________________
હજારવાર નોંધી રાખો- શરમાશો તો કરમાશો” પણ, આવો આત્મ-વિશ્વાસ આપણને કેમ નથી આવતો આ જ પ્રશ્ન છે... આવો આત્મ-વિશ્વાસ કેળવવો હોય તો શું કરવું એ આપણો પ્રશ્ન છે... આત્મ-વિશ્વાસનું રહસ્ય છે અવંચતા... કદીયે આત્માને છેતરશો નહીં... જે આત્મવંચક છે, જે પોતાની જાતને જ ઠગનારો છે, તેનામાં જ આત્મ-વિશ્વાસ નથી હોતો... આત્માને છેતરનારાઓના હાકોટા મોટાં હોય છે. પણ, એમનામાં "હામ” નથી હોતી... હામ-હિંમત-આત્મ-વિશ્વાસ તો આત્મ-સન્માન કરનારાઓમાંથી જ પ્રગટે... આત્માનો અવાજ જેને સાચી વાત કહેતો હોય, તે જ વાત પ્રમાણે વર્તનારામાં આત્મ-વિશ્વાસ પ્રગટે છે... ખૂબ જ પ્રયત્ન કરો-"આત્મ-વિશ્વાસમાં આગળ વધવાનો”... જગતને છેતરનારાં એક દિવસ પકડાઈ જાય છે.. પણ, જાતને છેતરનારા તો સર્વદા પટકાઈ જાય છે... માટે જ જાતને કદી પણ છેતરશો નહીં... જાતને છેતરનારા પાસે આત્મ-વિશ્વાસ નહીં જ આવે. આત્મ-વિશ્વાસ વિના કદી સફળ નહીં જ થવાય. પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. સફળ કવિ છે. શ્રી ભક્તામર સ્તોત્ર એ એમની સફળ કૃતિ છે. કારણ કે, પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.માં પ્રચંડ આત્મ-વિશ્વાસ છે... એમનું શ્રી ભક્તામર સ્તોત્રનું સર્જન અખંડ આત્મ-વિશ્વાસ સાથે થયું છે... રાજાના દરબારમાં ક્ષોભ થયો હોત કે "હું આ બેડીઓને કેવી રીતે તોડી શકું?" અરે, આ તો દેવ છે... હું પરમાત્માનું સ્મરણ કરીશ ને દેવો પ્રમાદ વશ થઈને નહીં આવે તો શું થશે ? "બસ આવા કાયર વિચારો હોત તો આત્મ-વિશ્વાસ ન આવત અને આવા મહાન સ્તોત્રનું સર્જન... આવી મહાન શાસન પ્રભાવનાનું સર્જન કદીય શક્ય ન બન્યું હોત.
"વિગત ત્રપોડહં" એટલે લજ્જા વિનાનો એવો અર્થ નહીં કરવાનો... કોઈ ઘીઠા ગુનેગાર જેવો અર્થ નહીં કરવાનો... પણ, "વિગત ત્રપોડહં એટલે ક્ષોભ અને શરમને ફગાવી દઈને, "હું પ્રચંડ આત્મ-વિશ્વાસનો સ્વામી છું” તેવો અર્થ કરવાનો...
* સ્તોત્ર સર્જક શ્રી ભક્તામર સ્તોત્ર કાલજયી કૃતિ તરીકે કંડરાયેલું છે... કેટલાંક ચિંતન-બીજોનો ખ્યાલ ગાથા-રહસ્યાર્થ રૂપે આપ્યો. આ ગ્રંથની તો મર્યાદા પણ ઓછી છે અને સમય પણ ઓછો છે. છતાંય આખરી શ્લોકના ચિંતન બીજનું આલેખન કર્યા વિના
બધુરો રહી જતો હોય તેવું લાગે છે. હૃદયની ઉર્મિઓને જયાં જયાં વાચા મળે છે, ત્યાં ત્યાં શાશ્વતું સર્જન થય જ કરે છે. આ અંતિમ શ્લોકનો પ્રથમ શબ્દ છે “સ્તોત્ર સજે'.
