________________
પરિવર્તન થયું મનાય છે. આ જ ગતિ-શક્તિથી શક્તિશાળી લોહચુંબકની ચારે બાજુ તાર ઘૂમતો હોય છે... ત્યારે તેનું વિદ્યુત શક્તિમાં પરિવર્તન થાય છે. આ જ વિજળી... આ જ વિદ્યુત્ત્શક્તિ અનેક પ્રકારનાં કાર્યો સિદ્ધ કરે છે, એ આજના જીવન વ્યવહારની સર્વ સાધારણ વાત બની ગઈ છે. શાસ્ત્રોમાં તો પરમાણુ પરિવર્તનવાદ ખૂબ જ પ્રસિદ્ધ છે. વિજ્ઞાન જેને શક્તિ કહે છે તેને પણ જૈન શાસ્ત્રમાં પુદ્ગલ કહી શકાય છે. આ પુદ્ગલોમાં પણ શાસ્ત્રોએ વૈગ્નસિક પરિણામ માન્યાં છે. પરમાણુઓમાં પણ વીર્ય મનાયું છે. આ બધી વાતો પરમાણુ શક્તિની વાતની જ પુષ્ટિ કરે છે. “શબ્દ” પણ શક્તિ છે અને પોતે પુદ્ગલ હોવાથી શક્તિના વાહક છે, તેમ પણ માનવું જ પડે છે. આપણે ત્યાં સૂત્રો કે સ્તોત્રો ભણાવવામાં આવે છે તેમાં ઉચ્ચારણનો ખ્યાલ ઘણીવાર પાઠ આપનારને પણ નથી હોતો. પરિણામે ઉચ્ચારણની અશુદ્ધિ ચાલી જ આવતી હોય છે. દરેક શાસ્ત્રાભ્યાસીએ ખૂબ જ સારી રીતે ઉચ્ચારણ વિજ્ઞાન જાણી લેવું જોઈએ. આ સ્થાન તે ઉચ્ચારણ-વિજ્ઞાનના પૃથક્કરણનું સ્થાન નથી. છતાંય થોડો ખ્યાલ આપવો જરૂરી છે. ક, ખ, ગ, ઘ, ઙ મૂળાક્ષરોના આ પહેલાં પાંચ અક્ષરોને એક વર્ગ કહેવામાં આવે છે. આ બધાંને કંઠ્ય વ્યંજન કહેવામાં આવે છે. એટલે આ અક્ષરોનું ઉચ્ચારણ સાચું કરવું હોય તો ગળામાંથી કરવું જોઈએ. જેનું આ સ્થાન સારું ન હોય તેના આ અક્ષરોના ઉચ્ચારણો સારાં ન જ થાય. તેમજ જેને આના ઉચ્ચારણો સારી રીતે કરવાં હોય તેને વાયુનો આઘાત કંઠમાં થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ.આમ થાય તો શબ્દના ઉચ્ચારણ શુદ્ધ થવા માંડે. જો કોઈ "ક"નું ઉચ્ચારણ "ખ" કરે તો કટારો” બોલવા જતાં તેનું ઉચ્ચારણ "ખટારો જ થાય. કટારો અને ખટારો તે બે માં કેટલો અર્થભેદ થઈ જાય એ તો આપણે સમજીએ જ છીએ. ઈતિહાસમાં પ્રસિદ્ધ છે કે પોતાની ઓરમાન માતાએ એક જ બિંદુ લેખમાં ઉમેરી દીધું અને મહારાજા કુણાલને આખી જીંદગી અંધ રહેવું પડ્યું ! ‘ાષા અનમેર ગયા હૈ'' એના ઠેકાણે માત્ર એક જ માત્રા ઓછી થવાથી ‘‘ચાચા અન મર ગયા હૈ'' ' - વાક્ય થયું. અશુદ્ધ લેખન, અશુદ્ધ ઉચ્ચારણથી આવા કેટલાંય ગોટાળાઓ સર્જાયા જ કરે છે. તેથી ઉચ્ચારણની શુદ્ધિ બહુ જ અગત્યની છે. તેમાં ય હ્રસ્વ અને દીર્ઘ, ઈકારનું અને ઉકારનું ઉચ્ચારણ કેટલાંય એક જ સરખું કરે છે. "દિન" આમાં હ્રસ્વ "ઈ” છે એટલે એનો અર્થ "દિવસ" થશે... પણ, જો તેનું ઉચ્ચારણ "દીન" દીર્ઘ થઈ જાય તો એનો અર્થ “ગરીબ” થશે...!
