________________
સ્વર્ગ અને હવે મળશે અપવર્ગ-મોક્ષ... આ ત્રણેય રૂપ લક્ષ્મી પૂ. માનતુંગ સૂ. મ.સા.ને મળી છે. તો કેવી રીતે “અ” એટલે “કૃષ્ણ’’ અને ‘વશા'' એટલે તેની ‘‘પત્ની”', જેવી રીતે તે માનતુંગ રૂપ પુરુષોત્તમ - કૃષ્ણના ગળામાં વરમાળા આરોપણ કરે છે.. તેવી રીતે આ સ્તોત્રના પાઠ કરનારા ભક્તોનો ગળામાં પણ લક્ષ્મી માળા અર્પણ કરે છે.
પૂ. માનતુંગસૂરિજી મ.સા. એ તો આ સ્તવન જિનેન્દ્રને સંબોધીને જ શરૂ કર્યું છે... સ્તોત્ર પૂર્ણ થતાં પણ જિનેન્દ્રને જ સંબોધે છે તે જ “પ્રથમં નિનેન્દ્ર” શ્રેષ્ઠ નિંદ્રને અહીં પણ લલકારે છે. ટીકાકાર કહે છે કે ““જિન” તો ““વિષ્ણુ'નો પણ પર્યાયવાચી શબ્દ છે.. અને ઈદ્ર એટલે જ સુરેન્દ્ર. આ વિષ્ણુ અને સુરેંદ્રના શૌર્ય – ઐશ્વર્ય ગુણોથી ગુંથાયેલ માળાને જે કંઠમાં ધારણ કરે છે તે માનતુંગને લક્ષ્મી સહજભાવે સામે આવીને મળે છે...
પાંચમો અર્થ તો સ્તોત્ર માળાની સુષમાં આપે તેવી પુષ્પમાળાના પ્રભાવની પ્રશસ્તિ છે.. જે મનુષ્ય પોતાના કંઠમાં પુષ્પની માળા ધારણ કરે છે, તે અવશ્ય લક્ષ્મીવાન બને છે.. પુરુષોની પંક્તિમાં પ્રથમતયા બિરાજમાન થાય છે.. ટીકાકાર એવો પણ શ્લોક ટીકામાં શોધીને મૂકે છે જે પુષ્પમાળા ધારણ કરે છે તે ગરીબ – દરિદ્ર માનવ લક્ષ્મીવાન બને છે..
છઠ્ઠો અર્થ કરતાં ટીકાકાર કહે છે કે જે રીતે સ્વયંવરમાં કોઈ પુરુષના ગળામાં કોઈ સ્ત્રીએ સોનાની માળા પહેરાવી હોય અને તે પુરુષ એ માળાને જાણે ધારણ કરતો હોય તેવી રીતે આ સ્તોત્ર - માળાને જે ધારણ કરશે તેને લક્ષ્મી પોતે જ જાણે કામથી વિહ્વળ બની હોય તેવી રીતે તે માનતુંગને પોતાના વિશાળ માનથી શોભતા સર્વ લક્ષણ સંપૂર્ણ શરીરવાળાને દૂરથી પણ આવીને મળશે.. ભેટશે..
આમ, પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની આ રુચિરવર્ણવાળી – વિવિધ પુષ્પોવાળી માળાને આપણે સહુ કંઠમાં ધારણ કરીએ.. અને જીવનને ધન્ય બનાવીએ.. બસ, જો આવું થશે તો આપણે “માનતુંગ” બનીશું.. એવા માનતુંગ બની શકીશું કે સર્વજ્ઞ અને વીતરાગ એ જ આપણા દેવ હોય તેવું આપણું માન-ધર્મ ગૌરવ જળવાઈ રહે... એવા માન થી આપણે તુંગ બનીએ-ઉચ્ચ બનીએ !
પાંચ મહાવ્રતને ધારણ કરનાર ગુરૂ જ આપણા જીવનના પથ પ્રદર્શક બને એવું આપણું માન-નિયમ-મર્યાદા જળવાઈ રહે... એવા જ તંગ બનીએ.
રોજ હું ભક્તામર-સ્તોત્ર ગણીશ જ.. રોજ ભક્તામર ગણીને જ હું પાણી પીશ... રોજ જિનપૂજા તથા એક નવકારવાળી ગણીશ... આવા નિયમો હું કોઇ પણ ભોગે તોડીશ નહીં... એમાં કાંઈ પણ બાંધછોડ કરીશ નહિ... આવું “માન” – આવી ટેક રાખીને આપણે “તુંગ” એટલે ઉચ્ચ બનવાનું છે...
આ ભક્તામરનો અજગ્ન – નિત્ય પાઠ કરનારને ભલે ગમે તેવું “માન” મળે છતાં પણ તે પોતાની શ્રદ્ધા - પોતાની ટેકમાં “તુંગ' ઉચ્ચ રહે તો પલ-પલ પ્રસન્નતાથી - પ્રશાંતિની – મનઃશાંતિની વીતરાગીતાની લક્ષ્મી એને જરૂર મળશે.
. માનતુંગસૂરિજી મ.સા. ભક્તામરની કૃતિ અજમાવો.. અને સફળ થાવ.. અહીં Luck by chance નથી... અહીં તો "Turn your luck and be god".. “તમારું ભાગ્ય બદલો અને ભગવાન બનો'' - “એવી વિક્રમી હાકલ છે.. એવો જ જિનરાજનો સનાતન ચશ-નિનાદ છે..” આવા યશનિનાદને અમલમાં મુકી આત્માથી પરમાત્મા બનો !
( ગાથા સંખ્યા રહસ્ય ) • "શ્રી ભક્તામર સ્તોત્ર” કેટલી ગાથાનું છે?
ભક્તામર-સ્તોત્રની કેટલી ગાથા છે આ પ્રશ્ન આજે બધાંને મૂંઝવણમાં મૂકે છે. પણ, પૂજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજે આ સ્તોત્રની ચુમ્માલીશ (૪૪) જ ગાથા રચી છે. જો ચુમ્માળીશ (૪૪) જ ગાથા પૂ.માનતુંગસૂરીશ્વરજી મહારાજે રચી હોય તો અત્યારે અડતાલીસ ગાથાનું ભક્તામર શા માટે મળે છે ? અડતાલીસ ગાથાવાળા ભક્તામર સ્તોત્રમાં ગાથા નંબર, (૩૨,૩૩,૩૪, ૩૫) બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ અને પાંત્રીસ પૂ.માનતુંગસૂરિ મહારાજે રચેલી નથી. એટલે વધારાની ગાથા છે. સાહિત્યમાં આવી ગાથાને પ્રક્ષિપ્ત ગાથાઓ કહેવાય છે...
સારું થયું આપે વધારાની ગાથાના નંબર-ક્રમાંક અમને જણાવ્યા, નહીં તો અમે એમ જ માનતા હતાં કે પીસ્તાલીસ-છેતાલીસસુડતાલીસ અને અડતાલીસ ગાથા (છેલ્લી ચાર ગાથા) જ વધારાની છે. ભલે એમ હોય, પણ આ ચાર ગાથા પૂ. માનતુંગસૂરિશ્વરજી મહારાજાની બનાવેલી નથી, એવું કેવી રીતે કહેવાય?
(૨૮૦
રહસ્ય-દર્શન )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org