________________
૩
આરાધકને દેહ-વિશુદ્ધિ માટે જણાવાયું છે અને ચંદનનું વિલેપન આરાધક કરે તેમ કહ્યાં છે. તેમાં દેહને શીતલ અને સુગંધિત રાખવાનો હેતુ હોઈ શકે છે. આરાધકે વાતાવરણ-દેહ અને સામગ્રી બધું જ સુગંધિમય રહે તેનો ખ્યાલ રાખવો ! આરાધના સ્થળની આજુ બાજુમાં પણ દુર્ગધ ન હોય તેનો ખ્યાલ રાખવો ! શાસ્ત્રોમાં એવું પણ વિધાન છે કે માનવની દુર્ગધ ઘણા યોજનો સુધી આકાશમાં પ્રસરેલી છે માટે માનવ લોકમાં આ કાળમાં દેવોનું આગમન થતું નથી. દિવ્યતાનો અને સુગંધનો સંબંધ સમજવા માટે આટલી વાત પુરતી છે. પીળા વસ્ત્રો પહેરવા એ સૂચના ધ્યાનમાં રાખવા જેવી છે. લક્ષ્મીની સાધના માટે આ વસ્ત્રોનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે. પોતાના વસ્ત્રોની સાથે આરાધના ખંડમાં પણ પીત વર્ણ હોય, વિશાળ પીતવર્ણનાં કપડાં પાથર્યા હોય તો આરાધનામાં વધુ સહાયક બને છે. આ પાંચમા મુદ્દા અને ૨૩ માં મુદ્દાની સાથે વિચારવાથી લાગે છે કે ચક્રેશ્વરીની પ્રતિમાજી દક્ષિણ સન્મુખ સ્થાપવી જેથી આરાધકનું મુખ ઉત્તર સન્મુખ રહે. પંચામૃતથી ભરેલો ઘડો ૧૦ દિવસ સુધી રાખવો શક્ય લાગતો નથી. માટે રોજ ઘડો ભરવો અને ખાલી કરવો યોગ્ય લાગે છે અથવા માત્ર શુદ્ધ પાણીનો જ ઘડો ભરવો પડે અને તેમાં પણ જીવોત્પત્તિ ન થાય માટે કપૂર-સુખડાદિ દ્રવ્યોનો ઉપયોગ પ્રમાણસર કરવો રહયો.
૫
લોકપાલોની સ્થાપનાની વાત ખૂબજ અગત્યની હોવી જોઈએ. દીક્ષા-પદવી આદિ પ્રસંગે થતી નંદીની ક્રિયામાં જે મહિમાવંત સ્તવન બોલાય છે, તેમાં પણ સોમ-યમ-વરુણ-વેરામણ-વાસવ નામના લોકપાલનો ઉલ્લેખ કર્યો છે. અને દીક્ષા દિને તે અનુષ્ઠાનો તેઓના સમક્ષ તેઓની સાક્ષીએ કરવામાં આવે છે તેવો ભાવ રજૂ કરવામાં આવ્યો છે. ચારેય દિશાઓને ઉદેશીને આ સ્થાપના કરવાની છે તેમ સમજાય છે. આવી સ્થાપના મોટે ભાગે શ્રીફળથી જ કરવાની હોય છે. પણ સોમની સ્થાપના પૂર્વ દિશામાં, યમની દક્ષિણ દિશામાં, વરુણની પશ્ચિમ દિશામાં અને વેસમણ એટલે વૈશ્રમણ-કુબેરની ઉત્તર દિશામાં સ્થાપના કરવી.
૮
ઘીનો દીવો આરાધનાના દિવસો દરમ્યાન અખંડ રાખવો યુક્તિ યુક્ત જણાય છે. એ માટેની દિવેટ અને દિવા વિશેષ
જ હોય છે તે બધું ઉત્તમ વિધિકારો પાસેથી જાણી લેવું જોઈએ ૯ જાપ દરમ્યાન ધૂપ થતો રહે તેનો ખ્યાલ કરવો જોઈએ. દૈવી તત્ત્વની જાગૃતિ માટે ધૂપ અનિવાર્ય અંગ છે. ૧૦ આવી મહાન આરાધના વખતે પૂર્વ તૈયાર કરેલાં અખંડ અક્ષત હોય તો સારું. ૧૧ આરાધના તથા સાધનામાં સોપારીનું ખૂબ જ મહત્ત્વ છે, માટે નામથી ઉલ્લેખિત થયેલાં દ્રવ્યો માટે કદી વિકલ્પ શોધવો
નહીં. સોપારીથી જ કાર્ય કરવું. ૧૨ પંચામૃતના ઘડામાં રૂપાનાણું ઘડો ભરતી વખતે જ પધરાવી દેવું. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જાણે છે કે વિદ્યુત પ્રવાહની
સુંદરમાં સુંદર વાહકતા સોનામાં હોય છે અને ત્યાર બાદની વાહકતા ચાંદીમાં છે. માટે ઋષભદેવ ભગવાનની અને ચક્રેશ્વરીની બંનેયની ચાંદીની પ્રતિમા હોયતો ખૂબ જ ઉત્તમ કહેવાય. આ પ્રતિમાનું પ્રમાણ ૧૧' ૯'' કે ૭” પ” સુધી હોય તો સારું. ભક્તામર આદીશ્વર રૂપે ચાર પ્રતિહાર્ય વાળી એક ચાંદીની અને પંચધાતુની સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, જેના ફોટાઓ આ ગ્રંથમાં છે. પૂ. ગુરુદેવની નિશ્રામાં સફળ થઈ ગયેલ છ'રી પાલિત સંઘ દરમ્યાન યોગાનુયોગે એક સુંદર પ્રાચીન આદીશ્વર ભગવાનના પંચતીર્થી જેવા પ્રતિમાજી પ્રાપ્ત થઈ ગયા હતા. આ પ્રતિમા સન્મુખ જે રોજ ભક્તામરનો પાઠ થતો હતો અને આ પ્રતિમાજીનો અદ્ભુત પ્રભાવ સંઘયાત્રી દરમ્યાન રહ્યો હતો. પંચવર્ણના પુષ્પોનો અવશ્ય ખ્યાલ કરવો ! સત્તરભેદી પૂજાઓમાં પણ “પંચવરણ કે ફુલોં કી માલા કી' વાત આવે છે. પુષ્પો ભાવનાની માનસિક અવસ્થાના પ્રબળતમ વાહક છે. જેમ પુષ્પો સૂર્યથી પોષણ મેળવે છે, સૂર્યના પ્રકાશ તરફ સદાય જાગૃત હોય છે, તેમ પુષ્પો પર વાસિત, થયેલી મનોભાવના પણ હજારો ક્રોડો માઈલ દૂર પહોંચવાનું સામર્થ્ય ધરાવતી હોય છે એ સારી રીતે સમજી શકાય તેવી વાત છે.
çઆરાધના-ન્દર્શન
(આરાધના-દર્શન
૩૦૫)
૩/૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org