‘સ્તોત્ર ગ્નજં” અને “લક્ષ્મીઃ” એ બે શબ્દો પર તો ભક્તામરના ટીકાકારો આવરી ગયા છે. પૂ. ગુણાકરસૂરીશ્વરજી મ.સા. ની પૂર્વે કોઈ પણ ભક્તામરની ટીકા હશે તેવું લાગતું નથી અને કદાચ કોઈકે તે પૂર્વે પણ ટીકા રચી હશે તો તેઓની સમક્ષ તો કોઈ ટીકા હતી જ નહીં, એવું લાગે છે. આમ, છતાંય એમણે આખરીની ગાથામાં જે રસ વૈવિધ્ય વહાવ્યું છે. એ માત્ર તેમની વિદ્વતાનો નહીં, એમની વિશેષ પ્રજ્ઞાનો પૂરાવો છે. ગાયેલું ગાવું – એમાં વિશેષતાની આવશ્યક્તા નથી હોતી. પણ, એવું “ગાવું'' કે પાછળવાળા સહુને – જમાનાના જમાનાઓને એ ગાયેલું ગાવું પડે. આવી રચના વિશેષ જ્ઞાન વિના થઈ શક્તી નથી.
ટીકાકાર પૂ. ગુણાકરસૂરીશ્વરજી મ.સા. એ આ ગાથાના છ (૬) અર્થો કર્યા છે. એમને પણ કોઈ બીજાં કાર્યની ઉતાવળ હશે. ફકત છ (૬) જ અર્થ કરીને અટકી જાય, એવી એમની પ્રજ્ઞા નથી, પણ મર્યાદા છે. છતાંય આ મર્યાદામાં રહીને પણ વિદ્વાનું વાંચકોને ઈશારો કરે છે. “જો શુમોડર્થઃ સુઘમઃ ઘચા ચારગે'' હે સુધી ! હે ! બુદ્ધિના બાદશાહો ! આમ, તો મેં છ (૬) અર્થ કર્યા છે. તમારે તમારી બુદ્ધિને વિકસાવીને બીજાં પણ અર્થો કરવા. ખાસ, જે અર્થ કરો તે શુભ અર્થ કરજો. ગ્રંથકારનું હાર્દ જળવાય. ગ્રંથકારનું ગૌરવ વધે અને વાંચકનું પણ ગૌરવ વિકસિત બને. “ વાંચકની દિશા બદલાય અને દશા સુધરે... એનું જ નામ શુભ અર્થ'. આવાં અર્થનું સૂચન કરી પૂ. ગુણાકરસૂરિજી મ.સા. આપણને માત્ર એક જ ગાથા માટે નહીં. પણ, સમસ્ત શ્રી ભક્તામર સ્તોત્ર માટે એ દિશા આપી છે. સમસ્ત શ્રી ભક્તામર સ્તોત્ર માટે જ એમ કેમ માનવું? સમસ્ત શાસ્ત્રો માટે આ જ વાત સમજવાની છે. અને
Wાસ સુરક્ષ મiત કલ્યો'' એક સૂત્રના અનંત અર્થ થાય છે તે વાતને પ્રત્યક્ષ કરવાની છે.
ચાલો. તો. સહુ પ્રથમ “સ્તોત્ર મૂન'' પદનો આસ્વાદ કરીએ “અવતાર'' એ માત્ર સ્તોત્ર નથી. સ્તોત્ર માલા છે. માળા ભલે એક દોરામાં એક ગુણમાં બંધાયેલી છે. દોરો તો એક જ હોય છે, પણ, પુષ્પો અનેક હોય છે. વળી, કોઈ પ્રશ્નકાર હોય તે એમ પણ કહે-એવું કોણે કહ્યું કે એક જ જાતનાં - એક જ વર્ણના પુષ્પોની માળા ન હોય ? મોગરાના ફુલની પણ માળા હોય અને સંપૂર્ણ માલતીના ફુલની માળા પણ હોય. પણ, પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. સ્પષ્ટ કરે છે “આ ભક્તામર સ્તોત્ર રૂપ પુષ્પમાલા” વિચિત્ર અનેક જાતનાં પુષ્પોની બનેલી છે. ઓ વાંચક ! વચમાં ઉભો રહી જા થોડીક બીજી વાત કરી લઈએ.
(RTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTYરહસ્ય-દર્શન
૨૭૭)
Jain Education Meman
www.jainelibrary.org