુંદર ફળ-નૈવેદ્ય આદિથી જ અષ્ટપ્રકારી પૂજા
કરી લેવી.
૧૭ લોકપાલની (પણ પાંચની ગણત્રી છે. સોમ-યમ-વરુણ-વેરામણ વાસવ પણ ચારની ગણત્રીથી પણ ચાલી શકે તેમ લાગે
છે.) તેઓની પણ ફળ-નૈવેદ્યાદિકથી સુંદર પૂજા કરવી જોઈએ.
૧૮-૧૯ આંબાની પાટલી લોઢાની ખીલીથી રહિત બનાવવાની હોય છે. આના બદલે ભોજ પત્રમાં પણ યંત્ર લખી શકાય છે.
અષ્ટગંધથી ચાંદીના પતરા પર લખેલા યંત્ર બહુ લાંબો કાળ રહેવાનો સંભવ લાગતો નથી, તેથી આંબાની પાટલી પર યંત્ર રાખવું. પણ આંબાની પાટલી રવિ-પુષ્ય નક્ષત્રમાં જ બનાવેલી હોવી જોઈએ.
૨૦+૨૧ યંત્રને ઉદ્દેશીને ફળ નૈવેદ્ય વિ. ચઢાવવાથી તેમજ તેની આરતી ઉતારવાથી એક વિશિષ્ટ ભાવના નિર્માણ થાય છે, યંત્ર
પ્રાણવાન બને છે. ૨૨ આ વિધાન પ્રમાણે આરાધકે અષ્ટગંધથી જ તિલક કરવું જોઈએ અને આજ્ઞા ચક્રમાં જાગૃતિ પેદા કરવા પ્રયત્ન કરવો
જોઈએ.
૨૩ પીળી માળા સુતરની પણ ચાલી શકે છે. છતાંય પીળા કેરબાની માળા ખૂબજ ઉત્તમ કહેવાય. અત્યારે નવા કેરબાઓ મળતા ન હોવાથી કોઈએ વાપરેલી માળાઓ આવી જવાનો સંભવ હોવાથી ખાસ સાવધાન રહેવું. ખાસ કરીને
લીયામાં કેરબાની માળા સારી મળે છે. ત્યાં પણ લોકો ગરમીથી બચવા આ માળા પહેરીને પોતાનું રક્ષણ કરતાં હોય છે. માળા ન હોય અને ધ્યાન સારી રીતે રાખી શકાય તેમ હોય તો આંગળીના વેઢા પર પણ જાપ ગણી શકાય છે. આ જાપની સંખ્યા પૂરી કરવા માટે સવાર-બપોર-સાંજનું ત્રણેય વખતનું આયોજન કરવું, જાપ દરમ્યાન મૌન જ રહેવાય તો સારું અને જાપ સિવાયના સમયમાં ધ્યાનમાં રહ્યા કરવું. જો તે પણ શક્ય ન હોય તો મંત્ર અને આરાધનાના ભક્તામરના મહિમાના પુસ્તકોના જ વાંચન કે મનનમાં રહેવું. આરાધના કરનારમાં ભાવોનો વેગ સતત વહ્યા જ કરતો હશે; તો આવી આરાધનાવિધિ જરૂર સફળ થશે.
૨૪ થી ૨૬ મા મુદ્દા સુધીની વાત તુરંત જ સમજાય જાય તેવી છે. ૨૭ મો મુદ્દો ફલશ્રુતિનો છે ! ૨૮ મા મુદામાં બતાવેલ પંચાગ વિધિ તે તે ગ્રંથમાંથી જાણી લેવી યોગ્ય રહેશે. શ્રી સારાભાઈ નવાબવાળા નવસ્મરણના ચોપડામાં ૪૪ અને ૪ એમ મળીને ૪૮ શ્લોકની પંચાંગ વિધિ આપી છે.
પંચાંગ વિધિ એટલે ભકતામરના પ્રત્યેક શ્લોક સંબંધી (૧) ઋદ્ધિ શ્લોક સંબંધી (૨) મંત્ર એ જ મંત્રને સિદ્ધ કરવાની (૩) વિધિ તંત્ર તે ગાથાના સંદર્ભને અનુલક્ષીને બનાવવામાં આવ્યું છે તે તંત્ર તથા (૫) યંત્ર.
પૂર્વના આચાર્યોએ ગાથાઓ સાથે તેને યંત્રાદિને કેવી રીતે જોડ્યા એ આજે પણ સંશોધનનો જ વિષય છે. જિજ્ઞાસુઓ માટે તો આ આખુંય સાહિત્ય સંશોધન સાહિત્ય અને પ્રયોગ સાહિત્ય છે. (કેટલીક વિધિઓ શાસ્ત્ર તરીકે બતાવી હોવા છતાંય તે કદીય કરવા યોગ્ય નથી.) પણ પંચાંગવિધિમાં જે ગાથાના જેટલા જાપ કરવા જણાવ્યું છે તેટલા જાપ રોજ કરવા. સામાન્યથી જાપ સંખ્યા ૧૦૮ ની સમજવી.
(૩૦૬
આરાધના-દર્શન
)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org