________________ પૂજ્ય સંપાદકશ્રીના હદયોદગાર.. * વિજ્ઞાનનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે તે વાત સ્વીકાર્ય છે. લોકોનું બૌદ્ધિક સ્તર પણ ઊચું થતું ગયું છે તે સ્વીકારવું જોઈએ. પણ આ સાથે લોકોની શ્રદ્ધા શ્રી ભક્તામર સ્તોત્ર જેવા મંત્ર-તંત્ર-યંત્રમાં પણ પ્રબળતાથી વધી રહી છે એ પણ એટલી જ સત્ય હકીકત છે. છે જેને જીવમાં શ્રદ્ધા નથી તેને પણ જીવનમાં શ્રદ્ધા છે. મંત્ર જીવનને સફળરૂપે સાંત્વના પૂરૂ પાડતું મહાન શાસ્ત્ર છે. - જે જીવનને ચાહે છે, જેને જીવવું ગમે છે તે બધા આસ્તિક છે. પણ આસ્તિકતામાં આવ્યા બાદ ધર્મના વિવિધ નિયમોને માનવાની પંચાતમાં પડવું તે કરતા નાસ્તિક થઈને રહેવું એવી વૃત્તિ માનવમાં સહજ પેદા થાય છે. આમ, બાહ્ય વ્યવહારોમાં પોતાની નાસ્તિકતાને આચરતો માનવ અંતરમાં કંઈકને કંઈક ઝંખે છે. અંતરનો ખાલીપો એને ખુંચે છે. પોતાનું મન માન્યું, મન ગમતું થઈ શકે કરી શકાય તેવી ઈચ્છા માટે તે સતત સંશોધનશીલ હોય છે. આવી ઝંખના માટે પણ મંત્ર-શક્તિ એ મહાન ઉપાય છે... મોક્ષ માર્ગનો મુસાફરતો મંત્રની મૌલિકતાને માનતો જ હોય છે ! * ભગવાન મહાવીરના નિર્વાણને (2500) પચ્ચીસો વર્ષ પૂર્ણ થતાં જિન શાસનનો ઉદિત ઉદિત પૂજા સત્કાર થશે, તેમ | શાસ્ત્રોમાં કહેવાયું છે... * મંત્ર-સિદ્ધિનો યુગ પુનઃ આવી શકે તેમ છે. * શ્રી ભક્તામર સ્તોત્ર પરની જનજીવનની પ્રચંડ શ્રદ્ધા અને અગાધ આસ્થાથી પ્રેરાઈને હવે વિધિવત્ રીતે "શ્રી ભક્તામર-પીઠ”ના નિર્માણની જરૂર છે. જ્યાં પણ આ પીઠનું નિર્માણ થશે... ત્યાં ભક્તિવાદ, જ્ઞાનવાદ અને મંત્રવાદના અનુપમ રહસ્યો ઝળહળી ઉઠશે... o, વીતરાગીતાની સિદ્ધિ સરલ અને સહજ બનશે... ooo on "જૈન જયતિ શાસનમ્"નો નાદ ગુંજિત થશે... ooo PROF. HERMANN JACOBI, Dr. Phil. and Lit. "Among the almost numberless productions of the ecclesiastical muse Manatunga's Bhaktamara Stotra has held during many centuries, the foremost rank by the unanimous consent of the jainas. And it fully deserves its great popularity by its religious pathos and the beauty of the diction... Manatunga writes in the flowery style of classical sanskrit poetry. Besides being a work of devotion, the Bhaktamara stotra has also the character of a prayer for help in the dangers and trials under which men suffer. It is perhaps this particular trait which greatly endeared the Bhaktamara stotra to the heart of the faithful." Nehaj * Mumba a 8736745 / 893372 www.jainelibrary.org Jain Education International 2010_04 For Private & Personal Use Only