________________
આમ ૪૮ ગાથા માનીને ઋદ્ધિનું આયોજન કરનારથી એક એવી મોટી ભૂલ થઈ ગઈ છે કે ૩૩ મી અને ૩૭ મી ગાથાની એક જ ઋદ્ધિ લખાઈ ગઈ છે. દરેક શ્લોકમાં ઋદ્ધિઓ જુદી જ છે. તો ૩૩ મી અને ૩૭ મી એક જ ઋદ્ધિ હોવાનું કોઈ કારણ નથી. આ માત્ર નવી ગાથાઓ ઉમેરનારની જ ભૂલ છે.
ભલે, એ વાતને અમે કબુલ કરીએ છીએ કે ૩૩ મી અને ૩૦ મી ગાથાની ત્રાદ્ધિ એક જ આવી જાય છે તે દોષ છે. પણ તમે આ ચાર ગાથા નથી માનતા તો તમારા મતે ચાર નહીં તો પણ ત્રણ દ્ધિ ઓછી થઈ તે દોષ તો આવશે ને !
એ દોષ નથી કારણ કે ૪૮ જ લબ્ધિપદ છે. એવું કોઈ પ્રમાણ નથી. સૂરિમંત્ર કલ્પમાં કુલ ૫૦ લબ્ધિપદો આપવામાં આવ્યા છે. આ ગ્રંથ શ્વેતામ્બરાશાયી લખાયેલો છે. જ્યારે પખંડાગમની ધવલા ટીકામાં દિગમ્બર આચાર્યના બતાવેલા છે. તેમાં ૪૪ જ લબ્ધિપદો આપેલા છે. માટે ૪૪ લબ્ધિપદો ભક્તામરમાં આપવામાં આવે તો લબ્ધિપદો ઓછા કર્યા છે તેવું કહી ન શકાય. વળી “સો સરિ પત્તા''નો ૪૪ ગાથામાં સમાવેશ થાય છે અને “વેનોસંદિપત્તા, નન્નોરિંપત્તા, અને વિપરિપત્તા” આ ત્રણ પદનો સમાવેશ થતો નથી, પણ અર્થનો વિમર્શ કરનાર સમજી શકે છે. કે “સવો વત્તા”ના અર્થથી ત્રણેય લબ્ધિપદ આવી શકે છે. આમ આ ચાર ગાથાઓ પાછળથી જોડાય છે. તે સમજાવતું આ પણ એક પ્રમાણ છે. ચાર ગાથાઓ ઉમેરતી વખતે ભૂલ થઈ ગઈ તેવું માનીએ તો આપણા સંશોધન પ્રમાણે એ ભૂલ કઈ રીતે સુધરી શકે.
અમારા સંશોધન પ્રમાણે ૪૮ ગાથા માનનાર ૩૩ મી ગાથા જે મન્દાર દામથી શરૂ થાય છે તે ગાથાની ઋદ્ધિમાં “ રીં નમો સોપત્તા’’ની જગાએ અહીં “નમો નમોહપત્તા” પદ આયોજિત કરવું જોઈએ.
( પાઠાંતર-રહસ્ય )
૦૦ નદી વહેતી જાય છે.. અને એના રૂપો બદલાતાં જાય છે. તેમ સ્તુતિ-સ્તોત્ર કે આગમો બોલતા જાય છે, તેમ પાઠના પાઠાંતરો થતાં જાય છે. આવા પાઠાંતરો જ્યાં સુધી એક જ સરખો ભાવ જાળવી રાખે છે, ત્યાં સુધી તો વાંધો નથી આવતો.. પણ ક્યારેક ભાવાંતર સર્જે છે.. તો ક્યારેક મૂળગ્રંથ કર્તાના આશયને દૂર કરી દે છે... માટે આવાં પાઠાંતરોને વધવા ન જ દેવા જોઈએ.. ઘણીવાર આવા પાઠાંતરો સંપ્રદાય ભેદને પણ પહોળો કરે છે.. વધારે છે. માટે પાઠાંતરો પર કાબુ રાખવો જાઈએ... અહીં શ્રી ભક્તામર-સ્તોત્રના પણ પાઠાંતરો તરફ વિદ્વાન પાઠકોનું ધ્યાન આપવું ઉચિત સમજી પ્રસિદ્ધ પાઠાંતરોની નોંધ અને એનું રહસ્ય સમજવાની કોશિશ કરવામાં આવી છે.. ગાથા-સંખ્યા રહસ્યમાં આપણે જોયું કે ચાર ગાથાઓ ભક્તામરમાં વધી અને નિર્વિવાદ આરાધતો આ ભક્તામર ગ્રંથ વિવાદથી ઘેરાયો.. ભવિષ્યમાં પણ પ્રસિદ્ધ પાઠોના પાઠાંતરોથી ગ્રંથો ઘેરાઈ ન જાય માટે જાગૃત રહેવું જોઈએ..
૦ ગાથા પાંચમીની ત્રીજી પંક્તિમાં પાઠ છે“ત્યાત્મિવીર્ય વધાર્થ પ્રભો કરીન્દ્ર” . આના ઠેકાણે “પ્રયાત્મવીર્ય વિવાર્થ મૃગી કુળદ્ર” - આ પાઠ પણ પ્રચલિત થયો છે..
શ્રી ભકતામર સ્તોત્રના પ્રસિદ્ધ ટીકાકાર પૂ. ગુણાકરસૂરિજી મ.સા. પૂ. કનક કુશલ ગણિ, પૂ. મેઘ વિજયજી ઉપાધ્યાય, પૂ. સિદ્ધિચંદ્ર ગણિ – કોઈની પણ સમક્ષ આ પાઠની ચર્ચા ચાલી નથી.. આ પાઠ પણ માટે ભાગે દિગમ્બર પરંપરામાં આવ્યો છે.. અહીં આ “કળી'' એવો પાઠ આપનારનો આશય હોઈ શકે છે કે પોતાના બચ્ચાં – મૃગલાંને જેટલાં વ્હાલા હોય તેના કરતા મૃગલીને વધારે વ્હાલાં હોય છે.. અને તેથી જ મૃગલી-હિરણી પોતાના બચાવ માટે સિંહની સામે છલાંગ મારે તો વધારે આશ્ચર્ય કહેવાય ? પણ, આવાં જ અર્થનો આગ્રહ રાખનારને કોઈ પૂછે કે મૃગલી હાજર હોય તો મૃગ હાજર ન હોય. અને મૃગ હાજર હોય ત્યાં મૃગલી છલાંગ મારે તો શું મૃગ જોયાં કરે ? આવું બને નહીં... મૃગ પુરૂષ છે. પહેલાં એ જ છલાંગ મારે એ સ્વાભાવિક છે. માટે ““મૃગ'' શબ્દથી મૃગ પણ સમજવો અને મૃગલી પણ સમજવી હોય તો સમજી શકાય.. ““મૃગ' શબ્દ પુલિંગ હોવાની સાથે સામાન્યથી સમસ્ત મૃગ જાતિનો વાચક છે.. અસ્તુ. “મૃગ'' પાઠ પ્રાચીન છે – એ પ્રમાણે પાઠ બોલનારે કોઈ પાઠ પરિવર્તન કરવાની જરૂર નથી..
આ જ રીતે છઠ્ઠી ગાથામાં ચોથી પંક્તિમાં પાઠ છે – તી વૃત નિનિર૪ દૈતુ: ” અહીં કેટલાકોએ “તાર વાત નિવાનિવારવા હેતુ – એવો પાઠ કર્યો છે...
આ રહસ્યદર્શન
૨૮૩)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org