________________
થવો જરૂરી છે. આ અંગે બીજી કોઈ વિશેષ સૂચના અમે કોઈ ગ્રંથમાં મેળવી શક્યા નથી કે કોઈ એવા બીજા અનુભવી વ્યક્તિને મળી શક્યા નથી. છતાંય સવા લાખ ભક્તામર સ્તોત્રનો પાઠ કરનારે વિશેષ વિધાનોને ધ્યાનમાં રાખવા જેવા છે. મંત્ર શાસ્ત્રના અભ્યાસીઓ જણાવે છે કે જાપ કે પાઠ અતિ ઝડપથી પણ ન કરવો અને ખૂબ વિલંબથી પણ ન કરવો... અનુભવથી સમજાય છે કે ઝડપ અને વિલંબની દરેકની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે...
આથી જ ગ્રંથકારો આવા જાપને પ્રાણ સમ બનાવવાનું કહે છે. આ વાત તમે ચાલવાની રીતની જોડે સરખાવશો તો તુરંત સમજાઈ જશે. જેઓ પોતાની ઝડપથી સ્વાભાવિક વધારે ગતિથી ચાલે છે, તેમને અવશ્ય હાંફ ચઢે છે, તકલીફ થાય છે. પોતાની ગતિ કરતાં જો ખૂબ ધીમે ચાલવું પડે તો પણ, તેમાં પરિશ્રમ વધુ લાગે છે. પણ ચાલનાર જો પં છે તો પ્રમાણમાં સૌથી ઓછો પરિશ્રમ થાય છે. આમ, જે લોકો ખૂબ જ ઝડપથી બોલવા જાય તેઓનો એક અક્ષર બીજા અક્ષર ઉપર ચઢી જવાનો કે વચ્ચેના અક્ષરો છૂટી જવાનો સંભવ છે. આવી રીતના અક્ષરો સ્પષ્ટ ન સંભળાય તો તેને દુતગતિ કહેવાય છે. ખૂબ જ વિલંબિત કરવાથી વિચારોની નિરંતરતા રહેતી નથી. વચમાં બીજાં વિચારો આવે છે. માટે તે વિલંબિત કે અતિ ધીમી ગતિ કહેવાય છે. પોતાના શ્વાસોશ્વાસની લય સાથે જાપ કે સ્તોત્ર બેસાડવાથી એક અનન્ય આનંદ થાય છે. એટલે આ સ્તોત્રને મધ્યગતિથી ગણવાનું ઉચિત સમજાયું છે. પ્રાણની-શ્વાસની ગતિની સાથે એને તદાકાર કરી દેવાનું છે. આમ મધ્યમ ગતિથી ગણતાં સાધક જો ૧૨ મિનિટમાં એકવાર ભક્તામર બોલી શકાય તેવી રીતે બોલે તો રોજના ૬ કલાક આ આરાધના કરવી પડે. ત્રણેય સંધ્યા પહેલાના અને પછી ના ૧-૧-કલાક આનો જાપ કરવો જોઈએ. જો મધ્યમ આરાધક હોય તો રોજના ૬૦ વાર ભક્તામર ગણી ૬ વર્ષમાં આટલી આરાધના પૂર્ણ કરવી. અને ઉપાંશુ રૂપે ઝડપથી આરાધના કરવી હોય અને ચાર મિનિટમાં જો એક ભક્તામર પૂર્ણ કરે તો ચાર વર્ષમાં આ આરાધના પૂર્ણ થાય. રોજના ૬ કલાક પણ સમયસર આપવા ગૃહસ્થ માટે અશક્ય છે તો તેથી વધુ કલાકની ગણત્રી કરવાનો સવાલ ભાગ્યે જ આવે, છતાંય કોઈ ઉગ્ર અને સાહસિક આરાધક હોય તો રોજના ૬ કલાકના બદલે રોજના ૧૨ (બાર) કલાક જાપ કરે અને ચાર મિનીટમાં જ એક ભક્તામર પૂર્ણ કરે તો તેની આરાધના બે વર્ષમાં પણ પૂર્ણ થઈ શકે. પણ આ આરાધના દરમ્યાન પાઠનો ક્રમ થોડો વિશિષ્ટ રાખવો જોઈએ. એટલે એકવાર ૧ થી ૪૪ ગાથાનો પાઠ કરવો. બીજીવાર ૪૪ થી ૧ ગાથા સુધીનો પાઠ કરવો અને ત્રીજી વાર ૧ થી ૪૪ મી ગાથા ફરીવાર ગણવી. આમ ત્રણ ત્રણ પાઠનું એક ઝુમખું ગણવું અને રોજ આવા ૨૦ થી ૬૦ ઝુમખાં ગણવાનું નક્કી રાખવું.
