________________
* "ત્રિભુવન સ્વામિની રહસ્ય" * પ્રભાવ કથા-૯ : આચાર્ય પ્રવર ગુણાકરસૂરિજી મ.સા. આ ગાથાનો બે વિદ્યાઓ સાથે સંબંધ જોડે છે. એક તો અષ્ટ વિદ્યા અંતર્ગત–વિષાપહારિણી વિદ્યા અને બીજી ત્રિભુવન સ્વામિની વિદ્યા... આમ તો ગાથાઓમાંથી વિદ્યાની સૂચના શોધવી મુશ્કેલ છે. પણ, ત્રિભુવન” શબ્દ આ ચૌદમી ગાથાના બીજા પદમાં છે; તે ધ્યાનમાં લેવા જેવું છે. પ્રસ્તુત કથામાં પાટણથી પરણીને ભરૂચમાં આવી રહેલ ડાહી બેનની કથા છે. ડાહીબેન પૂ. હેમચંદ્રાચાર્ય મ.સા.ને પરમ ગુરુ માને છે. આ ડાહીબેનને શ્રી ચક્રેશ્વરી દેવી તરફથી વિષગ્નહાર, દિવ્ય કુસુમમાળા, પૂ. હેમચંદ્રાચાર્ય મ.સા.ની પાદુકા મળે છે. આ ગાથા પણ મહા વિદ્યા તરીકે વિષાપહારી છે અને દેવી આ ગાથાથી વિષહર હાર આપે છે. આ બંન્નેનો એક જ સાથે મેળ કરવો જોઈએ. વળી, ગ્રંથકાર કહે છે–જિનાઃ તુલ્ય ગુણાઃ, તુલ્ય ફલદાઃ સર્વે"_બધાં જ જિનેશ્વર ભગવંતો તુલ્ય ગુણવાળા હોય છે અને તુલ્ય જ ફળ આપવાવાળા હોય છે. વળી, ડાહીબેનની ભક્તિથી પ્રસન્ન શ્રી ચક્રેશ્વરી દેવી જે હાર આપે છે તેના મધ્ય મણિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ હતું. આ દિવ્ય માળા ડાહીબેને શ્રી મુનિસુવ્રતસ્વામીના કંઠે આરોપિત કરી અને માળા તેવી જ રીતે ત્યાં રહી ગઈ. એ પણ નોંધ કરવા યોગ્ય છે. આ ડાહીબન પણ શ્રી ભક્તામર સ્તોત્રનો પાઠ રોજ ત્રિસંધ્યાએ કરતી હતી. શ્રી ભરૂચ તીર્થના ઈતિહાસમાં પણ આ કથા પોતાનું આગવું મહત્ત્વ પૂરું પાડે છે.
* "ચરણોદક રહસ્ય” * પ્રભાવ કથા-૮ઃ આ કથા ભક્તામરના પ્રભાવની સાથે મહામુનિ મલ્લર્ષિના ચરણોના પ્રક્ષાલનો મહિમા બતાવે છે. શ્રી ભકતામર સ્તોત્રનો પ્રારંભ પણ પરમાત્માના બે ચરણોમાં નમસ્કારથી થયો છે. શ્રી મલ્લર્ષિના ચરણ જળથી કોશલના રાજા સજ્જનનો દુષ્ટ યોગીનીનો દોષ સમી ગયો હતો. પૂ. ગુણસેનસૂરિજી મ.સા.ને પંદરમા શ્લોકનો પાઠ કરતાં કોઈક દેવીએ આવીને મલ્લર્ષિ મુનિનો પ્રભાવ જણાવ્યો. મલ્લર્ષિ મુનિને શ્રી ચક્રેશ્વરી દેવી આદિ ઘણાં દેવ-દેવીઓની સહાય હતી. ધ્યાનમાં રહે કે મહામુનિના પાદજળથી પણ ઘણાં દેવ-દેવીઓ પ્રભાવિત થતાં હોય છે. શ્રી ચકેશ્વરી દેવી પણ માત્ર ભક્તામર સ્તોત્રની જ અધિષ્ઠાયિકા રૂપે નહીં, પણ તપોનિષ્ઠ સાધુ ભગવંતની અધિષ્ઠાયિકા રૂપે મહાન શાસન સેવા કરે છે. આ ગાથામાં પણ બંધમોક્ષિણી વિદ્યા અને સ્વપ્ન-વિદ્યા બે વિદ્યાઓ છે.
