________________
શ્રી ભક્તામર સ્તોત્રના મહત્ત્વને સમજાવતી સંસ્કૃતમાં ટીકા (વિવરણો) છે. તેમાં સૌથી જૂની ટીકા પૂ. આચાર્ય ગુણાકરસૂરિજી મહારાજાની છે. વિ.સં. ૧૪૨૬ ની જે તેઓએ આજથી (૬૨૭) છસો સત્તાવીસ વર્ષ પૂર્વે રચી છે. તેમાં ચુમ્માળીશ (૪૪) જ ગાથાનું વિવરણ છે. અને તેમણે બીજી કોઈ ચાર ગાથાઓ છે, તેની નોંધ પણ નથી લીધી.
એવી કલ્પના ન કરી શકાય કે આ સ્તોત્રની મૂળ ગાથા તો અડતાલીસ (૪૮) જ હતી. પૂ. ગુણાકરસૂરિજી મહારાજે આ ચાર ગાથાઓ કાઢી નાંખી. અથવા તેમના સમય પહેલાં જ કોઈએ આ ચાર ગાથા કાઢી નાંખી હોય ?
આ વાત એટલા માટે શક્ય નથી કે આ ચાર ગાથામાં કોઈપણ વાત પૂ. ગુણાકરસૂરિજી મહારાજ સાહેબના કે કોઈપણ જૈન સંપ્રદાયના મતનું ખંડન કરતી નથી. એટલે પૂ. ગુણાકરસૂરિજી મ.સા. કે એમના પૂર્વના આચાર્યોએ અડતાલીસ ગાથામાંથી ચાર ગાથા કાઢી નાંખી. તે વાત અસંભવિત છે. • જો, કોઈ પૂ. આચાર્ય ભગવંતોએ ચાર ગાથા કાઢી નથી નાંખી, તેવું માનીએ તો આ ચાર ગાથા કોઈએ એમાં ઉમેરી એવું પણ કેવી
રીતે મનાય ?
આ ગાથાઓ ઉમેરેલી છે એ વાત સ્પષ્ટ છે. કારણકે પૂ. માનતુંગસૂરિ મહારાજની તો ચુમ્માળીશ જ ગાથા છે. આ ગાથાઓ ઉમેરેલી છે એ વાત એટલા માટે શક્ય છે કે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં ભગવાનના આઠ પ્રાતિહાર્યોનું વર્ણન છે જ્યારે શ્રી ભક્તામર સ્તોત્રમાં માત્ર ચાર જ પ્રાતિહાર્યનું વર્ણન છે. કોઈક વિદ્વાન આચાર્ય કે સાધકે આ ચાર પ્રાતિહાર્યનું વર્ણન કરતી ચાર ગાથા પોતે બનાવી છે. • શું આવી રીતે ગ્રંથમાં ગાથાનો વધારો કરવો સારો છે ? આવો વધારો કેમ થતો હશે ?
જૂના વખતમાં હસ્ત લિખિત પ્રતોનો રિવાજ હતો. મોટા ભાગે પ્રતોની કોપીઓ લહિઆઓ કરતા હતાં. તેમના અક્ષરો સારાં હતાં) પણ, તેમને સંસ્કૃતનું ખાસ ઊંડું જ્ઞાન રહેતું નહીં. આ તરફ વિદ્વાન સાધુઓ પોતાની પ્રતમાં ઘણીવાર એક જ વિષયને વધારતાં-પુષ્ટ કરતાં કે સમર્થન કરતાં શ્લોકો પોતે બનાવીને કે બીજાંના બનાવેલા પ્રતના હાંસિયામાં લખી રાખતાં હતા. લહિયાઓ બીજીવાર કોપી કરતાં અને એ શ્લોકને પણ ભેગાં કરી દેતાં. આમ, આપણે ત્યાં ઘણાં ઘણાં ગ્રંથોમાં શ્લોકો ઉમેરાઈ ગયા છે અને ગ્રંથો મોટાં થઈ ગયાં છે. બીજા ધર્મના ગ્રંથોમાં પણ આવું ખૂબ બન્યું છે. મહાભારતના મૂળ શ્લોક માત્ર પંચોતેર હજાર છે. તેમાં એક લાખ શ્લોક નવા ઉમેરાયા છે. આમ, શ્લોકો ઉમેરવાની પદ્ધતિ તો આપણે ત્યાં ખૂબ જૂના કાળથી ચાલે છે, પણ, શ્લોકો કાઢી નાંખવાની પદ્ધતિ પ્રાચીન કાળમાં ન હતી. • બત્રીસથી પાંત્રીસ આ ચાર શ્લોકો વધારવામાં આવ્યા છે, તેની બીજી સાબિતી શું?
