________________
બન્નેયની સાધના જણાવવામાં આવી છે અને સાધના બાદ જ વર્ધમાન વિદ્યા અને સુરિમંત્ર ફળદાયી થતાં જોવામાં આવ્યા છે. માટે મંત્ર માત્ર પાઠ સિદ્ધ જ છે તેવું નથી. વળી મંત્ર-શાસ્ત્રમાં જ કેટલાંક મંત્રોને પાઠ સિદ્ધ મંત્રો છે તેમ જણાવવામાં આવ્યું છે. તેથી પાઠ સિદ્ધ સિવાયના બીજા મંત્રો પણ, સાધના વિગેરેથી સિદ્ધ થતાં મંત્રો છે; એમ સ્પષ્ટ જણાય છે. આ પ્રમાણે જૈન શાસ્ત્રોમાં "મંત્ર" અને "વિદ્યા” બંને ય શબ્દો પ્રસિદ્ધ છે. આચાર્ય ભગવંતના મંત્રને સૂરિમંત્ર કહેવાય છે તેમ ગણધર વિદ્યા પણ કહેવાય છે. વિદ્યા અને મંત્રો બંને ય પ્રભાવિક શબ્દો છે. એ વિદ્યા અને મંત્રનો પાઠ કરવાથી સામાન્ય રીતે અશક્ય લાગતાં કાર્યો પૂર્ણ થાય છે. પાઠ કરનારને મંત્ર સ્મરણ કરનારને તે કાર્ય ચમત્કારથી થયું હોય તેવું લાગે છે. આમ, મંત્ર અને વિદ્યા દ્વારા આવા ચમત્કારિક કાર્યો થવાનું દુનિયાના લગભગ તમામ ઈતિહસકારો અને દરેક ધર્મના અનુયાયીઓ માનેં જ છે. ખ્રીસ્તીઓ અને મુસલમાનોનું પણ મંત્ર શાસ્ત્ર છે. આદિવાસી લોકોમાં પણ મંત્ર-પરંપરા છે. મંત્રમાં એટલે એક જાતની શાબ્દિક રચનાઓમાં ચમત્કારિક શક્તિઓ બે રીતે હોવાનું મનાયું છે. પ્રત્યેક આત્મામાં અનંત-શક્તિ ભરી છે તેવું શાસ્ત્રવચન છે. આ અનંત-શક્તિની અભિવ્યક્તિ આત્મા મન-વચન (શબ્દ) અને કાયા (શરીર) દ્વારા કરે છે. જૈન પરંપરાની એક મહાન દેન છે કે તેઓ મનને-વચનને શબ્દને અને એનાથી પણ આગળ વધીને કહીએ તો આત્માને લાગેલાં કર્મને સંપૂર્ણ ભૌતિક માને છે. એટલે મનના-વચનના અને કર્મોના પરમાણુઓને સમસ્ત વિશ્વમાં સર્વત્ર રહેનારા, પહોંચી જનારા અને ફેલાય જનારા માને છે. આ પુદ્ગલોની અચિંત્ય શક્તિથી પણ ચમત્કારિક કહેવાય તેવા કાર્યો થાય છે. આજે ટેલીફોન અને ટેલીવીઝન દ્વારા થતા કાર્યો એક વખત માત્ર માંત્રિક સિદ્ધિથી જ સાધ્ય થઈ શકતા હતા પણ ભૌતિક વિજ્ઞાને આ શક્તિઓને આજે સર્વ સાધારણ મનુષ્યને પણ, સરળતાથી પ્રાપ્ત કરાવી છે. શબ્દને લાખો માઈલ દૂર સુધી પહોંચાડ્યો છે અને દૃશ્યને પણ ઘટના સ્થળેથી હજારો માઈલો દૂર લઈ જઈ તેને પોતાના અનુકૂળ સ્થાનમાં જોવાની સગવડ કરી આપી છે. ભૌતિક વિજ્ઞાનની આ સિદ્ધિ નિર્વિવાદ મહાન છે. પણ, તેમાંય નિયમ તો પદાર્થ વિજ્ઞાનનો જ છે.
