________________
મવેત્તામર પ્રત મૌનિ મળિ પ્રભાઈIIસ૬િ ૩ોત' - ત્યાં પણ ““સમ્યકુ” જોડાઈ શકે છે... અને “પુતી સી માનવન''માં પણ ““સમ્યક્ પદ જોડાઈ શકે છે...
એક વિદ્વાન ચિંતકે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું ભકતદેવોના મુગટની મણિની પ્રભાને ઉદ્યોત કરવામાં જ પ્રભુની મહત્તા છે ! ખરેખર, તો એક પ્રકાશ વધારે હોય તો બીજો પ્રકાશ અભિભૂત થઈ જાય... મોટાં પ્રકાશમાં નાનો પ્રકાશ જુદો જાણી શકાતો નથી, તો ભગવાનના નખની કિરણાઓ દેવના મુગટના મણિની કિરણાઓને ચમકાવી કેવી રીતે શકે ? દેવોના મુગટની મણિની કિરણાઓ તો ઝાંખી પડી જાય... પ્રકાશિત કરવાની વાત જ કયાંથી આવે ? માટે જ વિચારવાનું છે કે મૌનિ - એ ભકતના મસ્તકમાં રહેલું જાજ્વલ્યમાન સહશ્નાર ચક્ર છે અને તેનો “મણિ' સમાન મધ્ય ભાગ કેંદ્ર બિંદુ જ મણિ છે... આવા મણિનું સમ્યકુ ઉદ્યોતકપણું પ્રભુના ચરણથી થાય છે... કહેવાય છે કે ગણધર ભગવંતો પ્રભુની પાસે દીક્ષા લે છે... અને તુરંત જ મન:પર્યવ જ્ઞાન પ્રગટ થઇ જાય છે... પ્રભુના ચરણોની શરણાગતિ આવે તો જરૂર કુંડલીની સુષુપ્ત શકિત મૂલાધારમાંથી સળવળીને સહસ્સાર ચક્રમાં પોતાના મુખને સવળું કરે... યોગીઓ કહે છે કે કુંડલીની જાગૃત થાય, પણ જો અધોમુખીમાંથી ઉર્ધ્વ મુખી બનાવતાં ન આવડે તો શકિત તો જાગે, પણ પતન પામીને વિનિપાત જ થાય... માટે જ જરૂર છે કુંડલીની શકિતને ઉર્ધ્વમુખી કરવાની. આવી ઉર્ધ્વમુખી શકિત આવે છે ત્યારે જ સમ્યક ઉદ્યોતકમ્ રૂપમાં પ્રભુની કૃપા ફળે છે... કુંડલીની શકિત જાગૃત કરનાર ધણાં છે, પણ સમ્યક જાગરણ કરનાર તો પ્રભુ આદિનાથ ! તું જ છે... તારા ચરણ-યુગલ છે... કષાયની કૂરતા અને વિષયોની વિષમતાને વિલીન કરનાર આ “પાદ યુગ”ને પુનઃ સમ્યક્ પ્રણામ... કષાય અને વિષયની જોડી જ છે... વિષયો કષાય માટે મોકળું મેદાન છે... તો ઉદયમાં આવતાં કષાયો વિષય માટે મહાન લોહચુંબક છે... તેથી જ પાદયુગની આ જોડીને કષાય હત્તા અને વિષય હત્તાના રૂપમાં તારવી તેને ““સમ્યક્ પ્રણામ' કરવાનો છે...
ભવ જલધિમાં પડતાં જીવોના માટે આ ચરણ યુગલો માત્ર આલંબન નથી-સમ્યકુ આલંબન છે... આ વાતનો ભાવ કવિએ“નાચઃ શિવઃ શિવપશ્ય મુનીન્દ્ર પંથાઃ”માં સ્પષ્ટ કર્યો છે...
