Book Title: Bhaktamara Darshan
Author(s): Rajyashsuri
Publisher: Jain Dharm Fund Pedhi Bharuch

View full book text
Previous | Next

Page 361
________________ સ્તોત્ર સંવેદન દર્શન (ગાથા ભાવાર્થ) ગાથા-૧ અહો ! આ અગાધ સંસાર સમુદ્રમાં પ્રાણીઓ નિરાધાર થઈ ડુબી રહ્યા છે, એને ડૂબતા રોકવા આલંબન કોણ ? અજ્ઞાન રૂપ અંધકારના જથ્થાઓથી માનવ ઘેરાઈ ગયો છે... તો તે અંધકારને દૂર કરનાર કોણ ? ભક્તિથી ઘેલા બનેલા દેવો પણ એવા વિનયથી ઝૂકી જાય છે કે ચોમેર તેમના મુગટના મિણની પ્રભા પથરાઈ જાય પણ... પણ પ્રભાને ય ડૂબાડી દે એવી પ્રભા રેલાવનાર કોણ ? આ ત્રણેયનો એક જ જવાબ “જિનપાદયુગં’” પ્રથમ જિનેશ્વર ઋષભદેવના ચરણકમલો આવા પવિત્ર છે, આ પવિત્ર ચરણકમલનાં ભાવ વંદન કરીને કવિ મહામંગલ આચરી રહ્યા છે. ૭ ગાથા-૨ અહો ! અહો ! અહો ! આ યુગની આદિમાં થયેલ પ્રભુ ઋષભદેવ-પ્રથમ જિનેન્દ્રની હું પણ મુક્ત કંઠે સ્તુતિ કરીશ જ. અરે ! આ મારા પ્રભુની કેવા કેવા દેવાએ સ્તુતિ કરી છે ? પેલા સકલ શાસ્રના ગૂઢ રહસ્યોને પામીને કુશાગ્ર બુદ્ધિવાળા બનેલા ઈન્દ્રો છે ને ? દેવલોકના માલિકો છે ને? હા... તે ઈન્દ્રોએ પણ જાણે મનભરીને મનોહર સ્તોત્રથી મારા પ્રભુની સ્તુતિ કરી છે. સ્તોત્રને માત્ર કાવ્ય રચનાથી મનોહર ન જાણતા સ્તોત્રમાં તો શબ્દની ઉદારતા છે અને અર્થની ભવ્ય *ગંભીરતા ભરી છે. 11211-3 ન હે પ્રભુ ! આપના ચરણ કમલોને પેલા દેવોએ મસ્તકો ઘસી ઘસીને પૂજ્યા છે. અરે ! આપ આવા મોટા, પ્રભુ ! મારે આપની સ્તુતિ કરવી જ છે. મારી બુદ્ધિ તો પ્રભુ આપ જાણો જ છો... શૂન્ય, છતાંય સ્તુતિ કરવાનો... તન મનથી માણી લેવાનો આ તલસાટ અનેરો છે અને તેથી મને શરમ તો લવલેશ ન આવે. હે પ્રભુ ! હું તો આપનું બાળક. બાળકને કંઈ શરમ આવે ? પેલો મઝાનો પૂનમની રાતનો ચાંદામામો આકાશમાં હોય અને કોઈ સરોવરે પોતાના હૈયામાં ઝીલ્યો હોય, કેવો સુંદર દેખાય ? એને લેવા શું બાળક ના તડપે ? હા મોટા માનવીને મોટાભા થઈને શરમ આવે ! મારા જેવા બાળકને વળી શી શરમ? Jain Education International2010_64 ૭ ગાથા-૪ સ્તવન કરવામાં તે બુદ્ધિની વાત શાની કરવાની હોય ? જોયા મોટા બુદ્ધિવાળા દેવના ય ગુરૂને... એવા દેવના મોટા ગુરૂ પણ તારા, ચંદ્રને શરમાવે એવા પવિત્ર અને પુનિત ગુણોને ગાઈ શકવા સમર્થ નથી... તો મારા જેવા તારા ગુણ ગાવામાં સમર્થ ન હોય તો શરમાવાનું શું ? હા...હા...હા... જુઓ પેલો દરિયો... હવે લોકના પાપ પોકાર્યા એટલે ખરાબ કાલની નિશાની બતાવતો ગાંડો બન્યો છે... આ પર્વત જેવા ઊંચા મોઝાવાળો તોફાની પવન દરિયામાં પેદા થયો; અને ચારે ય તરફ દરિયામાં પેલા અત્યાર સુધી શાંતિથી બેઠેલા ભયાનક મગરો હવે જીભ લપલપાવતા આ દરિયાને ભયંકર બનાવી રહ્યાં છે. અરે બાપ ! આવા દરિયાને કોઈ બે હાથે તરીને પેલે પાર જવાનું કહે તો ? કોણ જઈ શકે ? પ્રભુ ! પ્રભુ ! તારા ગુણ અપાર એને કોણ પામે પાર ? 