ત્રણની સંખ્યાનું પણ આગવું મહત્ત્વ છે. આરાધકોએ વિશ્વતત્ત્વની ગહનતા સમજવા માટે સંખ્યાનું પણ રહસ્ય સમજવા જેવું છે. આપણે ત્યાં એકવાર - બે વાર અને ત્રણ વાર બોલ્યા પછી જ બધી બોલીઓનો આદેશ કરવાનો વ્યાપક રિવાજ છે. દીક્ષા વ્રત વિગેરેનું ઉચ્ચારણ ત્રણ વાર કરવામાં આવે છે. મંગલ કામમાં પણ ત્રણ નવકાર ગણવાનું વિધાન છે. આમ ભક્તામરના પાઠની આરાધનામાં આરાધકે ત્રણની સંખ્યાને આવરી લેવાની જરૂર છે. જો કે આ ત્રણ માટે ઘણું જ વિસ્તારથી લખી શકાય છે, પણ સંક્ષેપમાં કહીએ તો સત્ત્વ-રજસ્ અને તમસ આ ત્રણ ગુણોની વ્યાપકતા છે. વાત - પિત્ત અને કફ આ ત્રિદોષની સમસ્ત વૈદ્યક શાસ્ત્રમાં વ્યાપકતા છે. આરાધકે ખ્યાલમાં રાખવાનું છે કે સત્ત્વ, રજસ, તમસ જેવા ગુણોથી કે વાત - પિત્ત - કફના દોષોથી પોતાના આત્મા અને શરીરને મુક્ત રાખવાના છે.
ક્ષાયોપથમિક ગુણોથી ગુણાતીત અને ઔદયિક ભાવના દોષથી અતીત થઈને આત્માએ પોતાના સહજ સ્વભાવમાં સ્થિર થવાનું છે. આવા ભવ્ય લક્ષ્યની અનુપ્રેક્ષાઓ આરાધકે કરવી જોઈએ. આવી અનુપ્રેક્ષાઓ ક્યારેક ગુરુના અનુગ્રહ દ્વારા પ્રગટ થાય છે તો ક્યારેક આવા જ સ્તોત્રની આદરપૂર્વક આરાધના કરવાથી ફુરણા રૂપે પ્રાપ્ત થાય છે. પ્રત્યેક આરાધકે આરાધનાના ક્ષેત્રમાં શાસ્ત્ર, ગુરૂ આમ્નાય અને સ્વાનુભવ ત્રણેયના મર્મ સુધી પહોંચવાનું છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતાના યોગશાસ્ત્રની રચનાને આ ત્રિપદીથી નિર્મિત જણાવી છે. આપણે ભક્તામરમાંથી પણ માનતુંગ સૂ. મ. એ સંકેત કરેલ આરાધનાની-સાધનાની-ત્રિપદીની ઓળખ કરવાની છે.
શાસ્ત્રો આપણને અગમ્ય પ્રદેશમાં વિચરવાનો-વિહરવાનો સાથ આપે છે. સદૂગુરુઓની પરંપરા મહાપુરૂષોના અનુભવનો નીચોડ આપે છે ! તો સ્વાનુભવ એ અગમ્યતાને આત્મસાત્ કરે છે. આમ સૃષ્ટિના રહસ્યો ચૈતન્યમાંથી પ્રગટિત કરવામાં આ સાધના-ત્રિપદીનો અનન્ય ફાળો છે. આ સ્થળે ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાં પૂ. આચાર્યદેવ હેમચંદ્રાચાર્ય મ.એ કરેલું મહામંગલ ધ્યાનમાં રાખવા જેવું છે :
(૨૯૪
આરાધના-દર્શન
»
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org