Book Title: Bhaktamara Darshan
Author(s): Rajyashsuri
Publisher: Jain Dharm Fund Pedhi Bharuch

View full book text
Previous | Next

Page 367
________________ ચારે તરફથી ફટ-ફટ તણખાઓ ઊડી રહ્યાં છે, અરે જોતાં તો એમ જ લાગે કે, શાસ્ત્રમાં વાંચેલ આ કલ્પાંત કાળના વાયરાથી વિફરેલા અગ્નિ જેવો જ આ અગ્નિ છે. સારાય જગતને એક જ સાથે કોળિયો કરી જાય તેવો તેનો લપલપાટ છે. અને બરાબર તારા ભક્તની સામેની દિશામાં ધડકાબંધ આગળ વધી રહ્યો છે. પણ તારો એ ભક્ત “આદિદેવ’ કહી તારું નામ યાદ કરે છે. કોણ જાણે આ તારા નામનું જળ કેવું છે કે એક સેકન્ડમાં આ આગ પોતે જ પાણીની જેમ ઠંડી બની જાય છે. ઓ મારા પ્રભુ ! આવી આગમાંથી ઉગરવાનું આવશે ત્યારે હું આપને યાદ કરીશ... પણ અત્યારે તો કહીશ કે બસ, ઈર્ષ્યાની ભયંકર અગનને મારા દિલમાંથી તું શાંત કરી દે. મારા પ્રભુ! તારું નામ હું ત્યાં સુધી નહીં છોડું કે જ્યાં સુધી તું મારી “ઈર્ષાની આગને” નહીં શમાવે. • ગાથા-૩૦ ઓ મારા પ્રભુ! પેલો સાપ તો ફૂંફાડા મારી રહ્યો છે. ધસમસતો સામે આવી રહ્યો છે. ક્રોધથી ધૂવા-પૂવાં થઈ ગયો છે. અને ઝેર તો એના કંઠમાં એવું ઉભરાઈ ગયું છે કે પેલી મદથી ભરેલી કોયલ જેવો કાળો ઘબ તો એનો કંઠ થઈ ગયો છે અને આંખો તો જાણે લાલચોળ બની ગયેલ છે. ભલેને આ સર્પ પોતાની જાતને ઘણો મહાન નાગરાજા માને, પણ પ્રભુ ! જો તારા ભક્તના હૃદયમાં નાગદમની (નાગના મંત્ર) જેવું તારું નામ રટાઈ રહ્યું છે તો પછી તારા ભક્તને શેની ભીતિ ? એ તો બંનેય પગથી તે નાગને જરાય ખચકાયા વગર નિઃશંકપણે ઓળંગી રહ્યો છે. પ્રભુ ! આ સર્પ નાગરાજ તારા ભક્ત પાસે સાપોલિયું બની ગયો છે. ઓ મારા પ્રભુ ! આવા સર્પનો તો મને શો વધુ ડર લાગે ?.. પણ મારા દેવ ! ક્રોધ રૂપ સર્પ ભયંકર છે; સદાય લપલપાટ કરીને કલહ કરનારી તેની જીભને વશમાં રાખજે; ક્ષણવારમાં તપ-જ્ઞાન અને સંયમને ડંખ દઈને જડ બનાવી નાખનાર આ ક્રોધ પર મારા પ્રભુ! કાબુ રખાવજે. તારા નામની નાગદમની (નાગનું ઝેર ઉતારવાનો મંત્ર) હું સદાય રટતો જ રહેવાનો છું. ૯ ગાથા-૩૮ ઓ પ્રભુ! તારા ભક્ત એવા રાજા પર બળવાનમાં બળવાન રાજાનું સૈન્ય ત્રાટક્યું છે; યુદ્ધ આરંભાઈ ગયું છે. પેલું સૈન્ય પણ જેવું તેવું નથી. ઘોડાના હેષારવો અને હાથીની ગર્જનાઓના અવાજોથી સૈન્ય ભયાનક લાગે છે. પણ આ તારો ભક્ત.. નથી તો સમશેર ઉઠાવતો નથી તો સૈન્યને બોલાવતો. એ તો બેઠો છે તારું સ્તવન કરવા, તારું કીર્તન કરવા. અને આશ્વર્ય એ છે કે પેલા દુશ્મનનું આખું સૈન્ય એ જ કીર્તનના પ્રભાવે ઊગતા