________________
ભક્તામર સ્તોત્રની આરાધના કરનાર પ્રત્યેક વર્ષે પંચપ્રતિક્રમણ તો વિધિપૂર્વક કરવા જોઈએ. પંચપ્રતિક્રમણની આરાધના કરનાર ચૈત્યવંદન અને સામાયિકની આરાધના તો સહજપણે કરવાનો છે. માટે ભક્તામરનું દૈનિક સ્મરણ તેની આરાધના ચૈત્યવંદન-પ્રભુ-પૂજા-ગુરુવંદન અને પ્રતિક્રમણ કરવાની અપેક્ષા રાખે છે. આવા માન્ય ક્રમથી આરાધનામાં આગળ વધાય તો આરાધનાનું મૂલ્ય અનેકગણું થઈ શકે છે. આમ ભક્તામરની આરાધના માત્ર એક પાઠ ક્રિયા નથી, પણ જેના જીવનનો અમૃતમય આસ્વાદ મેળવવાની ક્રિયા છે. વર્તમાનકાલમાં કેટલાય આત્માઓ આવો ક્રમ જાળવી શકતા નથી. કેટલાકે તો નવકાર બાદ સીધું જ ભક્તામર કંઠસ્થ કર્યું હોય છે. આવા લોકોનો વ્યવહાર જોઈને પોતાને જ ધર્મનું સર્વસ્વ સમજનાર કેટલાક મહાનુભાવો-મહાત્માઓ આવા આરાધકોનો ઉઘડો લઈ લેતા હોય છે. અમે પોતે પણ એ જ મતના છીએ કે ભક્તામરના આરાધકે આગળની આરાધના કરવી જોઈએ... અવશ્ય કરવી જોઈએ. પણ ભક્તામરને જ પ્રાથમિકતા આપનાર પર તૂટી પડવું એ અમારું કાર્ય નથી. શાસ્ત્રો તો કહે છે કે ““એક પણ જિનવચન આત્માનું ઉત્થાન કરી શકે છે. તેથી જ જિનવચનના સાર થી ગર્ભિત એવા ભક્તામર સ્તોત્રના વિશેષ આદર વાળાની અમે આશાતના કરી શકતા નથી. પણ ભક્તામરના આરાધકે પોતાની આરાધના ક્રમસર વિકસિત કરવી એવું અમારું સૂચન છે. જેમ ઘણાં આત્માઓ દર વર્ષે ગુરુવંદન કરવા જતા હોય છે પણ બધા તીર્થોની કે કલ્યાણક ભૂમિની યાત્રા તેઓ એ એક વખત પણ કરી નથી હોતી તો તેની પ્રતિવર્ષીય ગુરુવંદનાને અમે નિરર્થક માનતા નથી... આમ ભક્તામરના આરાધક પોતાના જીવનમાં શ્રાવકના અન્ય વ્રત નિયમો અને આરાધનાનો અનુપમ આદર રાખે એ કહેવાનો અમારો ઈરાદો છે.
૦ આરાધનાના પ્રકારો
ભક્તામર સ્તોત્ર પર લખાયેલું વિશાળ તંત્ર-મંત્ર-યંત્ર સાહિત્ય બતાવે છે કે ભક્તામરની સાથે સંગત માનવામાં આવેલા તંત્ર-મંત્ર અને મંત્ર ની આરાધના એ પણ ભક્તામરની જ આરાધના છે. એટલે ભક્તામરની આરાધનાના માર્ગો અનેક છે, વિવિધ છે...
મહામંત્ર નવકાર એક સ્મરણ રૂપ છે. પરમ આરાધ્ય મંત્ર છે. છતાંય મહાપુરૂષોએ નવકાર મંત્ર આધારિત અનેક અન્ય મંત્રો જણાવ્યા છે. અનેક યંત્રો અને તંત્રો જણાવ્યા છે અને તેની આરાધનાની વિધિઓ બતાવી છે. છતાંય એ મહામંત્ર માટેની આરાધનાના બે ત્રણ ઉલ્લેખો આપણું ધ્યાન ખેંચે તેવા છે :
"अट्टेवय अहसया, अट्ठसहरसं च अत कोडिओ जो गुणई अव लखे, सोतईय भवे लहइ सिद्धि।"
(નમસ્કાર લઘુકુલક : નમસ્કાર સ્વાધ્યાય-પ્રાકૃત પૃ. ૪૩૮) જે આત્માઓ ૮ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર આઠસોને આઠ નવકાર ગણે છે તે ત્રીજા ભવે મોક્ષે જાય છે. આમ આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસોને આઠ નવકારનો જાપ શ્રાવક જીવનની સુંદર આરાધના બને છે. આ જ રીતે બીજો ઉલ્લેખ નમસ્કાર સ્વાધ્યાય-ગુજરાતી વિભાગના “નમાર વાવવોઘ’ પ્રકરણમાં પૃ. ૫૪ ઉપર છે.
નવલાખ નવકાર ગણનાર જો પૂર્વમાં આયુષ્ય બંધાયું ન હોય તો નરક અને પશુગતિમાં જતો નથી. તેમજ ૧ લાખ નવકારનો પુષ્પાદિક થી નિયમિત જાપ કરે તો તીર્થકર નામકર્મ બાંધે છે. આથી આ ત્રણેય આરાધના નવકાર મંત્રના આરાધક માટે અવશ્ય આદરણીય છે. અમે તો એવું પણ માનીએ છીએ કે ભક્તામરની પણ જો કોઈ સંપૂર્ણ સ્તોત્રની આવી મહિમામય વાત હોય તો પણ પહેલાં પૂર્વ સેવા રૂપે નવકાર મંત્રની આ ત્રણેમાંથી એક આરાધના તો જરૂર કરી લેવી.
આવી ભક્તામરની સમસ્ત આરાધના શું હોય એવી જિજ્ઞાસા અમારા મનમાં ઘણા વખતથી હતી. એક વખત વડાલીનો એક જ્ઞાનભંડાર જોતાં અમારા વાંચવામાં એક પ્રત આવી હતી. આ પ્રતમાં જણાવ્યું છે કે સવા લાખ વાર ભક્તામરનો જાપ કરવામાં આવે તો ભક્તામર જરૂર સિદ્ધ થાય છે. મેં મારા પૂજ્ય ગુરુદેવને આ વાત જણાવી ત્યારે તેઓએ મને કહ્યું હતું કે મારો સવા લાખ ભક્તામરનો જાપ થઈ ગયો છે. આપણે જાણીએ છીએ કે પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. ના જીવનમાં ભક્તામર સિદ્ધ હતું તેના પુરાવા આપતા ઘણા ઘણા દાખલા થઈ ગયા અને ઘણા ઘણા ચમત્કારો ઘણા લોકો અનુભવી શક્યા છે.
આ અંગેની વધુ વાત આપણે રહસ્ય દર્શનમાં જોઈશું. પણ એ વાત નિશ્ચિત છે કે ભક્તામર સ્તોત્રનો સવા લાખ પાઠ
આરાધના-દર્શન
આરાધના-દર્શન
૨૯૩)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org