________________
કાવ્ય : ૪૨
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી, બંદીખાનાથી છૂટે, રાજ્યના તરફથી બંદીખાનાનું સંકટ ઉપસ્થિત થયું હોય તેનાથી શીઘ્ર છૂટે, વળી નિબિડ બંધને બાંધેલી લોઢાની સાંકળો તથા બેડીઓ પણ તેની પોતાની જાતે જ તૂટી પડે છે. આ કાવ્ય વગેરેનું સ્મરણ કરવાથી એક વીશ દિવસમાં જરૂર બંધનમુક્ત થાય છે. વળી આ વિધિથી પ્રથમ સાધના કરવી-પવિત્ર થઈ, પૂર્વ દિશાએ પંચામૃત કુંભ, ચક્રેશ્વરી તથા ક્ષેત્રપાલની સ્થાપના કરીને, પીળા વસ્ત્ર પહેરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરવી તથા તેલ અને સિંદૂરથી ક્ષેત્રપાલની પૂજા કરીને, આંબાની પાટલી ઉપર યંત્રની સ્થાપના કરીને, પીળાં પુષ્પથી પૂજન કરી, પીળી જપમાલાથી ૧૨૦૦૦ વાર હજાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. સંકટ આવે ૧૦૮ વાર નિરંતર મંત્ર બોલીને યંત્રનું પૂજન કરીને, પંચામૃત શરીરે છાંટવાથી બંધનથી મુક્ત થાય છે.
કાવ્ય : ૪૩
વિધિ: આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્ર સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી છ ખંડ પૃથ્વી સાધવી હોય તો છ ખંડ પૃથ્વી સાધી શકાય છે. અને બધા પ્રણામ કરે છે. વળી આ વિધિથી મંત્રની સાધના કરવી-પવિત્ર થઈ, રાતાં વસ્ત્ર પહેરીને, ઉત્તરદિશાએ પ્રથમ કહી ગયા છીએ તે વિધિએ ચક્રેશ્વરી, પંચામૃત કુંભની સ્થાપના કરીને, અષ્ટપ્રકારે ચક્રેશ્વરીનું પૂજન કરીને, ચાર લોકપાલની પૂજા કરીને, પછી ચાર શ્રીફળની સ્થાપના કરીને, બલિ, બાકુલા, નૈવેદ્ય તથા પંચવણી ફૂલોથી પૂજન કરીને, આંબાના પાટીઆ પર યંત્રની સ્થાપના કરીને, પછી રાતી જપમાલાથી ૯000 નવ હજાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધ થયા પછી નિરંતર ૨૧ વાર અને કાર્ય વખતે ૧૦૮ વાર મંત્રનો જાપ કરવો.
કાવ્ય : ૪૪
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ, મંત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી લક્ષ્મીની પ્રાપ્ત થાય છે. વળી આ યંત્રનું દરરોજ પૂજન કરવાથી તથા સ્તોત્રનો સંપૂર્ણ પાઠ કરવાથી અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય છે. વળી પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર ધારણ કરી, ઉત્તર દિશાએ પંચામૃત કલશ તથા ચક્રેશ્વરી દેવીની સિંહાસન પર સ્થાપના કરીને, પહેલાંની વિધિ પ્રમાણે સામગ્રી સર્વ એકઠી કરીને, અષ્ટપ્રકારે ચક્રેશ્વરીનું પૂજન આરતી સુધી સર્વ કરીને, પીળાં પુષ્પથી પૂજન કરીને, અષ્ટગંધથી રૂપાનાં પતરાં પર યંત્રની સ્થાપના કરીને, પીળી જપમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનો સાડાબાર હજાર અથવા પુરો એક લાખ જાપ છ મહિનામાં સંપૂર્ણ કરીને મંત્ર સિદ્ધ કરવો. પછી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
1ની
.
હોમ .
वायन
યુ
*
*
(
યં
યંત્ર આરાધના વિધિ
ત્ર આરાઘના વિધિ ૧૯)
૧૬૯
Jain Education International 2010.04
For Private & Personal Use Only
www.jainelibrary.org