સૂર્યના કિરણોથી અંધારું ભેદાય તેમ નાસભાગ કરી મૂકે છે. એક સૈનિકને બીજો સૈનિક જોવા ન મલે. એક ઘોડાને બીજો ઘોડો ન દેખાય. એક સાથીને તેનો બીજો સાથી નજરે ન પડે. બધું નાસભાગ થઈ જાય. પ્રભુ ! આ તારો નહીં. તારા ભક્ત કરેલો તારા કીર્તનનો પ્રભાવ. ઓ દેવ ! આવું કલેશરૂપસૈન્ય મારી સાધનાને તીતર-ભીતર કરવા આવે છે. હું તારું નિરંતર કિર્તન કરીશ પણ મારા પ્રભુ ! આ ક્લેશરૂપ યુદ્ધથી મને સદાય બચાવી લેજે. ૦ ગાથા-૩૯ ઓ મારા પ્રભુ ! તું માત્ર દુમનના સૈન્યને અટકાવનારો જ નથી. તું તો દુર્જય એવા શત્રુઓ પર વિજય અપાવે છે. ભલે ને દુશ્મન ભયંકર યુદ્ધ કરે ! યુદ્ધ તો દુશ્મનની સાથે એવું જામે કે ભાલાની અણીઓ ભોંકાતા હાથીઓના મસ્તક પરથી લોહીની નદીઓ વહે અને લોહીની નદીઓને ગણકાર્યા વિના સૈનિકો તેમાં ઝટપટ પ્રવેશ કરી તેને તરી જઈને એકબાજુથી બીજી બાજુ પહોચી જવા બહાવરા બન્યા હોય.. અહો ! આવું ભયંકર યુદ્ધ કેમ ન હોય? પણ. પેલો તારો ભક્ત તારા ચરણ રૂપ કમલ વનમાં આવીને બેઠો છે. એ તો જીતવાનો....જીતવાનો અને જીતવાનો જ છે. પ્રભુ ! મારે કોઈને ય જગતમાં જીતવાની વાત આવે ત્યારે વાત...પણ અત્યારે તો આ કારમાં અને કાતિલ કર્મોએ મારી જોડે યુદ્ધ છેડી દીધું છે. એ યુદ્ધ બંધ કરે તેમ નથી. પણ મને ખાત્રી છે કે વિજય તો તું અપાવીશ જ. વિજય તો તારે અપાવવો જ પડશે. કારણ, હું તારો શરણાશ્રિત છું. ૦ ગાથા-૪૦ ઓ પ્રભુ! તારો ભક્ત મઝધારમાં જહાજ ચલાવી રહ્યો છે, પણ દરિયો તો હેલે ચડયો છે, એવો તો ભયંકર બન્યો છે કે મોટાં મોટાં મગરમચ્છના ટોળાં ને ટોળાં તથા પાઠીન અને પીઠ જેવા મોટા મોટા મલ્યો તેમાં હવે યથેચ્છ મહાલી રહ્યા છે. ભયભીત કરી નાંખે તેવો વડવાગ્નિ આ દરિયામાં પેદા થયેલો.. અગ્નિ પણ તેમાં પ્રગટી ચૂક્યો છે. પેલું જહાજ પણ હવે ઊછળતાં મોજાંઓના શિખર પર ઉછળતું પડું પડું થઈ રહ્યું છે. - આ બધું થયું છે તો ય શું? તારો ભક્ત તો આરામથી આસન જમાવીને તારું સ્મરણ કરે છે. અને ખરેખર પોતાને ધામ પહોંચી જાય છે. પ્રભુ ! આવા તોફાની દરિયાની સેર પર જવાનું ક્યારે થાય તે ખબર નહીં. પણ આ શોકસાગર ક્ષણે ક્ષણે મારી આરાધના સાધનાના જહાજને ડૂબાડવા આવે છે. ઓ દેવ ! તું મારું ધ્યાન રાખજે, મને મારા મોક્ષના-ભવપારના કિનારે લઈ જજે. તારું સ્મરણ તો મારે હવે અજપા જાપ રૂપે કરવું કબૂલ છે. પણ.... મને આ શોકસાગરમાં ન ડૂબાડીશ. (શ્રી સ્તોત્ર સંવેદન દર્શન ૩૧૯ www.jainelibrary.org Jain Education International 2010_04 For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436