________________
કાવ્ય : ૩૨
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ, મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી સુવર્ણ વગેરે ધાતુના વ્યાપારમાં લક્ષ્મીનો લાભ થાય, અને રાજમાન્ય થવાય, વળી પાંચ જણ વચ્ચે પોતાનું બોલેલું વાક્ય પ્રમાણભૂત ગણાય. વળી આ વિધિથી આ મંત્રની સાધના કરવી પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરી, વિધિપૂર્વક પૂજા સામગ્રી સર્વ એકત્રિત કરીને, પંચામૃતથી ભરેલો ઘડો, (તથા) ચક્રેશ્વરી દેવીની ઉત્તર દિશાએ સ્થાપના કરી, પછી આંબાની પાટલી ઉપર યંત્રની સ્થાપના કરી, પીળાં પુષ્પથી પૂજા કરી, પીળી જપમાલથી બાર હજાર જાપ કરીને મંત્ર સિદ્ધ કરવો. મંત્ર સિદ્ધ થયા પછી નિરંતર ૧૦૮ વખત તેનો જાપ કરવો.
કાવ્ય : ૩૩
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી દુર્જનના વાક્યનું સ્થંભન, સર્વજનને ન્યાય કર્તા વચનનું બોલવાપણું અને કીર્તિ તથા યશની વૃદ્ધિ થાય છે. વળી આ વિધિથી સાધના કરવી-પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરી, વિધિપૂર્વક પૂજા સામગ્રી સર્વ કરીને, ઉત્તર દિશાએ ચક્રેશ્વરીની સ્થાપના કરીને આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, પહેલાં બતાવી ગયા છીએ તે વિધિથી પૂજા કરીને, સફેદ ફૂલોથી પૂજન કરીને, પછી ગુગલ, કપૂર, કસ્તુરી તથા કેસર સહિત ૧૦૦૮ એક હજાર આઠ ગુટીકા કરીને, એક ગુટીકાને એક કાવ્ય, ઋદ્ધિ, મંત્રથી મંત્રીને ધૂપમાં હોમવી, એ પ્રમાણે ૧૦૦૮ એક હજાર આઠ ગુટીકાઓનો હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધ થયા પછી નિત્ય ૨૧ એકવીશ વખત મંત્રનું સ્મરણ કરીને, યંત્રનું પૂજન કરવાથી અને ૨૧ ગુટીકા હોમવાથી શત્રુ નમે.
કાવ્ય : ૩૪
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મદોન્મત્ત એવો હાથી પણ વશ થાય છે. વળી આ વિધિથી મંત્રની સાધના કરવી-પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, ઉત્તરદિશાએ પંચામૃતનો ઘડો અથવા ચક્રેશ્વરીદેવીની મૂર્તિની સ્થાપના કરવી, અગાઉ બતાવી ગયેલી વિધિ મુજબ પૂજા, સામગ્રી સર્વે એકઠી કરીને, અષ્ટપ્રકારી ચક્રેશ્વરીની પૂજા કરીને પછી તાંબાના પતરાં પર યંત્રની અષ્ટગંધથી સ્થાપના કરી (લખી)ને પંચવર્ણના પુષ્પથી પૂજા કરી, પીળી જપમાલથી કાવ્ય, ઋદ્ધિ, મંત્રનો ૧૦૦૮ વાર જાપ કરવો.
કાવ્ય : ૩૫
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને, યંત્ર ભુજાએ ધારણ કરવાથી માર્ગમાં સિંહ, વાઘ વગેરેનો ઉપદ્રવ થતો નથી. વળી પ્રથમ આત્મસાધના આત્મરક્ષા વિધિ કરી, પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પરિધાન કરી, પૂર્વાભિમુખે ચક્રેશ્વરીદેવીની મૂર્તિ સ્થાપન કરીને, પૂજા સામગ્રી સર્વ ભેગી કરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીનું પૂજન કરીને, નૈવેધ, ફલ, શ્રીફલાદિ સર્વ આરતી સુધી કરીને, પછી સુગંધીદાર પીળાં પુષ્પથી પૂજન કરી, વળી તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્ર લખી સ્થાપન કરીને, ગુગલ, કપૂર, કેસર, કસ્તુરીની ઘી મિશ્રિત ૧૦૦૮ ગુટિકા કરીને, પીળી જપમાલા પર જપીને, એકેક ગુટિકા ધૂપમાં હોમવાથી મંત્ર સિદ્ધ થાય છે. પછી કામવેળાએ ૨૧ વાર મંત્ર સ્મરણ કરવાથી સિંહ, વાઘનો ભય ઉપસ્થિત થતો નથી.
કાવ્ય : ૩૬
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ, મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ઉપદ્રવ થતો નથી. વળી આ વિધિથી મંત્રની સાધના કરવી-પવિત્ર થઈને અગ્નિ ખૂણે અથવા પૂર્વદિશાએ પંચામૃતથી ભરેલો ઘડો, ચક્રેશ્વરીની સ્થાપના કરીને, પહેલાંની વિધિ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરીને, લાલ વસ્ત્ર પહેરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરીને, તાંબાના પતરા પર યંત્ર અષ્ટગંધથી લખી સ્થાપના કરીને, સુગંધીવાળાં લાલફૂલથી પૂજન કરીને, લાલ આસન પર પૂર્વાભિમુખ બેસીને, લાલ જપમાલા પર કાવ્ય, ઋદ્ધિ અને મંત્રના ૧૨૦૦૦ બાર હજાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી જ્યાં જ્યાં અગ્નિ લાગતો હોય ત્યાં ત્યાં પંચામૃતને અથવા શુદ્ધ જલને ૧૦૮ વાર મંત્રીને જલધારા ૨૧ વાર દેવાથી અગ્નિ શાંત થઈ જાય છે.
(77777777777777777777777777777777777 જયંત્ર આરાઘના વિધિ
૧૮૩)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org