"કુલ" માં બતાવ્યાં પ્રમાણે જો હ્રસ્વ ઉચ્ચારણ થાય તો તેનો અર્થ "કુલ કે વંશ” એવો થાય છે... પણ જો "કૂલ” દીર્ધ ઉચ્ચારણ થાય તો તેનો અર્થ "નદીનો કિનારો” થઈ જાય છે... માટે આપણે ઉચ્ચારણો શુદ્ધ રાખવાં જ જોઈએ... તદુપરાંત જોડાક્ષરોને પણ બરોબર સમજી લેવા જોઈએ... ધણાં લોકોને "સહસ્ર” શબ્દનું ઉચ્ચારણનું જ્ઞાન નથી... તેઓ સહ પછી "સ" "ત્" અને "" નું ઉચ્ચારણ કરીને "સહસ્ત્ર” બોલે છે અને લખે છે... આખરના શ્લોકમાં "કંઠગતાં અજર્સ" આવે છે... તેને ઠેકાણે "અજ” ના પછી સ્ ત્ ર્ નો ઉચ્ચારણ કરીને "અજસ્ત્ર” બોલે છે અને લખે છે...
સંસ્કૃત ભાષામાં "સ”-”શ” અને “” એમ ત્રણ સકાર છે. પણ એમના ઉચ્ચારણોમાં ઘણાંય ભેદ સમજતાં નથી. જેને લોકોમાં સગડીનો "સ" કહે છે તે "સ" દંત્ય "સ" છે અર્થાત્ તે "સ” બોલતી વખતે જીભ દાંતને અડકે તો જ "સ" નું દંત્ય ઉચ્ચારણ થાય. ”શ” નું તાલવ્ય ઉચ્ચારણ કરવા માટે જીભને તાળવાના ઉપરની ભાગમાં લગાડવી પડે છે... એટલે જીભને જરા ગોળ વાળવી પડે છે. જેઓ જીભ વાળી શકતાં નથી, તેમનાથી એ ઉચ્ચારણ થઈ શકતું નથી. કેટલાંક વળી હમણાં ફેશનપૂર્વક બોલવાના મોહમાં “દંત્ય સ” પણ "તાલવ્ય”શ” તરીકે બોલે છે. "મૂર્ધન્ય ષ" નો ઉચ્ચાર કરનારને ટ,ઠ,ડ,ઢ બોલતી વખતે પોતાની જીભ જ્યાં લાગતી હોય તે સ્થાનને ધારીને જીભ લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ "ષ" નું ઉચ્ચારણ સારૂં થશે.
♦ આ સિવાય પણ ઉચ્ચારણ વખતે યોગ્ય પદ વિચ્છેદનો ખ્યાલ રાખવો જોઈએ... પુસ્તકો પ્રકાશન કરનારે પણ મોટાં મોટાં સમાસોમાં કયાં કયાં શબ્દો જુદાં પડે છે એની સૂચના-શબ્દો જુદાં પાડીને આપવી જોઈએ... પ્રસ્તુત પુસ્તકમાં એ જ રીતે સૂચના કરી છે... "ભકતામર-પ્રણત-મોલિ-મણિ-પ્રભાણામ્”
આવી રીતે જો શબ્દોનું છૂટું છૂટું ઉચ્ચારણ થાય તો શુદ્ધ કહેવાય... પણ આ જ પદ”ભકતામરપ્રણતમોલિમણિપ્રભાણામ્” આવું ભેગું લખાયું હોય તો, અને કોઈ "ભકતા-મરપ્રણ-તમૌ-લિમણિપ્ર-ભાણામ્" આવી રીતે જુદું બોલે તો અશુદ્ધ ઉચ્ચારણ છે. આખરે આપણે શાસ્ત્રકારની એ વાતનું ધ્યાન રાખવાનું છે કે "વંજણ-અત્ય-તદ્દભયે” સ્વર-વ્યંજનનો ખોટો ઉચ્ચાર તથા અર્થની ભૂલ કે ઉચ્ચારણ અને અર્થ... બંન્ને ય ખોટાં કરવાં તે જ્ઞાનનો અતિચાર છે... તેથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે...
આરાધના-દર્શન
૩૧૦
Jain Education International 2010_64
For Private & Personal Use Only
www.jainelibrary.org