હે ભગવાન ! તારો મોક્ષ માર્ગ શિવરૂપ છે... મંગલરૂપ છે... માટે જ માત્ર આલંબન નથી... પણ, સમ્યક આલંબન છે... તમે ગાડીના છાપરાં ઉપર બેસો કે સળિયા પકડીને લટકી રહો તો પણ તમારાં ગંતવ્ય સ્થાને તો પહોંચી શકો... પણ, તમને ગાડીમાં જગ્યા મળી, એમ તો ના જ કહેવાય. મંઝિલે પહોંચ્યા તો ખરા, પણ મુસીબતે... મહા પીડાએ... મહા વ્યથાએ...
પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ તો કહેવા મથે છે કે જે તારાં ચરણ-યુગલને સમ્યફ પ્રણામ કરી ચૂક્યો છે તેના માટે તારો મોક્ષમાર્ગ સમ્યકુ આલંબન છે. મોક્ષ મળે; તે પણ અન્ય ખટપટ અને લટપટ વિનાનો... તેમાં વ્યથા ન હોય, વિષમતા ન હોય, વિવાદ ન હોય - વળી જે તારાં ચરણના શરણમાં આવીને મોક્ષ પામ્યો હોય તેનું આલંબન જો કોઈ સાધારણ જન પણ લે, તો પણ એ સીધો જ પહોચે... ન એને અટકવું પડે... ન એને ભટકવું પડે... અને ન રઝળવું પડે... ન રખડવું પડે... માટે સમ્યક્ શબ્દનો ભાવ ત્રણેય ઠેકાણે જોડવો...
* "ભવજલે” * ૦૦૦ મન કયારેય પ્રશ્ન કરી ઉઠે છે કે આવા મોટાં કવિએ “ભવ નથ પતતાં” એવો પ્રયોગ કરવો જોઈતો હતો.. “ “જલ' શબ્દ તો સમુદ્ર વાચી નથી... “જલ' શબ્દ તો માત્ર પાણીનો જ વાચક છે... તો શા માટે જલધિ જેવાં શબ્દનું ગ્રહણ ન કર્યું... ભાઈ ! આગળ “ભવ' શબ્દ વાપરીને “જલ'' શબ્દ વપરાયો છે... જો મવઝન છે તો “ભવ-જલધિ' પણ છે જ... “જલધિ’’નું એક બિંદું પણ જલ કહેવાય છે... અમારા પૂ. માનતુંગસૂરિજી મહારાજે તો ભવરૂપ જલધિમાં પણ ડુબતાં સહુને રોકયા છે અને જલધિના એક બિંદુ રૂપે મળતાં જલમાંથી પણ રોકયા છે... વિષય-કષાયનો સમૂળગો નાશ તો કરવો જ છે... પણ, એ જ્યાં સુધી સાધ્ય ન બને ત્યાં સુધી ભવ જલ લવમાં કે ભવ જલબિંદુમાં પણ કોઈને ડૂબવા દેવા નથી... જન્મ-મરણ રૂપ સંસાર ચક્રમાંથી પણ સહુને તરવાનું આહવાન છે... તો પ્રતિક્ષણ પેદા થતી વિષય અને કષાયના લવથી-ભવના જલથી પણ દૂર રહેવાનો આદેશ છે... કારણ, બહાર રહેલ જળ અને જલધિમાં રહેલ જળમાં જલત્વ જાતિજલપણું સમાન જ છે. પૂ. માનતુંગસૂરિ મ.સા.ને કહેવું છે કે ભલે બહાર રહેલું જળ કોઈ પ્રશસ્ત કષાય તને ડુબાડી નહીં શકે, પણ એની જાતિ ડુબાડનારી જ છે... જાતિભાઈમાં જાતિ દોષ આવ્યા વિના નહીં રહે...
અહો ! પૂ. માનતુંગસૂરિ મ.સા.ની મહામતિનું જેટલું અવગાહન કરીએ તેટલું ઓછું છે... આ ગ્રંથમાં આવી રીતે રહસ્યાર્થ રત્નો છે... સગુરુઓના અને અભ્યાસના ઉમંગે જરૂર તમે આ રહસ્યાર્થી ભણી જીવનને ધન્ય બનાવી શકશો...
/YYYYYYYY૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪7777777777 રહસ્યદર્શન
૨૭૩ )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org