________________
માદળિયાને પંચામૃતે પખાળીને ગળાના વિષે ધારણ કરવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે.
૧. વળી આ યંત્રને રૂપાના પતરાં પર અષ્ટગંધથી નિરંતર લખી... ૨. દીપ-ધૂપ-નૈવેદ્ય તથા ફળથી પૂજા કરી..
સફેદ ચમેલીના ફૂલ હંમેશા ચઢાવવાથી નિશ્ચય કરીને મહાબુદ્ધિમાન થવાય છે. આ વિધિ આમ તો સ્પષ્ટ જ છે. શુભ યોગો-તિથિ-વારના ભક્તામરના પાઠ માટે બતાવ્યાં છે, તે પણ ચાલી શકે... તે સિવાયના પણ સિદ્ધિયોગઅમૃતસિદ્ધિ યોગ જેવા યોગોનું ગ્રહણ પંચાંગ વિ. માં જોઈને કરી શકાય છે...
ભોજપત્રમાં આલેખન માટે અષ્ટગંધને શુભ દ્રવ્ય ગણી શકાય છે... દાડમના ઝાડની સળીથી મંત્ર ખૂબજ સારી રીતે લખી શકાતો હોય છે... તેમ છતાં તેવા જાણકારોની પાસે બેસીને કરી શકાય. માદળિયામાં મૂક્યા બાદ તેને બંધ કરવાના વિધિમાં થોડી ઘણી ખામી રહી જાય તો આશાતનાનો સંભવ છે, માટે કાળજીપૂર્વક પંચામૃતથી પ્રક્ષાલ કરવો જોઈએ...
નિરંતર ચાંદીના પતરાં પર યંત્ર લખવાનું કહ્યું છે... તે પણ છ માસ માટે સમજવું જોઈએ... અને એ દરમ્યાન પણ કાવ્ય-ઋદ્ધિ-મંત્રનો જાપ ચાલુ રાખવો જ જોઈએ... સવા લાખની ધારી સંખ્યા કરી શકાય તો ખૂબ જ ઉત્તમ થાય. (આરાધના-સ્થાન વિ. માટે આગળ જણાવેલ કલ્પ પ્રમાણે જ કરવું.)
આમ એકાસણ ક્યારેક (છેવટે ન જ બને તો રાત્રિ ભોજન અને અભક્ષ્ય ત્યાગ તો કરવો જ) છ માસ દરમ્યાન ક્યારેક તો ત્રણ એકાસણાં કરીને (૧૨૫૦) બારસો પચાસ જાપ કરી લેવો જોઈએ... જાપ દરમ્યાન પ્રભુ પૂજા... જીવદયાના કર્તવ્યો... સુપાત્ર દાન... સાધુ-સેવા, જ્ઞાનપૂજન, ગુરુપૂજન આદિ સત્કાર્યો કરવા જોઈએ. ખાસ, તો આ સમય દરમ્યાન કોઈની સાથે તીવ્ર ભાવે વૈર-વિરોધ કે ઝઘડો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું... જીવ માત્રની સાથે મૈત્રી-ભાવ પુષ્ટ કરતાં જવું...
લક્ષ્મી પ્રાપ્તિના સુંદર કથનું માર્ગદર્શન ભક્તામરની ૨૬ મી ગાથા ખૂબ જ પ્રમોદ જનક છે. આ ગાથાનો ભાવ હૃદયની ઊર્મિઓને હેલે ચઢાવે તેવો છે... "તુલ્યું નમઃ” – "તુલ્યું નમઃ” બોલતાં જાણે આપણને ભક્તિ વિવેચનમાંથી વચનમાં અને વચનમાંથી નિર્વચનમાં જઈને શાંત થઈ જતી લાગે છે... આ ગાથાનો મંત્ર તો પૂ.આ. ગુણાકરસૂરિજીની વૃત્તિમાં છે. પણ તેનો આમ્નાય કોઈક અન્ય ટીકામાંથી લેવામાં આવ્યો છે. અહીં આ કલ્પ આખો આલેખીને શક્ય તેવું માર્ગદર્શન રજૂ કર્યું છે...
'ૐ શ્રીં હ્રીં ક્લીં મહાલચ્ચે નમઃ –એ મહામંત્ર છે...
વિધિ
૧. પંચમ નક્ષત્ર (મૃગશીર્ષ) અને ગુરુવાર જે દિવસે હોય તે દિવસે જાપ શરૂ કરવા. ૨. જાપ શરૂ કરતાં પહેલાં જે ઘરમાં અગર જે જગ્યાએ જાપ કરવાં હોય તે જગ્યાની ભીંતોને ધોળાવવી... ૩. જમણી તરફ લક્ષ્મી દેવીની મૂર્તિની સ્થાપના કરવી... ૪. લક્ષ્મીદેવીનું સ્વરૂપ : (G) ચાર હાથ (b) પીળો વર્ણ (C) શરીરના બંને હાથ ઉપર પાણી (મકરંદ) જેમાંથી ટપકતું હોય તેવા કમલના ફૂલ (C) ત્રીજા હાથમાં પાણીનો ભરેલો લોટો, દેવીના ડાબા હાથમાં લોટો... ઉપર શ્રીફળ આદિથી અલંકૃત કળશ જેવો લાગે તેવો (e) ચોથા હાથમાં (નીચેના જમણા હાથમાં) અંકુશ. આ પ્રમાણેના ચાર હાથો બનાવીને (f) જમણી તથા ડાબી બાજુએ હાથીનું રૂપ (g) તે હાથી સૂંઢમાં બે ચાર લઈને (દરેકની સૂંઢમાં એક ચામર) (૧) દેવીની આરતી કરતાં હોય તેવી દેવીની સુંદર મૂર્તિ હસતાં મુખવાળી (1) પીળાં વસ્ત્રને જેણે ઓઢેલું છે તેવી રીતની લક્ષ્મીદેવીની મૂર્તિની જમીનથી એક હાથ ઊંચે સ્થાપના કરવી... (૫) તે મૂર્તિની આગળ એક અગ્નિકુંડ કરવો. (૬) તે અગ્નિકુંડની નજીક એક કાંબલ કટાસણું બિછાવીને બેસવું (૭) સ્નાન કરી (૮) પવિત્ર થઈ (૯) ગુરુની આજ્ઞા લઈ
(૩૦૮
આરાધના-દર્શન
/
/
૪
૪૪૪૪૪૪૪૪)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org