છેલ્લા વર્ષોમાં રીમોટ કંટ્રોલથી કાર્યો થવા માંડ્યા છે. કોઈ પણ અભિભાવુક કાર્ય સ્થળથી દૂર રહીને સમસ્ત ક્રિયાનું નિયંત્રણ કરી ક્રિયાને ફલવાન બનાવે છે. આ બધાં વિજ્ઞાનમાં અનેક સ્થૂળ સાધનોની આવશ્યકતા પડે છે. આ બધા સાધનોનો દુરુપયોગ પણ થાય છે અને દુરુપયોગ થતો હોય તો તેને રોકી શકવાનો કોઈ માર્ગ હોતો નથી. મંત્ર વિજ્ઞાન પણ આવી જ શક્તિ ધરાવતું એક શાસ્ત્ર છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રમાં દેવોને જાણે રીમોટ કંટ્રોલ (Remote Control) દ્વારા જ સ્વર્ગથી પૃથ્વી પર લાવવાની શક્તિ હતી. પણ, તેનો દુરુપયોગ થવાથી પૂ. આચાર્ય ભદ્રબાહુ સુ.મ.સા.એ તુરંત જ તે શક્તિને સંહરી લીધી હતી. આમ, મંત્ર વિજ્ઞાનની કાર્ય-કારિતામાં આજના વિજ્ઞાન યુગમાં તો અપાર શ્રદ્ધા જાગે તેવું છે. આધુનિક વિજ્ઞાને આસ્તિક નહીં, પણ નાસ્તિકો માટે પણ મંત્રનો અર્થ પ્રગટ કરી દીધો છે. વિજ્ઞાન પોતાની ધૂન મુજબ હજી પણ આવા કાર્યો ભૌતિક વિજ્ઞાન દ્વારા કરે જ જશે એમ લાગે છે અને જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું થશે તેમ-તેમ મંત્રનો અર્થ સ્પષ્ટ થતો જશે અને મંત્રની, મનનીશબ્દની-પુદ્ગલોની અનંત શક્તિની જન સામાન્યને સમજ પડશે. આમ, પુદ્ગલોની અનંત શક્તિ-સંકલ્પની મહાન શક્તિ અને આત્માની અનંત શક્તિ એક ધારામાં ગોઠવાય છે ત્યારે મંત્રો અગમ્ય અને અશક્ય કાર્ય કરી શકે છે.
આ સાથેની એક બીજી પરંપરા પણ એ છે કે મંત્ર દ્વારા દેવોની દુનિયામાં ચોક્કસ રીતે સંદેશો પહોંચે છે. આ સંદેશાઓ દ્વારા જ્યારે કોઈ દેવલોકનો દેવ સંદેશો મોકલનાર એટલે કે મંત્ર-તંત્ર કે યંત્ર તેમ જ સ્તોત્રના આરાધક પર પ્રસન્ન થાય છે ત્યારે તે દેવ પોતાની અલૌકિક શક્તિ દ્વારા આરાધના-સાધકના અપેક્ષિત કાર્યોને પૂર્ણ કરે છે. આમ, ઘણા મંત્રોને આપણે દેવોના કોડ વર્ડ (Code Word) સાથે સરખાવી શકીએ છીએ. આથી એવો પણ વિચાર આવે છે કે જે શબ્દો અને પદો; આરાધકની શક્તિ, શબ્દ અને મનના પુદ્ગલોની શક્તિથી કાર્ય કરે છે તે મંત્ર હોઈ શકે અને જે શબ્દ-પદો દેવોને આકર્ષી દેવો દ્વારા કાર્ય પૂર્ણ કરે છે તે વિદ્યા હોઈ શકે છે; એ ગમે તે હોય, પણ આ પ્રક્રિયાઓ દ્વારા અસાધ્ય અને અશક્ય લાગતા કાર્યો સિદ્ધ થાય છે. એ વાત નિર્વિવાદ છે. આ મંત્ર કહો કે વિદ્યા કહો. પણ, દૂર રહેલી વ્યક્તિ કે ચીજોને પ્રાપ્ત કરવાની મહાન શક્તિનું એ અનોખું સાધન મંત્ર અને વિદ્યા છે. આનું ગમે તેટલું રહસ્ય પ્રકાશિત થશે, છતાં ય પ્રકાશિત કરતાં અપ્રકાશિત રહસ્ય વધુ રહેશે. એ એક હકીકત જેવું લાગે છે.
મંત્રો કે વિદ્યા માત્ર ભૌતિક લાભો જ આપે છે તેવું નથી, આત્મ-શક્તિને પ્રગટાવી આત્માને ભૌતિક આકર્ષણોથી દૂર કરી વિરાગી અને વીતરાગી બનાવી મોક્ષ પણ આપે છે. મોક્ષ ન મળે ત્યાં સુધી સાધકને પરમ પ્રસન્નતા અને આનંદનો ઉદધિ પ્રગટ કરીને આપે છે, જ્યારે મંત્રોથી ધ્યાનમયી સાધનામાં આગળ વધતાં અનાહતનાદનું અનુસંધાન થાય છે; ત્યારે સાધક ગમે તેવી ઠંડી અને ગરમીની અસરથી પર થઈ જાય છે. પોતાની ઈચ્છા મુજબ પર્વત કે સમુદ્રને ભેદીને ક્યાંય પણ વિહરી શકે છે અને સાધકને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે.
પર
Jain Education International 2010_64
****
For Private & Personal Use Only
રહસ્ય-દર્શન
૨૫૫ www.jainelibrary.org