________________
આપી દેવાથી દાનવીરતા આવે, પણ ઉદારતા તો મોંઘી છે. દાન લેનાર માનવીને કદીયે કોઈનું દાન લેવું ન પડે... એવા વિશુદ્ધ ભાવોનો ઉછાળો દાન આપતી વખતે આવે તો ઉદારતા... "આજે હું તને દાન આપું છું... પણ, કાલે તું સમસ્ત વિશ્વને દાન આપનારો બનજે”.-એવી ઉદાત્ત અને ભવ્ય ભાવના આવે તો જ ઉદારતા.
પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. કાવ્ય વિજ્ઞાનની સાથે જીવન સાફલ્ય વિજ્ઞાનનો ઈશારો કરે છે... કારણ, તેઓ તો ઉદાર છે... એમની વાત પણ આપણને સ્પર્શે છે. અપીલ કરે છે. કારણ કે એમનાં શબ્દો-એમના શબ્દનું આયોજન ખરેખર "ચિત્તહર" છે... - એમના ભાવો-એમના આશયો ખરેખર ઉદાર છે.
* "વિગત ત્રપોડē" *
ગુજરાતી ભાષા પણ કમનીય છે... મનોહર છે... ખૂબ જ નાનપણમાં સાંભળ્યું હતું-”શરમાય તે કરમાય” શરમમાં રહેનારો કદીયે પોતાની વાત રજૂ કરી શકતો નથી... કદીયે જીવનના ક્ષેત્રમાં ફાવી શકતો નથી... એનું જીવન પુષ્પના પાંદડાની જેમ માત્ર ગરમીથી કરમાઈને શુષ્ક બની જતું હોય છે. જેને કરમાવું ન હોય... જેને જીવનમાં રસિકતા કેળવવી હોય... જેને જીવનના જંગમાં ફાવી જવું હોય તેને શરમ છોડવી જ પડશે...
પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. અહીં "વિગત ત્રપો” શબ્દનો ઉપયોગ કરે છે... આપણે ત્યાં પણ "લાજ-શરમ” એવા શબ્દો વપરાય છે. "લાજવું અને શરમાવું- એ બે જુદી ચીજ છે. પોતાનો ગુનો હોય, પોતે ખોટો હોય તો માનવ લાજ અનુભવે છે... પણ, જ્યારે એને ”મને કોઈ શું કહેશે”-એવો વિચાર પેદા થાય છે... એટલે શરમ આવે છે... સભામાં ઊઠીને પોતાના માટે કોઈ ચીજ માંગવી હોય તો માણસને લાજનો અનુભવ થાય, પણ કોઈકને બે શબ્દ સારાં કહેવા છે... છતાંય કહી શકતો નથી, કારણ કે એને શરમ આવે છે... આવી શરમ આત્મ-વિશ્વાસનો અભાવ છે. પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના "વિગત ત્રપોડહં”ના ઘોષમાં; હું આત્મ-વિશ્વાસનો રણકાર સાંભળી રહ્યો છું... પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. માનવ માત્રને આ સ્તોત્ર દ્વારા આત્મ-વિશ્વાસનું અમૃત પાન કરાવે છે. ”શાને ડરો છો જગતથી ?" આટલો બધો ક્ષોભ કેમ અનુભવો છો ? આટલી બધી શરમ શાને રાખો છો ?-તૈયાર થઈ જાવ જગતના સંગ્રામમાં... અહીં સફળતા મળશે... આત્મવિશ્વાસુઓને. એકવાર તમારી શરમને તમે ઓળંગી જશો એટલે જીવનના જંગમાં સફળ થઈ જવાના. તમે પૃથ્વી જગતનેવનસ્પતિ જગતને જોયું નથી... અહીં હજારો વર્ષના વૃક્ષો પોતાનાં તોતિંગ થડોને લઈને જડ જમાવીને બેઠાં છે... છતાંય પેલાં નવા ઉગતાં અંકુરાને જરાય ક્ષોભ છે; ખરો ? ભલે, પેલાં મહાકવિઓ સ્તોત્ર બનાવીને જામી ગયા હોય, પણ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે કે મારા હૃદયમાં જો કાવ્યનો અંકુરો ફૂટી નીકળતો હોય તો મારે તો તે અંકુરાને શા માટે દબાવવો જોઈએ ? શા માટે એવા તોતિંગ વૃક્ષોથી લાજવું જોઈએ ? અને એટલે જ આ ભક્તામર પ્રચંડ આત્મ-વિશ્વાસથી રચાયેલી-ગવાયેલી કવિતા છે. જેની પાસે પૂર્વ તૈયારી પૂર્ણ છે... તેને ક્ષોભની... ડરવાની. શરમાવાની જરૂર નથી... માનવી કહેતો હોય છે કે એને લોકોનો ડર લાગે છે... મને લોકોની શરમ આવે છે... પણ, ખરેખર તો તે પોતાની આવડતની અધુરાશથી જ ડરતો હોય છે. આત્મ-વિશ્વાસનો અભાવ જ; તેને ભરખી જતો હોય છે... શાને જીવનમાં આત્મ-વિશ્વાસ વિહીન બનીને જીવવું ? પહેલાં જ પ્રયત્નથી કોઈ પૂર્ણ બન્યો નથી... તીર્થંકરો માટે પણ નિયમ છે કે તેઓ ભવમાં સમ્યક્ત્વ પામે છે, તે જ ભવમાં મોક્ષ જતાં નથી... મોક્ષે જવાના ત્રણ ભવ પૂર્વેથી તીર્થંકર નામકર્મ નિકાચતાં સમ્યક્ત્વ પામીને. એ જ ભવમાં ભલે ઘણાં આત્મા મોક્ષે જતાં હોય, પણ, તીર્થંકરો તો સમ્યક્ત્વ પામે એ જ ભવમાં મોક્ષમાં જતાં નથી... ક્ષોભ શાનો છે ? ગતિ છે; તો મંઝિલ મળવાની જ છે... પેલાં મહાન ચિંતકને કોઈકે તેમની સફળતાનું રહસ્ય પૂછયું... એમનો જવાબ હતો... "મારી દરેક નિષ્ફળતાથી મારો આત્મ-વિશ્વાસ વધ્યો છે” દરેક નિષ્ફળતાને મેં સફળતા ન માની પણ, સફળતાની સીડી માટે પગથીયાં તરીકે ઉપયોગ કર્યો છે... શરમને જીતી જનારમાં, ક્ષોભને ઓળંગી જનારામાં નિષ્ફળતાને નિષ્ફળ કરવાની શક્તિ પ્રગટે છે...” મહાન કવિ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના આ ભાવો સ્પષ્ટ કરવા પૂ. મેઘવિજયજી ઉપાધ્યાય પોતાની ટીકામાં ખુલાસો કરે છે.
“अत्रायं हेतुहेतुमद् भावः, यतोऽहं विगतत्रपो अतः बुध्या बिनाऽपि स्तोतुं समुद्यतमतिरस्मि"
હું બુદ્ધિ વગરનો હોવા છતાં પણ સ્તવના કરવા માટે ઉદ્યત થયો છું... માટે શરમાઉં છું.. એવો અર્થ નથી કરવો, "શરમ” એ કાર્ય છે અને બુદ્ધિ વિનાની સ્તુતિનો પ્રારંભ એ કારણ છે... એમ નથી સમજવાનું... પણ, બુદ્ધિ વિના પણ સ્તવના એ કાર્ય છે... અને મારામાં જરાય ભય નથી... ક્ષોભ નથી. શરમ નથી... હું “વિગત પ” છું એ કારણ છે... જો મારામાં ક્ષોભ હોતમારામાં આત્મ-વિશ્વાસનો અભાવ હોત તો હું કદી આ કાવ્ય બનાવી ન શક્યો હોત. પૂ. મેઘવિજયજી ઉપાધ્યાયે માત્ર ભક્તામરની ટીકાનો અર્થ નથી પ્રગટ કર્યો... પણ, માનતુંગી મહાસિદ્ધિનો મહામંત્ર પણ રજૂ કર્યો છે. એકવાર નહીં...
રહસ્ય-દર્શન
*****
૨૭૬ Jain Education International2010_64
For Private & Personal Use Only
www.jainelibrary.org