211211-4 મહામુનિઓના સંઘોના નાયક ! ભલે ને તમારા ગુણો અપાર હોય અને તેને ગાવાની મારામાં બુદ્ધિ ન હોય... ભલે ને મને કોઈ ‘બુદ્ધુ' કહે. પણ સોઽહં બુદ્ધિ વગરનો પણ હું તારા અપાર ગુણ સમુદ્રને ગાવા તૈયાર છું... તૈયાર છું...તૈયાર થયો છું તારા સ્તવન કરવાના કાજે. શક્તિ ના હોય તો શું થઈ ગયું ? ભક્તિનું કાંઈ દેવાળું થોડું કાઢયું છે ? રે... ભક્તિના ઘસમસતા પુર જ્યાં વ્હેતાં હોય ત્યાં શક્તિ છે કે નહિ તેને તપાસવાની ફુરસદે ય કોણે છે ? ત્યાં જુઓ... પેલી હરણીને તાજાં બચ્ચાં આવ્યાં છે. બચ્ચાં તેને જીવ જેવા વ્હાલા છે. પણ બીજી બાજુથી પેલો ભયંકરમાં ભયંકર સિંહ હમણાં ખલાસ કરી નાખું કહેતો ફાળ ભરતો પેલી હરણીની પાસે આવે છે... પણ હરણી કહે છે, “અલ્યા સિંહ”—તું ય આવી જા. મારે તો રોજ તારી જીત માનવાની હોય છે. પણ આજે તો મારા બચ્ચાનું રક્ષણ કરવાનું છે. આવ... તું અહીં આવ... હું ય આજે તારી સામે આક્રમણ કરી કેશરિયા કરવા તૈયાર છું. ઓ સિંહ ! શું એવું પૂછે છે કે તારી શક્તિ શું ? મને પૂછે કે ‘મા’ના પ્રેમની શક્તિ શું ? સિંહ જેવા બનેલા કાવ્યના વિવેચકો મને (માનતુંગને) પૂછો કે ભક્તિની શક્તિ શું ! ૭ ગાથા-૬ ઓ પ્રભુ ! મારા જેવા મંદ મંદ બુદ્ધિવાળાની મોટા મોટા જ્ઞાનીઓ અને શ્રુતધરો પાસે કોઈ વિસાત નથી. તે બધાની મહાન સ્તુતિ, કૃતિઓ અને કવિતાઓ પાસે મારી આ ચાહના મશ્કરી પાત્ર છે... હું તો એ બધા ય શ્રુતધરોને કહી દઈશ. જુઓ, મેં કાંઈ જાણી કરીને સ્તુતિ થોડી બનાવી છે ? આ તો મારા પ્રભુની ભક્તિ હદયમાં ન સમાયી. હૈયડું મારું નાનું અને મારા પ્રભુનું હેત ઘણું તેથી મોઢામાંથી કંઈક ચિંતન સરી ગયું એમાં હું શું કરું? જાવ ને પેલી કોયલ પાસે; પૂછો એને કે તું સા-રે-ગ-મ શીખી છે ? પૂછો એને કે કયો તાલ અને કયા લયનું તેને જ્ઞાન છે ? ‘હુ કંઈ સંગીતની મિજલસ ભરીને ગાવા થોડી બેઠી છું ? હું કંઈ પંડિતોને પરીક્ષા આપવા થોડી બેઠી છું ? ઓ તો પેલો ઋતુરાજ વસંત આવ્યો. પેલો આંબો હરખાયો. આંબે મઝાના મ્હોર આવ્યા. મીઠી મીઠી ગંધવાળો પવન આવ્યો ને મારા કંઠનું ચેન હરી ગયો. બસ, એ આંબાના મીઠાં મધુરાં મ્હોર મારી પાસે ગીત ગવડાવે છે. તમારે સાંભળવા હોય તો સાંભળજો, ગાવા હોય તો ગાજો... કાવ્ય કહેવું હોય તો આને કાવ્ય કહેજો, અને ન ગમે તો મારા આ ભક્તામરને ભજનીયું કહેજો ને ? અહીં કોને પરવા છે ? ? ● 21121-6 હે પ્રભુ ! અનાદિથી ચાલતાં જન્મ અને મરણના ખેલમાં પ્રત્યેક જન્મમાં સુખના રાગે અને દુઃખના દ્વેષે ધોર કર્મો ઉપાર્જ્યો છે. પાપના પોટલાના પર્વત જેટલાં ઢગલાં ઉભા કર્યાં છે... પણ હવે મારે ચિંતા શી છે ? આ તારું સ્તવન લલકારીશ. સ્તુતિ કરતાં શ્રી સ્તોત્ર સંવેદન દર્શન ૩૧૩ For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436