* "પ્રતિબોધ રહસ્ય” * I પ્રભાવ કથા-૯ઃ સોળમી તથા સત્તરમી ગાથામાં અનુક્રમે શ્રી સંપાદિની અને પર વિદ્યાચ્છેિદિની વિદ્યા છે. પણ, આ કથા તો જિન શાસનના મહાન કારુણિક મહાપુરુષોનો ઈતિહાસ છે. પરમ શ્રાવક સત્યસંગરના પુત્રને પ્રતિબોધવા આચાર્ય ધર્મદેવસૂરિએ ઘણાં પ્રયત્ન કર્યા અંતે આ બે ગાથાનું ધ્યાન ધરતાં ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થઈ. ધર્મદેવસૂરિએ નાસ્તિક જેવા પુત્રને સાક્ષાતુ નરકનું દર્શન કરાવવાનું કહ્યું અને ધર્મદેવસૂરિજી તથા રાજપુત્રને ચક્રેશ્વરી દેવીએ સાક્ષાત નરકનું દર્શન કરાવી રાજપુત્રને ધર્મમાં સ્થિર કર્યો. આ કથા ભવ્ય જનના બોધ માટે મહાપુરુષોના પરિશ્રમને બિરદાવનારી છે.
* "ભરૂચતીર્થ જીર્ણોદ્ધાર રહસ્ય” * પ્રભાવ કથા-૧૦ : પરમહંત મહારાજા કુમારપાલ જેની શક્તિ પર ગૌરવ અનુભવતા હતા તે મહામંત્રી અંબડની આ વાત છે. આ મહાન મંત્રી અનેક રાજ્યકાર્યોમાં પણ નિયમિત ભક્તામરનો પાઠ કરતા હતા. બનવા જોગ છે કે કલિકાલ સર્વજ્ઞ જેવા ગુરુ ભગવંત પાસેથી જ આવા મહાન સ્તોત્રના કે અઢારમી ગાથાના રહસ્યને પામ્યાં હોય, ગમે તેમ હોય, પણ આ ગાથાની આરાધનાનો પ્રભાવ આખરે ભરૂચના શકુનિકા વિહાર તીર્થના જિર્ણોદ્ધાર સુધી પહોંચ્યો. મહામંત્રીએ માતાની પ્રેરણાથી આ મહાન કાર્ય કર્યું. આ કથાના વિવિધ પાઠાંતરો કે રૂપાંતરો મળે છે. પણ શ્રી ચક્રેશ્વરી દેવીએ ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા મંત્રીને આપી-તે ઉલ્લેખ મહત્ત્વપૂર્ણ છે. એક ઠેકાણે જણાવ્યું છે કે અંબડની માતાએ આપત્તિમાં આવી ગયેલ સમસ્ત સંઘને એક સાથે સમૂહમાં અઢારમી ગાથાનો જાપ કરવાનું જણાવ્યું અને અંબડ મંત્રીએ પણ અઢારમી ગાથાનું ધ્યાન ધર્યું. આ ગાથાના ધ્યાનથી શાસનદેવ પ્રત્યક્ષ થયા હોવાનું જણાવ્યું છે. પણ દેવનું નામ નથી જણાવાયું. શ્રી ઋષભદેવ ભગવાનના યક્ષ તરીકે ગોમુખ યક્ષની પણ કલ્પના કરી શકાય છે. આ ગાથામાં દોષ નિર્નાશિની મહાવિદ્યા છે. અંબડ મંત્રીએ રાત્રિમાં જ ભય આવતાં આ ગાથાનું રાત્રે ધ્યાન કર્યું છે; તેવો પણ ઉલ્લેખ છે.
* "શિવ-શાલિની રહસ્ય” * પ્રભાવ કથા-૧૧ : પ્રસ્તુત કથા લક્ષ્મણ શ્રેષ્ઠિની છે. આ શ્રેષ્ઠિએ પોતાના ગુરુ પાસેથી આમ્નાય સહિત શ્રી ભક્તામર સ્તોત્ર શીખેલ છે. શ્રી દેવી ચકેશ્વરીએ એને એવો મણિ આપે છે કે જેને આકાશમાં ઉછાળવામાં આવે તો તે સ્થિર
રહસ્ય-દર્શન
૨૬૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org