________________
ॐ नमो वृषभनाथाय, मृत्युञ्जयाय, सर्वजीवशरणाय परमपुरुषाय चतुर्वेदाननाय अष्टादशदोषरहिताय, अजरामराय सर्वज्ञाय सर्वदर्शिने, सर्वदेवाय अष्टमहाप्रातिहार्य चतुस्त्रिंशदतिशय सहिताय, श्री समवसरणे द्वादशपर्षद्वेष्टिताय ग्रहनाग-भूत-यक्ष-राक्षस वशंकराय, सर्व शांतिकराय मम शिवं कुरू कुरू स्वाहा ।
ધ્યાન માટે તો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને ત્રણ છત્ર યુક્ત ચાર પ્રતિહાર્યથી યુક્ત એવું જ પરમાત્માનું ધ્યાન કરવું ભક્તામરની આરાધના માટે ઉચિત લાગે છે.
પ્રથમ એક એક પ્રતિહાર્યનું ધ્યાન અને પછી એકસાથે ચારેય પ્રાતિહાર્યનું ધ્યાન ધરવું જોઈએ.
આ સિવાય પણ ઘણાં શ્લોકો એવા છે કે અર્થથી પાઠ કરનારને સ્વાભાવિક ધ્યાનમાં લઈ જાય છે અને હવે જ્યારે આવા સુંદર ચિત્રો તૈયાર થઈ ગયા છે ત્યારે ધ્યાનમાં પ્રવેશ કરનારને ખૂબજ સુગમતા થઈ જશે.
આ સિવાય પણ જો સ્તોત્ર જાપ સાથે જ ધ્યાન ચાલું રાખવું હોય તો ભક્તામરની પ્રત્યેક ગાથા ભગવાનના ચરણમાં સ્થાપિત કરતા જવું અને એક જ લયથી ભક્તામરનો પાઠ કરતા જવો.
આથી પણ આગળ વધવું હોય તો પ્રભુના ગળામાં એક માળાની કલ્પના કરી વચ્ચે મેરૂની કલ્પના કરી બંને બાજુ ૨૨-૨૨ કમળોની કલ્પના કરવી. પ્રત્યેક કમળની પાંખડીમાં ગાથાનો પ્રથમ અક્ષરનો ન્યાસ કરતા જવો અને ૪૪ ગાથા સુધીમાં બધાં જ અક્ષરો સ્થાપિત થાય ત્યાર બાદ એ જ માળા આપણા કંઠમાં સ્થાપિત થઈ છે તેનું ધ્યાન કરી પરમાત્માની પરમ કૃપાનો, પરમ પ્રમોદનો, પરમ આનંદનો અનુભવ કરતાં જવો. સંપત્તિ રૂપ, સંસ્કાર રૂપ, સદાચાર રૂપ, સમાધિરૂપ, લક્ષ્મી આપણી પાસે આવી રહી છે, તેવી દૃઢતા પૂર્વકની ભાવના કરી છેવટે પ્રત્યેક આત્મ પ્રદેશોમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત સુખરૂપ સ્વભાવ-લક્ષ્મીની સ્થાપના થઈ રહી છે, એવી ભાવનામાં સ્થિર રહી સ્થિરતા પૂર્ણ થયે ધ્યાન પૂર્ણ કરવું.
શ્રી ભક્તામરના ધ્યાન માટે પણ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન આયોજી શકાય છે.
પિંડસ્થ ધ્યાન શરીરમાં પાંચ ધારણાઓ કરવાથી થાય છે. આ ધ્યાન શરીરમાં રહેલાં પાંચ ભૂતોની શુદ્ધિ કરીને સાધકને આગળના ધ્યાનમાં સહાયક થાય છે. પણ, ભક્તામર સ્તોત્રના પાઠમાં ખરેખર તો પદસ્થ ધ્યાન જ જામશે, કારણ, ગ્રંથકારો જણાવે છે કેમહામત્રં ચ મત્રે ચ, માલામન્વેષથવા સ્તુતો,
સ્વપ્નાદિ લબ્ધ મંત્ર વા, પદસ્ય ધ્યાન મુચ્યતે...” મહામંત્રમાં, મંત્ર વિષે, માલા મંત્રમાં અથવા સ્તુતિના વિષે તેમ જ સ્વપ્નમાં પણ મંત્ર પ્રાપ્ત થયો હોય તો તેના વિષે પણ પદસ્થ ધ્યાન કહેવાયું છે.'
ભક્તામરમાં તો ખૂબી એ છે કે એમાં ચૌદ (૧૪) અક્ષરો છે. આ પ્રત્યેક અક્ષરની જાણે એક એક રાજલોકમાં સ્થાપના કરી રહયા હોય, તેવી રીતે પણ અક્ષરોનું ધ્યાન થઈ શકે છે !
આત્મા જાણે ક્રમે ક્રમે ચૌદ ગુણ સ્થાનકો પર આરોહણ કરી રહ્યો છે, તેવી રીતે ચૌદ અક્ષરોને ચૌદ ગુણસ્થાનકમાં સ્થાપી, પંકિત પૂરી થતાં સિદ્ધપદમાં આત્માને સ્થાપિત જોઈએ, તો એ જ પદ0-ધ્યાન રૂપસ્થ બનીને રૂપાતીત ધ્યાન સુધી પણ પહોચાડે...
શ્રી ભક્તામર સ્તોત્ર પણ વર્ણાત્મક છે... શાસ્ત્રોમાં વર્ણોનું પણ જુદું જુદું સ્વરૂપ અપાયેલું છે. આવા સ્વરૂપનો પણ અભ્યાસ કરી શકાય. દા.ત. “ભક્તામર' પ્રથમ અક્ષર "ભ” છે, શાસ્ત્રમાં “ભકારની શકિતનું નીચે પ્રમાણે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે ‘‘ભકાર દશ ક્રોડ યોજન ઉંચો છે... પાંચ કોડ યોજન પોહળો છે. “ભકારે મોતીના આભૂષણો ધારણ કરેલાં છે. યજ્ઞો પવિત-જનોઈ ધારણ કરેલી છે, દિવ્ય આભરણોથી ભૂષિત છે, આઠ ભુજાઓથી યુક્ત છે, જે ભુજાઓમાં શંખ-ચક્ર-ગદા મૂશલ-કોદંડ, શરાસન અને તોમર ને ગ્રહણ કરેલાં છે. હંસ એનું વાહન છે. બોર ના ફળ જેવો સ્વાદ છે. ધન અવાજ છે. ચંપકના ફુલ જેવી ગંધ છે. વશીકરણ અને આકર્ષણના પ્રસંગો તેને પ્રિય છે અને કુબેર દેવતા છે. એનું લિંગ નપુંસક છે.'
(૨૯૬ આરાધનાન્દર્શન XXXXX
X
)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org