________________
ૐ પાર્શ્વનાથાય k
શ્રી ભક્તામર સ્તોત્રની આરાધના માટે પ્રાતઃ કાલનો પરમાનંદી સમય ઉત્તમ સમય છે. બ્રાહ્મ મુહૂર્ત પરમાત્માના મિલનનો સમય છે. આવા સમયને સાધે છે તે જરૂર સજ્જન બની શકે છે. સગૃહસ્થ બની શકે છે સાધુ બની શકે છે. જગતના કોઈ પણ ધર્મના સંત-મહંત ઓલિયા-ફકીર-પાદરી-ગોસાઈ કે ગુરુઓ સૂર્યોદય થયા પછી ઉઠે છે તેવું તો ધ્યાનમાં આવ્યું નથી. દરેક ધર્મ પ્રાતઃ કાલની પવિત્રતાની પ્રશંસા પ્રસારી છે. માત્ર ધર્મે નહીં, વિજ્ઞાને પણ પ્રાતઃ કાલની વિશેષતાના વિલક્ષણ વર્ણનો કર્યાં છે. સવારના સમયમાં મગજની ગ્રંથીઓમાંથી અમૃત સમાન રસ ઝરે છે અને તેથી પૂરો દિવસ તાજગીમય જાય છે. બ્રાહ્મમુહૂર્તમાં અમૃત ઝરણની પ્રક્રિયા હવે પ્રયોગ શાળામાં સાબિત થઈ ચૂકેલું સત્ય છે. પ્રભાતે મોટા શહેરોના ચોક્કસ સ્થળોએ તો માનવ મહેરામણ મન મૂકીને દોડતો, યોગાસનો કરતો, હવાખોરી કરતો દેખાય છે. પ્રાતઃ કાલની આરાધનાઓ માટે જેટલું લખાય તેટલું ઓછું છે.
અમે તો સંસારી માતુશ્રીના મોઢેથી બચપણથી બોલતા શીખ્યા છીએ કે
શાળામાં અંગ્રેજીમાં પણ એજ ભણાવાતું કે :--
11 30 24 14:11
આરાધના-દર્શન
"
૨૯૦
‘‘સાંજે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર;
બળ, બુદ્ધિ, ધન બહુ વધે, સુખમાં રહે શરીર.''
Early to bed and early to rise; That is the way to be; healthy, wealthy and wise".
અમે તો માનીએ છીએ કે પ્રાતઃ કાલની ઉપેક્ષા એટલે જીવનના આનંદની ઉપેક્ષા... જીવનની ઉપેક્ષા એટલે પોતાની જાતની જ ધીમી આત્મહત્યા !
પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ મ.સા.ની ચરણ પાદુકા
આમ તો ભક્તામરની આરાધનાની સાથે પણ ‘ત્રિસંધ્ય’ એટલે સવારની, બપોરની અને સાંજની ત્રણ સંધ્યાઓ જોડાયેલી છે. પણ ઉષા કાલની ઉત્તમતા તો અનેરી જ છે. કોઈ પણ માનવે આ સવારની આરાધના કરવાના સમયની, અમૃત વેળાની, ઉપેક્ષા કરવા જેવી નથી. ધ્યાનમાં રાખજો કે જેમ તમારા હાથમાં ઘડિયાળ છે એમ પ્રકૃતિ પણ એક ઘડિયાળ છે. પ્રકૃતિની ઘડિયાળનો પ્રાણવાન સમય પ્રાતઃકાલ છે. આ સમયે દરેક માનવ પોતપોતાના સત્ત્વ; શક્તિ અને સામર્થ્ય પ્રમાણે આરાધના કરે છે, પણ જેને ભક્તામરની આરાધના કરવી હોય જેને નિયમિત ભક્તામર સ્તોત્રનો પાઠ કરવો હોય તેને પણ આ સમયનો લ્હાવો લૂંટી લેવા જેવો છે.
Jain Education International 2010_04
પૂજ્ય ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજને જિનભક્તિનો અમૂલ્ય વારસો મળ્યો હતો. અમે વિ.સં ૨૦૨૫ માં કેસરવાડી મદ્રાસમાં હતા. કેસવાડી શાંત અને રમ્ય આરાધના ક્ષેત્ર છે. તે વખતે ત્યાં ઉપધાન ચાલતા હતા. પૂરતો સમય હતો. પૂજ્ય ગુરૂદેવ મને કહેતા ‘‘રાજા ! બીજી આરાધના તો થાય એટલી કરીએ, પણ ૧૦૮ સ્તુતિથી પ્રભુની ઉત્કૃષ્ટ સ્તવના થાય છે એવું જાણ્યા પછી અવનવા પ્રાચીન ભાવવાહી સ્તોત્રોથી પ્રભુની પ્રાર્થના કરવાનું મન થયા જ કરે છે.'' આવા ભક્તિના ઉમળકાએ પૂજ્ય ગુરૂદેવની કેસરવાડીમાં અનેક સ્તોત્ર સ્તવનોમાંથી ભક્તામર સ્તોત્ર પર પસંદગી ઉતરી. બસ, પછી તો પૂ.ગુરૂદેવે ભક્તામર પકડયું કે ભક્તામરે પૂ.ગુરૂદેવને પકડયા એ સમજી ન શકાયું. આજે એ વાતને વર્ષો વીતી ગયા છે, છતાં એક પણ દિવસ અમારો એવો નથી ગયો કે પ્રાતઃકાલમાં ભક્તામર સ્તોત્રથી પ્રભુની સ્તવના ન થઈ હોય. પૂજ્ય ગુરૂદેવનું પણ આ આરાધના વ્રત અંત સમય સુધી અખંડ જ રહ્યું હતું. જીવનના અંતિમ દિવસનો આરંભ પણ ભક્તામરની સ્તુતિ વડે જ થયો હતો. આજે તો એ સાર્થક રીતે કહેવાયું છે... ગવાયું છે કે...
આરાધના-દર્શન
ૐ પદ્માવત્યે હીં
‘“ભક્તામર કી ભવ્ય પ્રભાએં
ફૈલાયી હૈ જગમેં સારે ઐસે ગુરૂવર નયનોં કે તારે. વિક્રમસૂરીશ્વર પ્રાણોં સે પ્યારે’’
For Private & Personal Use Only
પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ મ.સા.ની ચરણ પાદુકા
www.jainelibrary.org