________________
* "પ્રથમ જિનેન્દ્ર" * ૦૦૦ કેટલાયને પ્રશ્ન થાય છે કે શ્રી સિદ્ધાચલના દરબારમાં શ્રી આદિનાથ દાદાની સામે શ્રી ભક્તામર સ્તોત્ર તો બોલાય; શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે. એવા શ્રી કુલ્પાક તીર્થમાં કે સોલારોડ પર નવા થયેલાં જિનાલયમાં શ્રી આદિનાથ ભગવાન છે ત્યાં તો શ્રી ભક્તામર સ્તોત્ર બોલાય... અરે, કોઈ પણ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા સામે ભક્તામર-સ્તોત્ર બોલાય... પણ, શ્રી ઉવસગ્ગહર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સામે કેવી રીતે બોલાય ? શ્રી શંખેશ્વર દાદાની સામે શ્રી શંખેશ્વર તીર્થમાં કેવી રીતે ભક્તામર બોલી શકાય? જન્માદિ કલ્યાણક ભૂમિ બનારસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સન્મુખ કેવી રીતે ભક્તામર બોલી શકાય ? શ્રી મુનિસુવ્રતસ્વામીના રૂડાં તીર્થ શકુનિકા વિહારમાં કેવી રીતે ભક્તામર-સ્તોત્ર બોલી શકાય ? આ બધા જ પ્રશ્નોનું નિવારણ છે; પૂ. ગુણાકર સુ.મ.સા.ના સમાધાનમાં “પ્રથમં નિનેદ્ર’’–આ પદના રહસ્યાર્થમાં શ્રી ભક્તામર-સ્તોત્ર એ સર્વ જિનેન્દ્ર ભગવંતો સમક્ષ થઈ શકે તેવી આ સર્વ વ્યાપી સ્તુતિ છે... જિન વિશેષથી નહીં... જિન સામાન્યની સ્તુતિ છે. સામાન્ય સંવાદી છે... વિશેષ વિવાદી છે... આપણે તો હૃદયના ભાવોનો સંવાદ પરમાત્માની સાથે કરવો છે... માટે જ "પ્રથમ જિનેન્દ્ર”નો અર્થ સમજવો છે...
વાદીઓ તો એમ પણ કહેશે અમે જે ભગવાનને માનીએ છીએ તે જ ભગવાન જિનેન્દ્ર છે. પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. તો અનેકાંતી છે... એ તો જગતુ તત્ત્વના લવાદી છે. એમણે વાદીઓને કહ્યું –"ભલે તમે કોઈ પણ દેવને જિનેન્દ્ર કહો... અમારે ત્યાં જૈન દર્શનમાં નિક્ષેપોની રચના છે... દ્રવ્ય જિનેન્દ્રો કોઈપણ હોઈ શકે છે... દુનિયાના દરેક દેવોને તમે દ્રવ્ય જિનેન્દ્ર કહેશો તો પણ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને કશો જ વાંધો નથી... દ્રવ્યથી તો ઘણાં ય તીર્થ નાયકો હોય શકે છે. પણ, અહીં જરૂર છે; ભાવ જિનેન્દ્રની એટલે જ તો મહાકવિએ "જિદ્ર” એટલો જ શબ્દ વાપર્યો છે. "ઋષભ” એ શબ્દ પણ વાપર્યો નથી. તેમણે તો "જિનંદ્ર” શબ્દને આગળ કર્યો છે... વિશેષ નામ નહીં.. સર્વનામ જ પાડ્યું છે. પણ, આ નામને-જિનેન્દ્ર શબ્દને "પ્રથમ” વિશેષણ આપી અદૂભુત કૌશલ્ય વાપર્યું છે... "પ્રથમ" શબ્દ મર્મ કહી જનારો શબ્દ છે.
પ્રથમ જિનંદ્ર = એટલે પહેલાં ભગવાન... આ અર્થ તો છે જ... પણ, "પ્રથમ એટલે મુખ્ય, પ્રથમ એટલે ઉત્તમ... પ્રથમ એટલે પ્રાચીન” આવા પણ અર્થો છે.
પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. દ્રવ્ય જિનેન્દ્રની નહીં... ભાવ જિનેન્દ્રની સ્તુતિ કરે છે. ચારે ય નિક્ષેપોમાં મુખ્ય નિક્ષેપ ભાવ-નિક્ષેપ જ છે અને તેથી જ "પ્રથમ જિનેંદ્ર” - એટલે ભાવ જિનંદ્ર અર્થ કરવાનો... મને લાગે છે કે ઘણાં ઘણાં સ્તવનો બન્યા હશે... ઘણી સ્તુતિઓ બની હશે... પણ, માત્ર "પ્રથમ જિનંદ્ર"- એટલું જ કહીને આખા સ્તવનમાં-સંપૂર્ણ સ્તોત્રમાં કોનું સ્તવન છે; એનો જરાય અણસાર ન થવા દે તેવું તો આ જ સ્તોત્ર હશે... ટીકાકાર ગુણાકરસૂરીશ્વરજી મ.સા. એટલે જ લખે છે. પ્રથમ-પ્રસિદ્ધ-આદવા સામાન્ય તીર્થકરમ. જિનેન્દ્ર શબ્દ પણ અહીં સામાન્ય શબ્દ છે... તો પ્રથમ શબ્દ પણ સામાન્ય જેવો જ લાગે છે. દાર્શનિકો કહે છે – "દર્શન” તો સામાન્ય છે. નિરાકાર-નિર્વિકલ્પ જ્ઞાન છે... તેમાં વિવાદ હોતો નથી. મિથ્યાની છાંટ હોય છે સવિકલ્પ જ્ઞાનમાં-વિશેષ જ્ઞાનમાં. માટે જ મિથ્યાની છાંટને ઓળંગી જનાર પૂ. ભાનતુંગસૂરીશ્વરજી મ.સા.એ "પ્રથમ જિતેંદ્ર” એ બંને ય શબ્દો વ્યાપક અને સામાન્ય વાચી જ લીધાં છે. હરિહર-બ્રહ્મા-વિષ્ણુ-પયગમ્બર-ઓલિયા કે ખ્રીસ્ત કોઈ પણ નિંદ્ર હોય તો પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને ના નથી કહેવી... ભલે એ દ્રવ્ય જિનંદ્ર હોય... અહીં તો સ્તુતિ કરવાની છે. ભાવ જિનંદ્રની-શું માત્ર ઋષભદેવની જ... ? ના...
"જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે” ...
નમુત્યુ ણં સૂત્રના અંતે બોલાતો આ પાઠ અહીંયા સૂચિત છે... પૂજ્ય માનતુંગસૂરીશ્વરજી મ.સા.નું આ સ્તોત્ર ભાવ જિનંદ્રની સ્તુતિ છે... માત્ર ઋષભદેવ ભગવાનની નહીં... અતીતના અનંત અને અનાગતના અનંતની સાથે વર્તમાનમાં વર્તી રહેલ તમામ જિતેંદ્રની સ્તુતિ છે. જે જિનેંદ્ર મુખ્ય છે. જે જિનેંદ્ર ઉત્તમ છે, તેમની સ્તુતિ છે. પ્રથમ શબ્દના "પહેલો” અને પ્રાચીન (પૂર્વે થઈ ગયેલા) એવા બે અર્થો તરફ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.નો એટલો ઝોક નથી... જેટલો ઝોક છે - પ્રથમ એટલે મુખ્ય અને પ્રથમ એટલે ઉત્તમ... આ પ્રથમ શબ્દના કાલાતીત અને વિવાદાતીત અર્થમાં પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. રમમાણ છે... આપણે પણ આવાં જ જિનંદ્રના ચરણોમાં વંદન કરવાનું છે.
* "ચિત્તહરેઃ ઉદારેઃ” * આવા નિંદ્રની સ્તુતિ સુરેન્દ્રોએ કરી છે. ચોસઠ ઈદ્રોએ કરી છે. આપણી પાસે સુરેન્દ્રો દ્વારા જિનેન્દ્રની થયેલી સ્તુતિઓનો પ્રચૂર સંગ્રહ તો નથી, પણ એક સ્તુતિ તો સુરેન્દ્ર સ્તુતિના રૂપે આપણને અવશ્ય મળે છે... આપણે એ સ્તુતિને
(૧૭૪
રહસ્યગ્દર્શન
XXX)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org