________________
ભક્તામર સ્તોત્ર આરાધનાનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે કરવો ?
વર્તમાન સમયમાં પુસ્તકો સર્વત્ર થઈ ગયા છે. એટલે લોકોને ભક્તામર ક્યારે શરૂ કરવું ને ક્યારે ગણવું એ પ્રશ્ન જાણે અસ્થાને જ લાગે છે. પરંતુ ગમે તેટલા પુસ્તકો હોય કે ગમે તેટલા મંત્ર પ્રસિદ્ધ હોય, પણ મંત્ર કે સ્તોત્ર મન ફાવે ત્યારે શરૂ ન જ કરી શકાય... કેટલાય લોકોને મંત્ર અને સ્તોત્રનું મહત્ત્વ સાંભળીને મંત્ર કે સ્તોત્ર ગણવાની પ્રબળ જિજ્ઞાસા થઈ આવે છે અને ગમે તે રીતે શરૂ કરી દે છે. પછી કોઈ પણ મંત્રની ગંભીરતા કે પૂજયતા મંત્ર કે સ્તોત્ર તરફ રાખી શકતા નથી. આખરે વિશેષ કોઈ પણ ફળની પ્રાપ્તિ થતી નથી એટલે જાહેરાત કરે છે કે ““મેં તો ભલભલા મંત્રો ગણી લીધા, બધાય સ્મરણો ગણી લીધા, મને કશો ફાયદો નથી, આ કાળમાં કશુંય ફળતું નથી,” એવી જાહેરાતો કરીને મહાનુ-મંત્ર-સ્તોત્રોનું ગૌરવ ઓછું કરી દે છે.
ભક્તામર જેવું સ્તોત્ર તો ખૂબજ આદર પૂર્વક ગ્રહણ કરવું જોઈએ. આપણે ત્યાં જેવો મહિમા સંયમ – દીક્ષાનો હોય છે, ઉપદ્યાન તપની માળા વિગેરેનો હોય છે, તેવો મહિમા મંત્ર દીક્ષા અને સ્તોત્ર દીક્ષાનો હોવો જોઈએ. અન્ય પરંપરાઓમાં મહોત્સવ પૂર્વક-વિશિષ્ટ આયોજન પૂર્વક આવા મંત્ર અને સ્તોત્ર ગ્રહણ કરવામાં આવે છે. આરાધકોના ખ્યાલ માટે ચિંતામણી મંત્રની દીક્ષા વિધિનો થોડો ખ્યાલ આપવામાં આવ્યો છે. શિષ્ય ગુરુના પગમાં પડીને - નમસ્કાર કરીને કહે –
“હે ! ભગવન ! હું જડતારૂપ સમુદ્રમાં ડૂબી રહ્યો છું. હમણાં આપના ચરણ-કમલમાં આશ્રિત થયો છું. જો મારામાં આપ યોગ્યતા દેખતા હો તો મારા પર મહાન કૃપા કરો અને મંત્રાધિરાજના શ્રેષ્ઠ યંત્રથી યુક્ત એવો મંત્ર મારા જેવા પાત્રમાં આપ સ્થાપો. આ મંત્ર જ મારા માટે ભવસાગરથી તરવા નાવ જેવો થશે.'
(આટલું શિષ્ય કહે તે બાદ ગુરુ...)
“હૃદયમાં, બે જાનમાં, નાભિમાં, મુખમાં અને મસ્તકમાં પાંચ તત્ત્વાક્ષરો વડે સકલીકરણ કરે... ત્યાર બાદ સારી રીતે પૂજિત કાનમાં ત્રણવાર મંત્ર કહે અને સોનાનું જલ શિષ્યને હાથમાં આપે'...
ત્યાર બાદ શિષ્ય કહે- “હે ! ગુરુ ભગવંત ! સારા ક્ષેત્રમાં વાવેલાં દાણાની જેમ આપની જ કૃપાથી આ મંત્ર સફલતાને વરશે''આવું કહીને પુનઃ ગુરુના પગમાં પડી શિષ્ય પ્રણામ કરે. કારણ, સર્વત્ર પ્રણામ જ-વિનય જ કાર્યકર બને છે. સફલ બને છે.
(સાગરચંદ્રસૂરિ વિરચિત મંત્રાધિરાજ કલ્પ) આવી પરંપરાઓ શરૂ કરવી જરૂરી છે. “મંત્ર દીક્ષા' એ મહોત્સવના આયોજન પૂર્વક અને મહોત્સવના આયોજનના મધ્યમાં હોય છે તેવું અત્યારે તો સાધુ ભગવંતોને ગણિ પંન્યાસ પદ પ્રદાન વખતે; વર્ધમાન વિદ્યા અને આચાર્યપદ પ્રદાન વખતે સૂરિમંત્ર આપે છે ત્યારે જળવાયું છે. ભક્તામર જેવા સાતિશાયિ સ્તોત્રો અંગે આવા વિધાનની આવશ્યક્તા છે. જયાં સુધી આવું વિધાન ન આયોજવામાં આવે ત્યાં સુધી અમુક વિધિ ત્યાં તો આયોજવી જ જોઈએ.
એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મંત્ર કે સ્તોત્ર એ શબ્દ નથી, એ એક વિશિષ્ટ પ્રાણ શક્તિ છે. માત્ર શબ્દ કે સ્તોત્ર ને મેળવવાથી કશું જ ન થઈ શકે. મહાન પ્રાણ શક્તિના વાહક બનવું જોઈએ.
... આ માટે સુયોગ્ય ગુરુભગવંતની, મહાન સાધકની આવશ્યક્તા હોય છે.
સામાન્યતઃ જે મંત્ર કે સ્તોત્ર જેને પોતાના શ્વાચ્છોશ્વાસની જેમ સિદ્ધ કર્યું હોય, જેને એ મંત્ર પર અડગ વિશ્વાસ હોય, એવા સાધક ગુરુ પાસેથી જ સ્તોત્ર કે મંત્ર ગ્રહણ કરવા વધુ યોગ્ય છે. ગુરુ પણ ચારિત્ર બળ, તપોબળ અને સંકલ્પ બળવાળા હોવા જોઈએ. આવા ગુરુને મેળવવાની હૃદયમાં તીવ્ર ઝંખના જાગે છે ત્યારે ગુરુનો યોગ મળી જ જાય છે. આપણા મહાન પ્રાર્થના સૂત્ર જયવીયરાય સૂત્રમાં “સુહ ગુરુ જોગો'ની પ્રાર્થના થયેલ છે. એટલું જ નહીં, પણ એવા સદ્ગુરુ ના વચનની સેવા જીવનના અંત સુધી, મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી સેવા કરવાની પ્રાર્થના પણ કરવામાં આવી છે... પૂર્વકાળમાં આરાધક આત્માઓ ધીરજવાળા હતા. સદ્ગુરુની શોધમાં વર્ષો વીતાવવા પડે તો પણ વીતાવતાં. એવા સદ્ગુરુઓ મંત્રો કે સ્તોત્રો આપવા માટે યોગ્યતા તપાસવા વર્ષો સુધી રાહ પણ જોવડાવતા, તો રાહ પણ જોતા. છેવટે ગુરુને યોગ્ય લાગે ત્યારે જ મંત્ર અને સ્તોત્રો આપવાનો અનુગ્રહ કરતાં હતા. મને તો પેલો શ્લોક પરમ મનનીય લાગે છે :
"ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोः पदम् ।
મંગArijરોતાં , મોક્ષમcio:pપII”
૩૦૦
- આરાધના-દર્શનY
YYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYY)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org