આવાં ચાર શ્લોકોના ચાર જોડકા મળે છે. ગાથા બત્રીસમાં વર્ણવાતાં પ્રાતિહાર્ય દુભિ - સુર પુષ્પ વૃષ્ટિ - ભામંડલ અને દિવ્ય ધ્વનિ – આ ચાર પ્રાતિહાર્યનું વર્ણન કરતા ચાર જોડકાઓ છે. એટલે કુલ સોળ શ્લોકો છે. આ શ્લોકોને મદ્રાસમાં વર્ષ પૂર્વે અમને પંડિતજી શ્રી કુંવરજીભાઈએ આપેલ એક પુસ્તકમાં વાંચેલ. અત્યારે પણ આવું એક બીજું જોડકું શ્રી હીરાલાલ રસિકલાલએ સંપાદન કરેલ ગ્રંથમાં મળે છે. આમ, જો ચાર જોડકાના બધાં જ શ્લોકોને ભક્તામર સ્તોત્રમાં ઉમેરી દઈએ તો ચુમ્માલીશ + સોળ (૪૪+૧૬) = સાંઇઠ (૬૦) શ્લોક થાય છે. • અહો ! તો પછી તો કોઈ એમ પણ કહે કે શ્રી ભક્તામર સ્તોત્રના સાંઈઠ (૬૦) શ્લોકોમાંથી સોળ શ્લોકો કેમ કાઢી નાંખ્યા?
જરૂર, એમ જ વાત થાત. પણ, સદ્ભાગ્યે ચાર કુલકોમાંથી એક જ કુલકના શ્લોકો ભક્તામર સાથે જોડાયા એટલે માત્ર ચુમ્માલીશના અડતાલીસ ગણાયા.
બત્રીસ થી પાંત્રીસ સુધીના શ્લોકો પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના ન હોવા છતાંય બીજાં કવિના આ ચાર શ્લોક સહિત શ્રી ભક્તામર સ્તોત્ર અડતાલીસ ગાથાનું કોણ કોણ માને છે ?
શ્રી ભક્તામર સ્તોત્ર તમામ જૈનોને માન્ય છે. તેમાંથી બધાંજ દિગંબર બંધુઓ ભક્તામર સ્તોત્રના અડતાલીસ શ્લોક માને છે. શ્વેતામ્બરોમાં પણ સ્થાનકવાસી અને તેરાપંથી ભાઈઓ અડતાલીસ શ્લોકો માને છે. પણ, મૂર્તિપૂજક સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રના ચુમ્માળીશ જ શ્લોકનો પાઠ થાય છે. • મૂર્તિપૂજક સંપ્રદાયમાં જ ચુમ્માળીશ શ્લોકની માન્યતા કેમ રહી?
મૂર્તિપૂજક સંપ્રદાયમાં વિદ્વાન સાધુઓની સંખ્યા વધારે છે. તેઓની પાસે પ્રાચીન જ્ઞાનભંડારો પણ વ્યવસ્થિત અને સુરક્ષિત છે. • ભંડારો વ્યવસ્થિત અને સુરક્ષિત હોવાનો શું ફાયદો?
હસ્ય-દર્શન
૨૮)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org